Abtak Media Google News

પ્રસિદ્ધ ગુજરાતી કહેવત “મન હોય તો માળવે જવાય’ ગોંડલ પીજીવીસીએલના કર્મચારીઓએ સિદ્ધ કરી છે. આઠ પીજીવીસીએલ કર્મચારીઓની ટુકડીએ 12,500 ફૂટની ઊંચાઈએ રાષ્ટ્રધ્વજ તિરંગો ફરકાવ્યો છે. હાલમાં શિયાળાની કડકડતી ઠંડીમાં તેઓ પગપાળા ચાલીને ઉત્તરાખંડના મસુરીથી કેદારકાંઠા પહોંચ્યા હતા. રસ્તામાં અનેક મુશ્કેલીઓ પડે છતાં તેમણે હાર માની ન હતી અંતે તેમની થતા 12,500 ફૂટની ઊંચાઈએ રાષ્ટ્રધ્વજ ફરક્યો હતો.

શિયાળાની કડકડતી ઠંડીમાં કર્મચારીઓની પગપાળા મસુરીથી કેદારકાંઠાની યાત્રા

ગોંડલથી મિલનભાઈ એરડા (જુનિયર આસિસ્ટન્ટ – મીટર રીડર), ઉપલેટાથી હિતેશ સૂવા, વરૂણ સૂવા, નટવરભાઈ ભૂવા, વિશાલ સોજીત્રા, રમેશ વાઢેર, ચીરાગ વડસોડા અને કમલેશ વરૂ સહિતના કર્મચારીઓ ટ્રેકિંગમાં જોડાયા હતા.

ગોંડલ અને ઉપલેટા ઙૠટઈક માં નોકરી કરતા આઠ કર્મચારીઓ ટ્રેકિંગ કરવા ગયા હતા. ગત તા.14 ડિસેમ્બરના રોજ ગોંડલથી ઉતરાખંડ જવા રવાના થયા હતા. ગત 17 તારીખથી ઉતરાખંડના મસૂરીથી સવારે ટ્રેકિંગની શરૂઆત કરી હતી. આઠ લોકો ગત 21 તારીખે વહેલી સવારે 6.15 કલાકે કેદાર કંઠા પોહચ્યા હતા. હિમાલયમાં વર્ષમાં એક વાર વિન્ટર ટ્રેકિંગ થાય છે. વિન્ટર ટ્રેકિંગ દરમિયાન માઇન્સ 6 થી 8 ડીગ્રી માં હાડકા ગાળી નાખતી ઠંડીમાં ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું.

માઇનસ તાપમાનમાં રાત્રે રોકાણ માટે ખાસ પ્રકારના ટેન્ટની વ્યવસ્થા

ટ્રેકિંગ કરતી સમયે રાત્રી રોકાણ માટે ખાસ પ્રકારના વેધર પ્રુફ ટેન્ટની પણ વ્યવસ્થા ટઇંઅ (યુદ્ધ હોસ્ટેલ એસોસિએશન) દ્વારા કરવામાં આવે છે. આ ટેન્ટમાં બરફ વર્ષા વચ્ચે પણ બચી શકાય છે. મસૂરીના જમીન લેવલથી કેદાર કંઠા 12500 ફૂટ ઉંચાઈ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે. ટેન્ટ વોટર પ્રુફ હોવાથી બરફ વર્ષાની પણ ચિંતા રહેતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.