Abtak Media Google News
  • સંરક્ષણ ક્ષેત્રે વધુને વધુ યુવાનો જોડાય તેવા હેતુથી બ્રીગેડિયર અજીતસિંહ દ્વારા આયોજન

  • ‘અબતક’ના મેનેજીંગ એડીટર સતિષકુમાર મહેતાએ રેલીને આપી લીલીઝંડી

આજરોજ રાજકોટનાં ૪૦૮માં જન્મદિવસ નીમીતે બ્રિગેડીયર અજીતસિંધ દ્વારા શહેરનાં વધુને વધુ યુવાનો ડિફેન્સ ક્ષેત્રે જોડાય તેવા હેતુથી જોઇન ધ ડિફેન્સ અભિયાન અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયકલ રેલીનું સ્વામીનારાયણ મંદીર ખાતેથી ‘અબતક’ના મેનેજીંગ એડીટર  સતિષકુમાર મહેતાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

Dsc 0649 1

અબતકના મેનેજીંગ એડીટર સતીષકુમાર મહેતાએ તાલીમાર્થીઓને આ મિશન વિશે પૂછવામાં આવ્યું કે તેઓ બ્રીગેડયર અજીતસિંઘના આ મિશનનને લઇ કેવી લાગણી અનુભવી રહ્યા છો. ત્યારે તાલીમાર્થીઓ દ્વારા જણાવામાં આવ્યું હતું.

આ સુવર્ણ તક તેઓને બ્રિગેડીયર અજીતસિંહ દ્વારા મળી હતી અને તેમની પાસેથી ધણું બધુ શીખવાની પણ તક મળી રહે છે જયાર તેમનેપૂછવામાં આવ્યું કે, આજે રાજકોટનો જન્મદિવસ પણ છે અને આ દીવસે બ્રિગેડીયર અજીતસિંઘ દ્વારા આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું તેને લઇ શું ફીલ કરો છો? ત્યારે ભાગ લેનાર યુવાનો દ્વારા જણાવામાંઆવ્યું હતું કે બ્રિગેડીયર અજીતસિંઘ દ્વારા આ એક આઉટડોર ટ્રેનીંગમાં સેસનને લઇ તેઓ ખુબ જ ઉત્સાહિત હતા અને બ્રિગેડીયર અજીતસિંઘ તરફથી જે ટાસ્ક અને સરપ્રાઇઝીઅ ગોઠવામાં આવ્યા હતા તેની તેઓને ખુબ આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા હતા.

Dsc 0647

એન.સી.સી. માં જોડાયેલા યુવાન પ્રેમજીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સાયકલીંગની તાલીમ અમારા માટે ખાસ કાર્યક્રમ છે. જેમાં અમોને સાયકલીંગ સાથે આઉટડોર ટ્રેનીંગ પણ કરવા મળી અને બ્રિગેડીયર અજીતસિંહ દ્વારા અમને એસ.એસ.પી. ની તાલીમ આપવામાં આવે છે કે જેના દ્વારા અમે ઓફીસર બની શકીએ.

ઘ્વનીએ વધુ ઉમેરતા જણાવ્યું હતું કે સાથે સાથે અમને લાઇવ ટ્રેનીંગ આપવામાં આવે છે. જેમાં મિલેટ્રીની તાલીમ હશે અલગ અલગ ટાસ્ક હશે, સાથે જીટીઓ ટાસ્ક પણ હશે ઓપ્સ્ટીકલસ અને લાઇવ ટ્રેનીંગ હશે, તાલીમ સાથે સંકળાઇને બધી સિચ્યુએશનમાં કઇ રીતે આગળ આવવું, સાથે સેલ્ફ કોન્ફિડેન્સમાં પણ વધારો થાય છે.

સાથે મગજની વૈચારીક શકિતઓમાં પણ વધારો થાય છે.અને એક છોકરીના નજરે જોવામાં આવે તો તાલીમ સાથે પોતાના કોન્ફીડેન્સમાં પણ વધારો જોવા મળે છે. અને સાથો સાથ મુશ્કેલીઓમાં કઇ રીતે રિએકટ કરવું એ શીખવા મળે છે.

ત્યારબાદ એન.સી.સી.ના સભ્ય યશરાજ દ્વારા જાણવા મળ્યું હતું કે અમે લોકો અહિંયા આવીએ છીએ એ એક લીડર બનવા માટે આવીએ છીએ અને ગુજરાતમાંથી પૂરેપૂરો સપોર્ટ ઇન્ડિયન આર્મીને મળે તેના માટે બ્રિગેડીયર અજીતસિંઘ ફ્રી ટ્રેનીંગ આપે છે.  જેમાં આઉટડોર અને ઇન્ડોર ટ્રેનીંગ આપવામાં આવે છે જેમાં ભાગરુપે ઇન્ડોર ટ્રેનીંગમાં લીડર કવોલીટી શું હોય તે આગળ શું કરશે તેના વિશે શીખવાડવામાં આવે અને આઉટડોર ટ્રેનીંગ હંમેશા સરપ્રાઇઝ રહે છે કે કઇ જગ્યા પર શું નવી એકટીવીટીકરીશું એ બધા માટે સર દ્વારા થ્રિપેર કરવામાં આવે છે અને અલગ અલગ ગેમ્સ અને ટાસ્ક પણ કરવામાં આવે છે.

