Abtak Media Google News

વાહન ચેકીંગમાં કુલ ૪૩૧ વાહન ચેક કરાયા : ત્રણ પીધેલા સહિત ૧૦૪ વાહન ચાલકો દંડાયા

મોરબી જિલ્લામાં ગુન્હાખોરી કાબુમાં લેવા ખુદ જિલ્લા પોલીસવડા ચેમ્બરમા બેસી રહેવાને બદલે કામગીરી કરવા મેદાનમાં ઉતર્યા છે ત્યારે જિલ્લામાં ગઈકાલે હાથ ધરવામાં આવેલ વાહન ચેકીંગ ઝુંબેશમાં ૩ પીધેલા સહિત ૧૦૪ વાહન ચાલકોને દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
મોરબી જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલા, નાયબ પોલીસ વડા બન્નો જોશી સહિતના પોલીસ કાફલાએ ગઈકાલે રાત્રીના સઘન વાહન ચેકીંગ કરવા ટ્રાફીક ડ્રાઇવ ગોઠવતા મોરબી જિલ્લાના પોલીસ સ્ટેશનના ના તમામ થાણા અધિકારીઓએ વાહન ચેકીંગ કરી કાયદો તોડતા  વાહન ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરી કુલ-૪૩૧ વાહન ચાલકોને ચેક કર્યા હતા.
Img 20180817 Wa0018
આ ઝુંબેશમાં વધુ સ્પીડે તેમજ રોગ સાઇડમાં ભય જનક રીતે વાહન ચલાવતા ૧૨ ઇસમો સામે તથા અડચણ રૂપ રાખેલ ૫ વાહન ચાલકો વિરૂધ્ધ તથા કેફી પ્રવાહી પી વાહન ચલાવતા ૦૩ વાહન ચાલકો સામે કેસ કરવામાં આવ્યા હતા.
જ્યારે જરૂરી દસ્તાવેજો સાથે નહી રાખેલ ૨૩ ઇસમો વિરૂધ્ધ કેસો કરવામાં આવેલ તેમજ અન્ય ટ્રાફીક નિયમ ભંગના જેમાં શીટ બેલ્ટ તથા હેલ્મેટ નહી પહેરવાના તેમજ બ્લેક ફીલ્મ તેમજ ફેન્શી નંબર પ્લેટ મળી કુલ-૧૦૪ વાહન ચાલકોને દંડ ફટકારી સ્થળ ઉપર રૂપિયા ૨૬૭૦૦ નો સમાધાન શુ:લ્ક વસુલ કરવામાં આવ્યો હોવાનું સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.