Abtak Media Google News

ડિજિટલ ઈન્ડિયા ઝુંબેશને પ્રોત્સાહન આપવા માટે, રાજકોટ રેલવે ડિવિઝન ના ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા હેન્ડ હેલ્ડ ટર્મિનલ  ઉપકરણ નો ઉપયોગ ચાલતી ટ્રેનોમાં આરક્ષિત ટિકિટોની ચકાસણી કરવા અને અન્ય મુસાફરોને ખાલી ઉપલબ્ધ સીટો પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવ્યો છે. સાથે, મુસાફરોને ચાલતી ટ્રેનમાં ખાલી રહેલ સીટો નો લાભ મળશે અને આરએસી-વેઇટિંગ લિસ્ટના મુસાફરોની ટિકિટ ક્ધફર્મ થશે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફે જણાવ્યું હતું કે રાજકોટ ડિવિઝનમાં આ અત્યાધુનિક હેન્ડ-હેલ્ડ ટર્મિનલ મશીન નો ઉપયોગ સૌપ્રથમ ટ્રેન નંબર 22924/23 જામનગર-બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસમાં 17મી જુલાઈ, 2022 થી શરૂ કરવામાં આવ્યો છે. હવે TTE દ્વારા આ ટ્રેનોમાં, આરક્ષિત ટિકિટોની તપાસ કરવા અને અન્ય મુસાફરોને ખાલી ઉપલબ્ધ સીટો આપવા માટે, રિઝર્વેશન ચાર્ટને બદલે, ડિજિટલ આધુનિક ટેક્નોલોજી ના નવા ઈ-ડિવાઈસથી કરવામાં આવી રહી છે.

મશીન આ રીતે કામ કરે છે

એચએચટી મશીન એ આઈપેડ કદનું ડિજિટલ ઉપકરણ છે. આમાં મુસાફરોનો રિઝર્વેશન ચાર્ટ ઉપલબ્ધ હશે. મશીન GPRS દ્વારા પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમના સેન્ટ્રલ સર્વર સાથે જોડાયેલ છે. તેથી જ્યાં પણ ટ્રેન સ્ટેશન પર ઉભી રહે છે ત્યાં ટિકિટ બુકિંગની વિગતો અપડેટ થાય છે. તેના દ્વારા ટીટીઈ સીટ ક્ધફર્મેશન, કેન્સલેશન, પેનલ્ટી, વધારાનું ભાડું વગેરેનું કામ પણ કરી શકશે.

પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનને અત્યાર સુધીમાં કુલ 72 હેન્ડ હેલ્ડ ટર્મિનલ પૂરા પાડવામાં આવ્યા છે. ડિવિઝનના ટિકિટ ચેકિંગ સ્ટાફને આ સાધનોનો ઉપયોગ કરવાની તાલીમ આપવામાં આવી રહી છે. રાજકોટ ડિવિઝન દ્વારા ટૂંક સમયમાં અન્ય ટ્રેનોમાં પણ આ ઉપકરણનો ઉપયોગ શરૂ કરશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.