સ્ટ્રાબેરી એક એવું લાલ રંગનું ફળ જે દેશ-વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે. તેનું નામ લેતા જ જાણે મોઢામાં પાણી આવી જાય. આ ફળનો ઉપયોગ અનેક રીતે કરવામાં આવે છે જેમાં મિલ્ક શેઇક, આઈસ્ક્રીમ તેમજ રાઈતા માટે પણ એકદમ અનુરૂપ ફળ છે. ત્યારે સ્ટ્રોબેરી તેના સ્વાદ અને દેખાવ થકી જ બધાના દિલ જીતી લે તેવું ફળ છે. સ્ટ્રોબેરી તે દરેક મોટાથી લઈ નાના બધાની પ્રિય હોય છે. સાથે સ્ટ્રોબેરી તે અનેક દિનચર્યામાં  લેવાતી વસ્તુ માટે ઉપયોગ થાય છે જેમાં સાબુ,પરફ્યુમ, કેન્ડી તેમજ લિપ બામ જેવી અનેક વસ્તુમાં વપરાતી હોય છે. તેનાથી કોઈમાં સુંગંધ ને વાનગીમાં ખવાતું આ એક ફળ છે.

ત્યારે જો તમે આનું સેવનના કરતાં હોય તો આજે જ કરો તેનું સેવન કારણ તેના છે અનેક ફાયદા :-

સૌ પ્રથમ તો એ જાણો કે જ્યારે તમે ૧૦૦ ગ્રામ સ્ટ્રોબેરી ખાવ તેમાંથી આશરે ૩૩ કિલોકેલરીસ મળે છે. સાથે સ્ટ્રોબેરીમાં મોટા પ્રમાણમાં વિટામિન સી તેમજ મેંગેનીઝ મળી આવે છે. આથી તે ઘણી રીતે ઉપયોગી બને છે.

સ્ટ્રોબેરી તે હાથ-પગનાં દુખાવો માટે ખૂબ સારી છે અને ગુણકારી ગણે છે.

સ્ટ્રોબેરી તે ત્વચામાં કરચલી પણ દૂર કરે છે તેને ખાવાથી તેમાં વધુ પ્રમાણમાં વિટામિન હોય છે તો તેનાથી તે બચાવે છે.

સ્ટ્રોબેરી ખાવાથી હાર્ટ અટેક જોખમ ઘટે છે, કારણ તેને ખાવાથી પોટેશિયમ પણ વધે છે સાથે તેનાથી શરીરમાં નવ રક્તકોષ પણ બને છે.

સ્ટ્રોબેરી તે દાંત માટે પણ એકદમ ગુણકારી છે આમાં એવા એસિડ હોય છે જે દાંતને પોતાના જળથી મજબૂત બનાવે છે અને દાંતની ચમક પણ વધારે છે.

સ્ટ્રોબેરી તે આંખ માટે પણ ખૂબ ગુણકારી છે અને તેમાં રહેલાં એંટિઓક્સિડેંટ અને તેના કરતાં પણ વિટામિન સી હોવાથી આંખને ઘણા ફાયદા છે. સાથે તે સૂર્યના  તે આંખની દ્રષ્ટિ વધુ સારી કરે છે અને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પણ બચાવે છે.

સાથે સ્ટ્રોબેરી તે કેન્સર જેવી બીમારીમાં પણ ખૂબ સારી અસર કરે છે. કારણ સ્ટ્રોબેરીમાં ફ્લેવોનોઇડ્સ, ફોલેટ, કમ્પોરોલ અને વિટામિન સી હોય છે જે કેન્સર પેદા કરતા કોષોને નષ્ટ કરે છે.

સ્ટ્રોબેરી મુખ્ય રીતે ઓછી કેલેરી વાળું ફળ છે. જેમાં સોડિયમ તેમજ ખાંડ હોતી નથી. સ્ટ્રોબેરીને આરોગવાથી બીજી કોઈ વસ્તુને જરૂર નથી પડતી અને તે વજન પણ સારા એવા પ્રમાણમાં ઉતારી દે છે.

તો અવશ્ય સ્ટ્રોબેરી ખાવ અને આરોગ્યમાં ફેરફાર લાવો કારણ અનેક રીતે ખૂબ લાભદાયી બની શકે છે.

7537d2f3 18

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.