Abtak Media Google News

પ્રિન્સીપાલ ડી.પી. જોશી ફાઉન્ડેશન સંચાલીત ખેલાઘરના ભૂલકાઓ દ્વારા તાજેતરમાં વર્ષાન્તે-૨૦૧૯ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમના ઉદધાટન તરીકે ટ્રેડ ફોરેકસ રાજકોટના પ્રોડકટ સેલ્સ મેનેજર અજયભાઇ કારિયા પધારેલ.

વર્ષાન્તે-૨૦૧૯ના કાર્યક્રમમાં મુખ્યત્વે ત્રણ વિભાગ રાખવામાં આવેલ. પ્રથમ વિભાગનો વિષ્ય રંગોત્સવ હતો. આ વિભાગમાં બાળકોએ જુદા જુદા રંગો અને તેના મહત્વ વિશે જાણકારી આપેલી. આ ઉપરાંત ત્રિરંગા ઝંડામાં રહેલ રંગ વિશે પણ માહીતી આપવામાં આવી.Untitled 1 47

માકેટીંગની દુનિયામાં કોઇપણ પ્રોડકટના વેચાણમાં તેના આકર્ષક રંગો વાળુ પેકીંગ ખુબ જ મહત્વનું છે. તે પ્રકારની જાણકારી પણ આપવામાં આવી. કાર્યક્રમના બીજા વિભાગમાં પૂર્વ પ્રાથમીક શિક્ષક અઘ્યાપન મંદીરના તાલીમાર્થી બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલ ઇન્દ્રિય શિક્ષણ, ભાષા શિક્ષણ, ગણિત શિક્ષણ અને જીવન શિક્ષણના સ્વનિર્મિત સાધનો તેમજ હસ્તકલાના નમૂનાઓના પ્રદર્શનનુ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ.

કાર્યક્રમના ત્રીજા વિભાગમાં અલ્પાહાર સાથેના આનંદમેળાનું આયોજન કરવામાં આવેલ. જેમાં નહિ નફો નહિ નુકશાનના ધોરણે સ્વચ્છ અને આરોગ્યપ્રદ રીતે બનાવેલા અલ્પાહારનું આયોજન કરવામાં આવેલ.વર્ષાન્તે કાર્યક્રમના ભાગરુપે વાલીમાતાઓ દ્વારા તૈયાર કરવામાં રંગોળીઓની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ તેમજ દ્વારા વિવિધ આકાર અને રંગની સોળ જેટલી રંગોળીઓ તૈયાર કરવામાં આવેલ. રંગોળી સ્પર્ધાના નિર્ણાયક તરીકે ક્રીસ્ટીનાબેન મહેતા અને પૂજાબેન સંચાણિયાએ સેવા આપેલી. રંગોળી સ્પર્ધામાં વિજેતા થયેલ બહેનોને સ્મૃતિચિહ્મ અને પ્રમાણપત્ર ભેટ આપવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.