Abtak Media Google News

ધોરાજી  શહેરમા રખડતા ઢોરનો અસહય  ત્રાસથી રાહદારી દુકાનદારો સહીત ના  વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છતાં સ્થાનિક સત્તાધીસો ને આ રખડતા ઢોર અંગે ધોરાજી શહેરજનો નીપારાવાર મુશ્કેલી ની વખતોવખત લખીત મૌખીક અનેક રજુઆત કરવા છતાં સ્થાનિક તંત્ર ની ધુતરાષ્ટ્રા ભુમિકા થી ધોરાજી ના લોકો ની આ હાલ મુશ્કેલી કાયમી બની ગઈ છે.

આ અંગેની  ધોરાજી જનતા માંથી મળતી વિગત અનુસાર ધોરાજી ની શાકમાર્કેટ ત્રણ દરવાજા બસસ્ટેન્ડ પાસે રખડતા ઢોર નો ત્રાસ દિનપ્રતીદિન વધતો જાય છે  આ રખડતા ઢોર માટે પણ જ્યારે   શાકમાર્કેટ પાસે બે આખલા  વચ્ચે ઘમાસાણ યુદ્ધ થતા જોઈને રાહદારી વાહનચાલકોના થોડીવાર માટે શ્ર્વાસ થંભી જાઈ છે. બેફામપણે આ આખલા યુધ્ધ ને નજરે જોનારા  વાહનચાલકોએ પોતાના વાહનો થંભાવી દઈ ને પોતાની જાત ને બચાવી લેવા અફડાતફડી માહોલ મા જીવ તાળવે ચોંટી જા ઈ આ અફડાતફડી મા જ્યારે કોઈ મહીલા પોતાનુ વહાલસોયા બાળક ને બચાવી લેવા નો જે પ્રયત્ન કરેછે ત્યારે શરમ ને પણ શરમ આવેછે  .છતા ધોરાજી ના સત્તાધિસો ને પેટનું પાણી પણ હલતું નથી. બે આખલા યુદ્ધ કરી રહ્યા હતા ત્યારે એક સ્થાનિક યુવાને હિંમત તેને છૂટા પાડવા પ્રયાસ કર્યો હતો. પરંતુ બન્ને વચ્ચે ઘમસાણ યુદ્ધ ચાલુ જ રહ્યું હતું. સદનસીબે કોઇ વ્યક્તિને ઇજા પહોંચી નહોતી. પરંતુ  છાસવારે આ આખલા યુધ્ધ થી ધોરાજી નિર્દોષ  શહેરીજનો નો કોઈ અકસ્માત થી ઈજા થઈ હોસ્પિટલ ની ખાટલો સુવા નો વારો આવે તે પહેલા આ કાયમી સમશ્યા નો નિવેળો આવે તેવી આસ બાંધી ને રાહ જોતી  પ્રજા  ને સ્થાનિક તંત્ર આળસ મરડી ઊભુ થાઈ અને આ રખડતા ઢોરો ને ડબ્બે પુરે. તેવી માગણી ઓ ઠેરઠેર ચર્ચા ઈ રહી છે હવે જોવા નુ રહ્યુ કે તંત્ર આ માગણી ને સંતોષે છે કે પછી આપણા સગા વહાલા ની  હોસ્પિટલે મુલાકાત કરવા જવુ પડે

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.