Abtak Media Google News

કાર્યકમનું દિપ પ્રાગટય ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા, લલીતભાઇ વસોયા, ખોડલધામના ટ્રસ્ટી વિપુલભાઇ ઠેશીયા સહિતના અગ્રણી ગરબા મહોત્સવને ખુલ્લો મુકયો

છેલ્લા ચાર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરાજીના જય પાર્ટી પ્લોટ ખાતે ખોડલધામ સમીતીઓ દ્વારા દાંડીયા રાસનું ડી.જે. ના સથવારે એક સાથે 1પ00 થી વધારે મહીલાઓ, બાળાઓ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવશે. આમ ખોડલધામ સમીતીઓ ઘણી બધી ધાર્મીક  સેવાકીય પ્રવૃતિઓમાં હરહમેશ ને માટે અગ્રેસર રહે છે.આ તકે જયેશભાઇ રાદડીયા, લલીતભાઇ વસોયા, વિપુલભાઇ ઠેશીયા, પ્રવીણભાઇ લાખાણી, અગ્રણી ઉઘોગપતિ દાસભાઇ ગજેરા, સી.સી. અંટાળા, અરવિંદ વોરા, ભુપતભાઇ કોયાણી, હરકીશન માવાણી, જયેશભાઇ વઘાસીયા, ચેતનભાઇ વઘાસીયા, ગોપાલ કોયાણી, દલસુખભાઇ રાખોલીયા, મહેશ વી. પટેલ,સહીતના લોકો હાજર રહેલ હતા.

આ ભગીરથ કાર્ય બદલ ખોડલધામ સમીતીના પ્રમુખ નટુભાઇ  વૈષ્ણવ યુવા સમીતીના પ્રમુખ વરુણ વઘાસીયા તેમની ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે. પધારેલ મહેમાનોનું સમીતીના કાર્યકરોએ સન્માનીત કરેલ હતા. મહેમાનો એ આ કાર્યન બીરદાવામાં આવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.