સૌરાષ્ટ્રની ધરતી શૂરવિરોની ધરતી છે: બ્રિગેડિયર અજીતસિંહ

Dsc 0634 1

અબતક સાથેની વાતચીતમાં બ્રિગેડીયર અજીતસિંઘ દ્વારા જાણવા મળ્યું હતું કે, હું પુરા સૌરાષ્ટ્ર વાસીઓને નમન કરું છું અને સાથે હું એ પણ કહેવા માંગુ છું કે સૌરાષ્ટ્રની ધરતી સૈનિક અને સંતોની ધરતી છે. છેલ્લા ૧૪ મહિનાથી હું સૌરાષ્ટ્રના ઇતિહાસને જાણવાનો પ્રયત્ન કરું છું અને મે બસ એટલું જાણ્યું છે કે સૌરાષ્ટ્રની ધરતી શુરવીરોની ધરતી છે. અને પાવન ધરતી છે. બહુ જ નસીબદાર છે એ લોકો જેમનો જન્મ સૌરાષ્ટ્રની ધરતી પર થયો છે અને હવે હું એન.સી.સી. વિશે કહું તો ફકત દેશનું નહિ પણ પુરી દુનિયામાં એક એવું મોટું ઓર્ગેનાઇઝન છે જેની અંદર ભારતીય એના કરતાં પણ વધુ ૧૪ લાખ કેડેસ  છે.

ફકત સૌરાષ્ટમાં જ ર૦ હજાર જેટલા એન.સી.સી. ના કેડેસ છે.  જેની જવાબદારી મારી (બ્રિગેડીયર અજીતસિંઘ) છે. એન.સી.સી. નું સૌથી વધુ મોટું કાર્ય એ છે કે ભવિષ્યમાં જે લોકો દેશની સેવા કરવા માગતા હોય તેને તૈયાર કરવા જેના અંદર એક રાષ્ટ્ર નિર્માણની ભાવના છે. જેની અંદર એક અખંડતાની ભાવના અને દેશને કઇ રીતે વધુને વધુ સારી રીતે આગળ લઇ જઇ શકીએ એ ભાવના રહેલી હોય, તેના માટે અમે એક એવું વાતાવરણ ઉભું કરીએ છીએ કે તેઓ એન.સી.સી. દ્વારા ભારતીય હવાઇદળ, નૌકાદળ અને પાયદળ જેવા ક્ષેત્રોમાં અધિકારીઓ તથા જવાનોની ભરતીમાં ભાગ લઇ શકે. તેની સાથે તેમનામાં એક નિસ્વાર્થ સેવાની ભાવનાઓ પણ ઉજાગર કરવામાં આવે છે કે જેનાથી તેઓ કોઇ કાર્ય સાથે એક સારો નાગરીક પણ બની શકે.

એન.સી.સી. દ્વારા અલગ અલગ પ્રકારના ઘણા કેમ્પનું પણ આયોજન થાય છે જેના ભાગરુપે એરફોર્સ કેમ્પ કે જેમાં હવાઇજહાજ ઉડાવાની તાલીમ આપવામાં આવે છે. સાથે નેવીના કેમ્પ જેમાં તેઓને પાલની બોટ, રોલ બોટની તાલીમ સાથે નદિ, સમુદ્ર  અને ઝીલમાં પણ તાલીમ આપવામાં આવે છે. આર્મીની એન.સી.સી. છે તેઓને જમીન પરની તાલીમ આપવામાં આવે છે.

આજનો દિવસ બહુ જ પુણ્યશાળી દિવસ છે. ૭ જુલાઇ ૧૬૧૨ માં રાજકોટનો જન્મ થયો એ વાતને આજે ૪૦૮ વર્ષ પૂરા થયા. આજે જે યુવાનો તાલીમમાં આવ્યા છે એ લોકોને રાજકોટ શહેરથી દુર લાવી તેઓને એરફોર્સ, નેવી તથા આર્મી ઓફીસરોની તાલીમ આપવામાં આવી હતી. અને સાથે આપણે એપણ જોયું કે છોકરીમાં પણ આ કેમ્પમાં ભાગ લેવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છોકરીઓની તાલીમરુપે શારીરિક તકલીફો આપવા માટે તેઓ સાયકલીંગ કરાવી વચ્ચે વચ્ચે બ્રેક કરી ત્યાં પણ અલગ અલગ તાલીમો આપી કે જેનાથી તેઓ શારીરિક અને માનસીક બંને રીતે મજબુત બની શકે.

