Abtak Media Google News

રાજ્ય સરકારને કેન્દ્રએ જીએસટી વળતર ઉપર 17 હજાર કરોડ રૂપિયાની લોન આપી હતી

કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી કાયદાના અમલીકરણ વખતે રાજ્યોને મળતી આવકમાં ઘટ સામે વળતર આપવાની જોગવાઈ કરવામાં આવેલ હતી. આ માટે જીએસટી કમ્પેસેશન સેસ એકટની રચના કરાયેલ હતી. નાણાકીય વર્ષ 2015-16 ને બેઝ વર્ષ ગણી તેમાં વાર્ષિક 14 ટકા લેખે વૃધ્ધિને આધારે તા.01 જુલાઈ 2017 થી તા.30 જૂન 2022 સુધી પાંચ વર્ષ માટે રાજ્યોની પ્રોટેક્ટેડ આવક નક્કી કરવામાં આવેલ હતી. આ સંદર્ભમાં ગુજરાત સરકારને મળવાપાત્ર જીએસટી વળતર પેટે રૂ. 9021 કરોડની રકમ કેન્દ્ર સરકારે ગુજરાતને ફાળવી આપી છે.

Advertisement

એટલું જ નહીં રાજ્ય સરકારને કેન્દ્રએ જીએસટી વળતર ઉપર 17 હજાર કરોડ રૂપિયાની લોન આપી હતી. અને તે લોનની ભરપાઈ કેન્દ્ર સરકાર વ્યાજ સાથે ચૂકવવા માટે નો પણ નિર્ધાર કર્યો હતો. જે સમયે જીએસટીની અમલવારી શરૂ કરવામાં આવી તે સમયને ધ્યાને લઈ કેન્દ્ર સરકારે દરેક રાજ્યોને વળતર પેટે રકમ આપવાનો નિર્ધાર કર્યો હતો જેથી તેઓને અન્ય કોઈ ઘટ ન પડે. તે વાતને ધ્યાને લઈ કેન્દ્ર સરકારે ગુજરાતને 9,021 કરોડ રૂપિયા જીએસટીના વળતર પેટે ચૂકવ્યા છે.

નાણાકીય વર્ષ 2022-23ની વાત કરવામાં આવે તો આવક 23 ટકા વધી હતી અને આંકડો 56000 કરોડે પહોંચ્યો હતો ત્યારે પ્રથમ ત્રિમાસિક ગાળામાં જ આ જીએસટી આવક 16000 કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ છે જે રાજ્યની અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર છે. એપ્રિલ મે અને જૂન મહિનામાં રાજ્યની જીએસટી આવક 5000 કરોડને પાર પહોંચી ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.