Abtak Media Google News

મોટી સંખ્યામાં વેપારીઓ, સામાજીક કાર્યકરો, રાજકીય આગેવાનો અને સમાજ-સેવકો હાજર રહ્યાં

સ્ટેશન ખાતે કેશોદ ડીવાયએસપી જે.બી.ગઢવીના અધ્યક્ષ સ્થાને શહેરના આગેવાનો, વેપારીઓ, રાજકીય આગેવાનો સાથે આજે લોક દરબાર અને સીસીટીવી કેમેરા લગાવવાની મીટીંગ મળી હતી. આ મીટીંગમાં ખુબ જ બહોળા પ્રમાણમાં વેપારીઓ, સામાજિક કાર્યકરો, રાજકીય આગેવાનો, સમાજ સેવકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા છે.

જે.બી.ગઢવીએ જણાવ્યું હતું કે, થોડાક સમય પહેલા માણાવદરના ખાંભલા ગામ પાસે આંગડીયાના રોકડ રૂપિયાની લુંટ થઈ હતી તે લુંટ સીસીટીવી કેમેરાની મદદથી આ ગુન્હો ઉકેલાયો હતો. હાલ દરેક પોલીસ સ્ટેશનમાં સ્ટાફની અછત તથા ફરજના ભારણને ધ્યાનમાં રાખી ટેકનીકલ સર્વેલન્સની ખુબ જ જરૂરીયાત છે. તે બાબત ઉપર વધારે ભાર મુકેલ હતો. હાલ શરૂઆતમાં ૩૬ કેમેરાઓ ઈનસ્ટોલ કરવા બાબતે સર્વે સંમતિથી આ કેમેરાઓ માણાવદરના આવક-જાવક પોઈન્ટ ઉપર મુખ્ય બજારોમાં અગત્યના ચોકોમાં, પબ્લીક પેલેસમાં લગાવવાનું નકકી થયેલ છે.

આ લોક દરબારમાં મુખ્ય બે પ્રશ્નો ઉઠયા હતા. સિનેમા ચોક અને શાકમાર્કેટમાં ટ્રાફિક પોઈન્ટ મુકવા અને ગામમાં રખડતા ઢોરનો ત્રાસ પ્રથમ પ્રશ્નના જવાબ આપતા ગઢવીએ જણાવ્યું હતું કે, હાલમાં શાકમાર્કેટ વિસ્તારમાં હોમગાર્ડ જવાન મુકવામાં આવશે અને પીએસઆઈ વાજા પણ દિવસમાં બે-ત્રણ વખત આ રોડ ઉપર પેટ્રોલીંગ કરશે અને ટાઉન બીટના માણસો પણ આ રોડ ઉપર દરરોજ પેટ્રોલીંગ કરશે તેવી સુચના આપવામાં આવી છે અને ટ્રાફિક બ્રિગેડના સ્ટાફની માંગણી માટે રીપોર્ટ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આ લોક દરબારમાં ન.પા.પ્રમુખ જગમાલભાઈ હુંબલ, જયદીપ બરવાડીયા (શીતલ આઈસ્ક્રીમવાળા) જયેશભાઈ વાછાણી, આકાશ પટેલ, રવિ બાલાસરા, મેહુલ માણાવદરીયા, જીતુ પનારા, હરીભાઈ ભુત, મેરામણ ઓડેદરા, ગીતાબેન મકવાણા, જગુ પટેલ, ગોપાલભાઈ ઝાલાવાડીયા, નિમેષ રાવલ, અનિલભાઈ ગાથા વગેરે હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.