Abtak Media Google News

સોની સબ પર શુભ લાભ- આપકે ઘર મેંએ તેની વિચારપ્રેરક અને સહભાગી વાર્તા સાથે દર્શકોનાં મનમાં વિશેષ સ્થાન જમાવી દીધું છે. ગીતાંજલી ટીકેકર, છાવી પાંડે અને તનિશા મહેતાની મુખ્ય ભૂમિકામાં શો મધ્યમ નાના શહેરના પરિવારો પર કેન્દ્રિત છે અને હળવાફૂલ વલણ અને મુશ્કેલીઓ સાથે યોગ્ય માર્ગે કઈ રીતે ચાલવું તેની પર પ્રકાશ પાડે છે. કલાકારો અને ક્રુને દર્શકો પાસેથી મળી રહેલા પ્રેમ અને વહાલને ધ્યાનમાં લેતાં  શોએ 100મો એપિસોડ પૂરો કરતાં ભવ્ય ઉજવણી આવી રહી છે.

સવિતાની ભૂમિકા નિભાવતી ગીતાંજલી ટીકેકરે આ સિદ્ધિ વિશે જણાવ્યું કે હું હંમેશાં જાણતી હતી કે આ અત્યંત વિશેષ પ્રોજેક્ટ છે અને હું મારી પર વિશ્વાસ બતાવવા માટે અને સવિતા જેવી ભૂમિકા મને આપવા માટે તેમના આભાર માનું તેટલા ઓછા છે. વાર્તા અજોડ છે. ટેલિવિઝન પર અગાઉ ક્યારેય જોવા મળી નથી અને મને હંમેશાં તેની પર વિશ્વાસ રહ્યો છે. 100 એપિસોડ સફળતાથી પૂરા કરતા પર અમને દર્શકો પાસેથી મળેલા પ્રેમ અને સરાહના માટે બહુ જ ગૌરવની અને આભારની લાગણી થાય છે. હું બધા કલાકારો અને ક્રુ વતી આ સિદ્ધિ સુધી પહોંચવામાં અમને મદદ કરી તે માટે દર્શકોનો આભાર માનું છું.

મા લક્ષ્મીની ભૂમિકા ભજવતી છાવી પાંડે આ રોમાંચ વિશે જણાવે છે, મને લાગે છે કે દરેક કલાકાર શો સફળતાથી ચાલે તેવું સપનું જોતા હોય છે અને આ સપનાં જીવવા તે વધુ અદભુત લાગે છે. અમારા શોને રાષ્ટ્રભરના દર્શકોએ પ્રેમ આપ્યો તે બદલ બહુ જ ગૌરવ અને ખુશીની લાગણી થાય છે અને તેમના એકધાર્યા પ્રેમને લીધે જ અમને શ્રેષ્ઠતમ કામ કરવા પ્રેરણા મળે છે. મારું પાત્ર દિવ્યા અને મા લક્ષ્મી હંમેશાં મારા મનની નજીક રહેશે. એવું ગૌરવ સાથે કહી શકું છું. અમારે માટે ટીમ તરીકે 100 એપિસોડ પૂરા કર્યા તે અત્યંત વિશેષ અવસર છે. અમારો શો 300 એપિસોડ પાર કરે અને વધુ ભવ્ય ઉજવણી કરીએ તે જોવાનું ગમશે.

શ્રેયાની ભૂમિકા ભજવતી તનિશા મહેતાએ જણાવ્યું હતું કે મને એવું લાગે છે કે શ્રેયા તરીકે હજુ ગઈકાલે જ શો સાથે જોડાઈ છું અને શુભ લાભ માટે શૂટિંગ શરૂ કર્યું છે. આ પ્રવાસ રોમાંચક રહ્યો છે અને મને હંમેશાં ભરપૂર ગૌરવની લાગણી થતી રહેશે. મને ખુશી છે કે અમે બધા કલાકારો અને ક્રુ સાથે આ યાદગાર અવસરને ઊજવીશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.