Abtak Media Google News

કેવડીયા ખાતે કુલપતિ-ઉપકુલપતિઓની કોન્ફરન્સ : ગુણવત્તાલક્ષી શિક્ષણ, વૈશ્ર્વવિક રેન્કીંગ પ્રાપ્ત કરવાના

આયામો પર વિશેષ ચર્ચા કરાઈ તેમજ નવી શિક્ષણ નીતિની અમલવારીના મુદે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી

વિશ્ર્વ વિદ્યાલયોને વર્લ્ડ કલાસ બનાવવા માટેની આજે કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં કોન્ફરન્સ હોલ ખાતે કુલપતિઓ-ઉપકુલપતિઓની કોન્ફરન્સ યોજવામાં આવી હત.ી જેમાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે રાજ્યની દરેક યુનિવર્સિટીઓમાં ગુણવત્તાલક્ષી શિક્ષણ તેમજ તમામ યુનિવર્સિટીઓ રાષ્ટ્રીય-વૈશ્ર્વીક રેન્કીંગ પ્રાપ્ત કરે તેવા આયામો સર કરવાના છે અને આ માટે ગુજરાતની વધુને વધુ યુનિવર્સિટીઓ વર્લ્ડ કલાસ બને તેવા પ્રયાસ હાથ ધરવામાં રાજ્ય સરકાર પણ યુનિવર્સિટીઓની સાથે જ છે.

Advertisement

આજની આ કોન્ફરન્સમાં રાજ્યની તમામ યુનિવર્સિટીઓનાં કુલપતિઓની સાથે સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીઓના કુલપતિ ડો.નિતીન પેથાણી અને ઉપકુલપતિ વિજય દેશાણી તેમજ રજીસ્ટાર ડો.નિલેશ સોની સહિત આઈ.કયુ.એ.સી.ના ચેરમેન ડો.ગીરીશ ભિમાણી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં.

આજના પ્રથમ દિવસે નેશનલ રેન્કીંગ ફ્રેમ વર્ક અને ગ્લોબલ રેન્કીંગ અંગે ચર્ચા બાદ ચંદીગઢ યુનિવર્સિટીનાં રિસર્ચ ડીનનો ટેકનીકલ સેશન્સ યોજવામાં આવ્યો હતો. જે બાદ નેશનલ એજ્યુકેશન પોલીસી પર પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. આવતી કાલે કુલપતિઓ દ્વારા કરાયેલી શિક્ષણ ક્ષેત્રની સારી કામગીરી અંગે તમામ કુલપતિઓ વચ્ચે પેનલ ડીસ્ક્ધશન યોજવામાં આવશે. જે પછી તમામ કુલપતિઓ અને ઉપકુલપતિઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે.  ગુણવત્તાલક્ષી શિક્ષણ અને નવી એજ્યુકેશન પોલીસીની અમલીકરણ માટેની કોન્ફરન્સમાં જતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ-ઉપકુલપતિ હવે આગામી દિવસોમાં યુનિવર્સિટીના વિકાસ અંગે કેવા પગલાં લેશે તે જોવું રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.