Abtak Media Google News

– બોલીવુડની અભિનેત્રી કરીના કપૂર ખાનને સાત મહીનાને દિકરો તૈમુર અલીખાન પટૌડી સૌથી વધારે લોકપ્રિય સ્ટાર કિડ્સમાં આવે છે. તૈમુર ખાનની એક ઝલક મેળવવા માટે તેના ફેન્સ હંમેશા તૈયાર જ રહે છે.

– તાજેતરમાં જ કરીના કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કર્યો છે. જેમાં તેણે ખુલાસો કર્યો છે. કે તે દિવસમાં ૨૦ હજાર વખત તૈમૂરને કિસ કર્યો કરે છે જે વાત તેને બિલકુલ પસંદ નથી. ઉપરાંત વાતચીત દરમિયાન કરીના કપૂરે કહ્યું કે તૈમૂર ખૂબ જ ક્યુટ છે અને આખો દિવસ તે તેને જોયા જ કરે છે. તૈમુરને એ વાત જરા પણ પસંદ નથી. કે કોઇ તેને વારંવાર પ્રેમ કરે. પણ તો પણ કરીના તેને વારંવાર કિસ કરીને હેરાન કર્યા કરે છે. જેથી હેરાન થઇને તૈમુર વારંવાર કરીનાને પાછળ ધકેલતો રહે છે. સૈફ પણ કરીનાને વારંવાર આવુ નહી કરવા માટે સમજાવે છે પણ કરીના તો કરીના જ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.