Abtak Media Google News

સરકારી હોસ્પિટલના તબીબોની બેદરકારી અંગેની તપાસ કરવા નાયબ મુખ્યમંત્રીની આગેવાનીમાં ત્રણ સભ્યોની ટીમ બનાવાઈ

જમ્મુ અને કાશ્મીર ડિરેક્ટોરેટ ઑફ હેલ્થ સર્વિસિસએ મંગળવારે બનિહાલની પેટા જિલ્લા હોસ્પિટલ વિરુદ્ધની ફરિયાદની તપાસ કરવા માટે ચાર સભ્યોની સમિતિની રચના કરી હતી જ્યાં એક નવજાતને ભૂલથી મૃત જાહેર કરી દેવાઈ હતી. જે રીતે મોટાભાગની સરકારી હોસ્પિટલનું તંત્ર લોલમલોલ ચાલતું હોય છે તેવી જ સ્થિતિ જમ્મુ અને કાશ્મીરમાં પણ છે કે જ્યા જીવિત બાળકીને મૃત જાહેર કરી દેવાઈ છે.
મૃત જાહેર કરાયાં બાદ પરિવારજનો દફનવીધી માટે કબ્રસ્તાન પણ પહોંચી ગયા હતા અને વિધિ શરૂ પણ કરી દેવાઈ હતી પરંતુ તે જ અરસામાં બાળકી જાગૃત આવસ્થામાં હોવાનું ધ્યાને આવતા બાળકીને તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં બાળકીની સારવાર હાથ ધરવામાં આવી હતી.
સોમવારે સવારે રામબન જિલ્લામાં હોસ્પિટલ સ્ટાફ દ્વારા મૃત જાહેર કરાયા બાદ નવજાત બાળકીને કબ્રસ્તાનમાં દફનાવવામાં આવી રહી હતી તે દરમિયાન બાળકી જાગૃત અવસ્થામાં મળી આવી હતી. બાદમાં તેણીને શ્રીનગરની સરકારી સુપર-સ્પેશિયાલિટી જીબી પંત ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
બેદરકારી દાખવનાર નવજાત શિશુના સંબંધીઓ દ્વારા તબીબી કર્મચારીઓ સામે વિરોધ પ્રદર્શન પણ કરાયું હતું. રામબનના મુખ્ય તબીબી અધિકારી ડૉ. ફરીદ અહેમદે લેબર રૂમમાં પોસ્ટ કરેલા બે કર્મચારીઓને સસ્પેન્ડ કરવા ભલામણ પણ કરી હતી.  આ મામલાની તપાસ માટે ડેપ્યુટી સીએમઓની આગેવાની હેઠળ ત્રણ સભ્યોની ટીમ પણ બનાવવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, સહાયક નિર્દેશક ડૉ. સંજય તુર્કીની આગેવાની હેઠળની એક ટીમને બે દિવસની અંદર ક્ષતિ અંગેનો રિપોર્ટ સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું છે. સમિતિના અન્ય સભ્યોમાં બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ નોડલ ઓફિસર, એક બાળરોગ અને સ્ત્રીરોગવિજ્ઞાનીનો સમાવેશ થાય છે.
ડો તુર્કીએ પુષ્ટિ કરી કે તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ આ મુદ્દે વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.