Abtak Media Google News

પાલિકા કચેરી સામે ધારણ સૂત્રોચ્ચાર:આજે રેલી યોજી કાળા વાવટા ફરકાવાશે

મોરબી:સાતમું પગારપંચ,રોજમદાર કર્મચારીઓને કાયમી કરવા અને મહેકમ મર્યાદા નાબૂદ કરવા સહિતની પડતર મંગણીને આજી મોરબી પાલિકાના ૩૧૮ કર્મચારીઓ  એસ્માંની કરી સજ્જડ હડતાલ પર ઉતરી ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સહિત રાજ્યની ૧૬૫ નગરપાલિકાના કર્મચારીઓ આજી ૧૩ ઓક્ટોબર સુધી સજ્જડ હડતાલ પર ઉતરી ગયા છે અને પાણી,લાઈટ તેમજ સફાઈ સહિતની વ્યવસ ખોરવી નાખી હતી.

નગરપાલિકાઓ કર્મચારીઓ દ્વારા પોતાના સાતમા પગારપંચની માંગ,અલગ નગરપાલિકા બોર્ડની રચના કરવી,રોજમદારોને કાયમી કરવા,મહેકમ મર્યાદા નાબૂદ કરવી સહિતના પડતર પ્રશ્ને છેલ્લા ઘણા સમયી લડત ચલાવતા હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ જ પ્રતિભાવ આપવામાં ન આવતા ગઈકાલી હડતાલ પર ઉતરી ગયા હતા.

ગઈકાલે મોરબી પાલિકાના ૩૧૮ જેટલા કર્મચારીઓ દ્વારા પાલિકા કચેરી સામે સૂત્રોચ્ચાર કરી ધરણા કર્યા હતા અને આજે  પાલિકા કચેરીી નગરદરવાજા ચોક સુધી રેલી યોજી કાળાવાવટા ફરકાવવાનું જાહેર કર્યું હતું.

ઉલ્લેખનીય છે જે અગાઉ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા હડતાળની જાહેરાત કરતા સરકારે તાત્કાલિક અસરી એસમાં લાગુ કરી લાઈટ,પાણી,સફાઈની વ્યવસ ઠપ્પ કરવા બદલ આવશ્યક સેવા ધારા હેઠળ પગલાં ભરવા આદેશ કરતા ત્યારે હડતાલ સમેટાઈ ગઈ હતી પરંતુ આ વખતે કર્મચારી દ્વારા એસમા ની કરી સજ્જડ હડતાલ પાડવામાં આવી છે. નગરપાલિકા કર્મચારીઓની હડતાળને પગલે હજુ આવતીકાલે પણ લોકોને પાણી નહિ મળે અને સફાઈ વ્યવસ પણ ઠપ્પ કરતા લોકોને અગવડતા ભોગવવી પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.