Abtak Media Google News

મોરબીના મહેન્દ્રનગર પાસે ગૌસેવકની કાર પર થોડા દિવસો પહેલા બે અજાણ્યા શખ્સોએ ફાયરીગ કર્યાના ચકચારી બનાવમાં એલસીબીની તપાસમાં ખુદ ફરિયાદી કહેવાતો ગૌસેવક આરોપી હોવાનો ભાંડાફોડ થયો હતો, ગૌસેવકે જ પોતાની ગેરકાયદે રહેલી ગૌશાળા બચાવવા માટે ભાડૂતીમારાની મદદથી અન્ય જગ્યાએ કારમાં ફાયરીગ કરી આ સ્થળે ઉભી રાખીને પોતાના પર ફાયરીગ કર્યાની ખોટી સ્ટોરી ઉપજાવી કાઢી હોવાનો પોલીસની તપાસમાં પર્દાફાશ થયો હતો.પોલીસે હાલ ગૌસેવક સહિત ચાર શખ્સોને ઝડપી લીધા છે.

પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલી પોતાની નિરાધાર ગૌશાળા પાસે ગૌરક્ષક દિનેશભાઇ રામજીભાઈ લોરીયા ગત તા.12 ફેબ્રુઆરીએ પોતાની સ્કોર્પિયો કારમાં બેઠા હતા,તે સમયે બે અજાણ્યા cબાઇકમાં આવી અને તેમની કારમાં ચાર રાઉન્ડ ફાયરીંગ કર્યા હોવાનો બનાવ બી ડિવિઝન પોલીસ મથકમાં જાહેર થયો હતો, ગૌરક્ષકે પોતાના પર જાન લેવા હુમલાનો પ્રયાસ થયાની ફરિયાદ નોંધાવી હતી.આથી બી ડિવિઝન અને એલસીબીએ આ બનાવની પ્રાથમિક તપાસ કરતા જ આ બનાવ શંકાસ્પદ લાગ્યો હતો તેથી એસ.પી ડો.કરનરાજ વાધેલાના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઇ વી બી.જાડેજા, પીએસઆઇ આર.ટી.વ્યાસ સહિતના એલસીબી સ્ટાફે આ બનાવની ગહનતાથી તપાસ કરતા ગોસેવક જ ખુદ આરોપી હોવાનો ભાંડાફોડ થયો હતો.

આ ગૌસેવકની મહેન્દ્ર નગર પાસે જે ગૌશાળા આવેલી છે તે ગેરકાયદે છે.ગૌશાળાની પાછળ ટાઉનશીપ બને છે.તેનો રસ્તો ગૌશાળામાંથી નીકળે છે.તેથી આ ગેરકાયદે રહેલી ગૌશાળા હટાવવાની હિલચાલ થતા ગૌસેવકે 15 દિવસ અગાઉ પોતાના પર હુમલો થાય તેવી પોલીસના અરજી આપી ને આ તુર્ત કર્યું હતું.પોલીસે હાલ ગૌસેવક દિનેશભાઇ લોરીયા તેમજ ભચાઉના ચાર શખ્સો ઈબ્રાહીમ ઇસ્માઇલ તરાયાં, સિકંદર ઓસમાણ તરાયા, સિકંદર ઇસ્માઇલ તરાયા, અબ્દુલ ઇશમાઇલ તરાયાને દેશી તમચા સાથે ઝડપી લીધો છે તેમજ અરોપી અશ્વિન પરમારને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.