Abtak Media Google News

આંકડાશાસ્ત્ર ભવને વૈશ્ર્વિક સુવિધા ઉપલબ્ધ કરીને સૌરા.યુનિ.ની યશકલગીમાં પીછું ઉમેર્યું છે: ડો.નીલાંબરી દવે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર ભવનની વેબસાઈટ કુલપતિ ડો.નીલામ્બરીબેન દવેના હસ્તે લોન્ચ કરવામાં આવી હતી. જેમાં કુલપતિએ ઉદબોધનમાં જણાવ્યું હતું કે, આંકડાશાસ્ત્ર ભવન દ્વારા બનાવવામાં આવેલી આ વેબસાઈટ વિદ્યાર્થીઓને ખુબ જ ઉપયોગી થશે તેમજ વિશ્ર્વના કોઈપણ ખૂણેથી વિદ્યાર્થીઓ તેમજ અન્ય લોકો વેબસાઈટના માધ્યમથી આંકડાશાસ્ત્ર ભવનના સંપર્કમાં રહી શકશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આંકડાશાસ્ત્ર ભવને વૈશ્ર્વિક સુવિધા ઉપલબ્ધ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની યશકલગીમાં પીછું ઉમેયુર્ં છે અને તે બદલ તેઓએ ભવનના અધ્યક્ષ પ્રોફેસર ગીરીશ ભીમાણી તેમજ સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

આંકડાશાસ્ત્ર ભવનના અધ્યક્ષ પ્રોફેસર ગીરીશ ભીમાણીએ ઉપસ્થિત તમામ મહાનુભાવો અને વિદ્યાર્થીઓને આવકાર્યા હતા અને વેબસાઈટ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, વેબસાઈટ માટેનું ક્ધટેન્ટ તૈયાર કરવા માટે ત્રણ મહિના સુધી અથાગ મહેનત કરવામાં આવી હતી. વેબસાઈટ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આંકડાશાસ્ત્ર ભવન વિશ્ર્વ ફલક પર છવાઈ જશે. વેબસાઈટ ઉપર ભવનમાં ઉપલબ્ધ અભ્યાસક્રમો, અભ્યાસક્રમોની ઉપયોગીતા, અભ્યાસક્રમોના સમયગાળો, ટીચિંગ અને નોન-ટીચીંગ સ્ટાફની વિગત, ભવનમાં ઉપલબ્ધ સંશોધનની સગવડ, પીએચડી અભ્યાસ પુરો કરેલ વિદ્યાર્થીઓના થીસીસના નામે પલેસમેન્ટ થયેલા વિદ્યાર્થીઓના ફોટા સાથેની વિગત વિશ્ર્વ વિખ્યાત સંસ્થાઓના પ્રસિઘ્ધ સંશોધકો અને પ્રોફેસર્સના વિડીયો લેકચર્સ ઓનલાઈન જોવાની તેમજ ડાઉનલોડની સુવિધા, ફોટો ગેલેરી તેમજ સુચનો આપવાની વગેરે સુવિધા ઉપલબ્ધ છે. અંતે તેમણે જણાવ્યું હતું કે, કોઈપણ વ્યકિત વેબસાઈટના માધ્યમથી આંગળીના ટેરવે આંકડાશાસ્ત્ર ભવનની સુવિધા અને વિગત વિશ્ર્વના કોઈપણ જગ્યાએથી મેળવી શકાશે.

આંકડાશાસ્ત્ર ભવનના પ્રોફેસર કિશોર આટકોટીયાએ વેબસાઈટનું લાઈવ ડેમોસ્ટ્રેશન આપી વેબસાઈટનું URL http://statsu.info/  છે. આ સમારોહમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો.ધીરેન પંડયા, આઈ.કયુ.એ.સી.ના કોઓર્ડીનેટર ડો.આલોક ચક્રવાલ, ચીફ એકાઉન્ટ ઓફિસર ડો.કે.એન.ખેર, ચીફ ઓડિટર લીનાબેન ગાંધી, પ્લેસમેન્ટ એન્ડ ડેવલોપમેન્ટ ઓફિસર ડો.મનીષ ધામેચા, કોમ્પ્યુટર સેન્ટરના ડાયરેકટર ડો.પિયુષ ગોસ્વામી, પરીક્ષા નિયામક અમિત પારેખ, ફિલોસોફી ભવનના અધ્યક્ષ ડો. એસ. એસ. શર્મા, આંકડા અધિકારી આરતીબેન ઓઝા, આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર ડો. જી. એન. ગજેરા, ડો. સી. એમ. કાનાબાર, ભવનના તમામ વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ વીઝીટીંગ પ્રાધ્યાપકોએ ઉપસ્થિત રહીને ભવનના અધ્યક્ષ પ્રોફેસર ગીરીશ ભીમાણી અને ભવનની ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને વેબસાઈટની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આસીસ્ટન્ટ પ્રોફેસર કુ.ઉર્વી રાઠોડે કર્યું હતું. તેમજ આભાર દર્શન આસીસ્ટન્ટ પ્રોફેસર કુ.ફેનલ કચ્છીએ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.