વધુમાં વાત કરતા જણાવ્યું હતું કે પોતે ફકત સાડા નવ વર્ષની ઉંમરમાં જ માતા-પિતાને છોડી ચિતોડગઢમાં સૈનિક શાળામાં ભરતી લીધી. ત્યારથી લઇ અત્યાર સુધી હું રોજે કસરતો કરું છું. અને મારા સંદેશ બસ એટલો જ છે કે જે લોકો કસરતો એ નહી કરતાં તે લોકો જીવનની એક સારી વસ્તુ છોડી રહ્યા છે. જયારે તમે સવારે ૪ વાગે, પવાયે, કે ૬ વાગે ઘરેથી નિકળી કસરત કરવા બહાર નીકળે છે ત્યારે કુદરતી વાતાવરણમાં આવી, થોડું દોડી અને વાહનને બદલે સાયકલનો ઉપયોગ કરે છે જયારે તેઓ કુદરતી વાતાવરણનાં સંપર્કમાં આવશે.

તો સ્ફર્તિ અને તાજગીનો અનુભવ કરશે અને જયારે તેઓ કસરત કરીને પાછા ઘરી આવશે ત્યારે સ્ફૂતિની અનુભુતિથી પૂરા દિવસ સુધી તે તાજગી નો જ અનુભવ કરશે અને જે આપણામાં ઘ્વેશની ભાવના રહેલી છે તે જમીનના સંપર્કમાં આવતા જમીન જ ઘ્વેશની ભાવનાને ખેંચી લેશે અને તેઓને તાજગીનો જ અનુભવ કરાવશે.

અને હું ખાસ મારા મનની વાત એ  કહેવા માંગુ છું કે હાલ જે જમીન પર આપણે ઉભા છીએ (એન.સી.સી. એકેડમીની જમીન જયાં ભૂમિપુજન  થઇ ગયું છે) આ જે મેદાન ફાળવામાં આવ્યું છે તેના માટે હું ગુજરાત સરકાર અને મુખ્યમંત્રીનો ખુબ જ આભારી છું કે જેઓએ મવડી રોડ પાસે અંદાજે ૧૪ એકર જેટલી જમીન એન.સી.સી. માટે નિયુકત કરવામાં આવી છે.

સાથે પી..ડબલ્યુ.ડી. રાજકોટની મદદથી થોડા મહિનાઓ પહેલા જ અહિંયા ભૂમિપુજન કરવામાં આવ્યું છે. અને ધીમે ધીમે આ જમીનની ચારે તરફ બાઉન્ડ્રી વોલ બનવાની શરુ થઇ ચુકી છે અને સાથે આપણે રાજય સરકારે અને એજયુકેશન ડિપાર્ટમેન્ટ કે જેના અંતર્ગત એન.સી.સી. આવે છે તેઓએ એન.સી.સી. એકેડમી માટે સારુ એવું ફંડ આપવામાં આવ્યું છે અને આવનારા સમયમાં આપ જોશો કે કે અહિંયા એક મોડલ એન.સી.સી.નું નિર્માણ કરવામાં આવશે કે જેનાથી ફકત સૌરાષ્ટ્ર જ નહિ ગુજરાત અને ભારતના લોકો અહિયા આવી જયારે એકેડમી જોશે તો વાઇબ્રન્ટ ગુજરાત કેમ છે તેનો નમુનો એકેડમી દ્વારા પુરા ભારત દેશમાં જોવા મળશે.અને ખાસ ગુજરાતવાસીઓને હું એ સંદેશ આપવા માંગું છું.

હું (અજીતસિંઘ) રાજસ્થાનનો વતતી છું. પણ મારા મનમાં ગુજરાત માટે જ અઢળક પ્રેમ છે એનું માત્ર એટલું જ કારણ છે કે મારું ભણતર સાબરમતિ નદી કિનારે અમદાવાદમાં ૧૯૬૫-૬૬ માં એક નાની શાળામાં શરુ થઇ હતી અને મારા અંતિમ પડાવમાં હું સામે રહીને એક વોલેઇન્ટીયર રુપે આવ્યો છું જેનાથી હું એજ ભાર ઉતારી શકુ અને મારા હર એક દિવસો જે હું ગુજરાતમાં પસાર કરું છું જેનાથી હું પોતાને એકાઉન્ટેબલ બનાવા માંગુ છું અને મારો ૩પ વર્ષનો ફોજનો અનુભવ આ યુવાનો સાથે હું શેર કરવા માંગુ છું અને સાથે ગુજરાતનું હર એક ગામ અને તાલુકા ભારતીય એકફોર્સ, નેવી અને આર્મી સાથે જોડાય પોતાના બાળકોને સુરક્ષામાં મોકલે અને ભારતમાં ગુજરાતનું નામ રોશન કરે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.