Abtak Media Google News

દિલ્હીમાં જીમખાના કલબ ખાતે ડિનર પાર્ટી યોજાશે વડાપ્રધાન પણ ઉ5સ્થિત રહે તેવી સંભાવના

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપને મળેલી ઐતિહાસિક જીતની ખુશીમાં આજે ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ દ્વારા આજે રાજધાની નવી દિલ્હી ખાતે એનડીએના તમામ સંસદસભ્યો માટે ગાલા ડીનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ ઉપસ્થિત રહે તેવી પ્રબળ સંભાવના રહેલી છે.

Advertisement

ગુજરાતમાં ભાજપને સતત સાતમી વખત મળેલી શાનદાર જીતના સાચા હિરો તરીકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલને ગણાવ્યા હતા. દરમિયાન આજે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ પાટીલ દ્વારા સાંજે દિલ્હીના જીમખાના કલબ ખાતે એક ગાલા ડીનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાજપના સાથી એવા એનડીએના તમામ સંસદ સભ્યોને ડિનર માટે આમંત્રીત કરવામાં આવ્યા છે.

ખુદ સી.આર. પાટીલ દ્વારા વડાપ્રધાન સહિત તમામ કેન્દ્રીય મંત્રીઓ અને એનડીએના સાંસદોને વ્યકિતગત રીતે ફોન કરી રાત્રી ભોજન માટે નિમંત્રણ પાઠવ્યું છે. ગાલા ડીનરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ ખાસ ઉ5સ્થિત રહે તેવી સંભાવના હાલ જણાય રહી છે.

અગાઉ આ ડીનર પાર્ટીનું આયોજન ગુજરાતના ભાજપના નવનિયૂકત 156 ધારાસભ્યો માટે કરવામાં આવ્યું હોવાની વાત વહેતી થઇ હતી. જો કે આજે વિધાનસભાનું એક દિવસનું સત્ર મળવાનું હોવાને આ શકય ન હોય ખુદ પાટીલે આ બાબતે ખુલાશો કરવો પડયો હતો ગુજરાતમાં ભાજપને મળેલી ઐતિહાસિક જીતની ખુશીમાં આજે એનડીએના સાંસદોને પાટીલ રાત્રી ભોજન કરાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.