Abtak Media Google News

અમદાવાદમાં કરોડોના ખર્ચે સાર્વજનિક મેડિકલ સેન્ટરમાં  કુમુદબેન ન્યાલચંદ વોરા નામકરણ વિધિ

 

Advertisement

 

કાઠિયાવાડ સ્થાનકવાસી  જૈન સમાજ- અમદાવાદના ઉપક્રમે  બોડકદેવમાં ભાસ્કરરાય પંડયા હોલ ખાતે  15 કરોડના ખર્ચે બોપલમાં નિર્માણાધીન લાભુબેન  હિંમતલાલ  કપાસી -ધર્મસંકુલ અંતર્ગત વીણાબેન  ભૂપતલાલ ખેતાણી-ધર્મનાથ ઉપાશ્રય, હસુમતીબેન પોપટલાલ ધોળકીયા, આયંબીલ  ભવનનું નિર્માણ ચાલુ છે. જેમાં ચોથા માળે સાર્વજનિક મેડીકલ  સેન્ટરમાં  કુમુદબેન ન્યાલચંદ  વોરા  મોરબી નિવાસી  નામકરણ વિધિ દાતા  પરિવારના અરૂણભાઈ પ્રદીપભાઈ, જગદીશભાઈ વોરા પરિવારના  હસ્તે  આરૂગ્ગ  બોહિલા ભંના જયનાદે  કરવામાં આવેલ.

સમારોહ મધ્યે સુપર ડુપર  આત્મા વ્યાખ્યાન   સંગ્રહની  લોકાર્પણ વિધિ મનીષ ખેતાણી, રાજુ કેસ્ટ્રોલવાળા,  વિનુભાઈ કપાસી,  વોરા,  ધોળકીયા વગેરેના  હસ્તે સુપર ડુપર આત્મા બની જા પરમાત્માના જયઘોષે કરવામાં આવેલ.

ધર્મસભામાં વિશાળ  સંખ્યામાં  ઉપસ્થિત  ભાવિકોને  સંબોધતા  ગુરૂદેવે જણાવેલ કે જીવનમાં દરેક કાર્યને સફળ કરવા  ગુડવીલ, ગુડવીસ અને ગુડવર્ક  અતિ જરૂરી છે.  આ ત્રણ હશે તો  દાન સામેથી આવ્યાવિના  રહેશે નહિ.

શ્રી કુમુદબેન   પ્રવીણચંદ્ર મહેતાએ વૈયાવચ્ચ રૂમનો 15 લાખમાં તેમજ જોઈસર વગેરે પરિવારે ભકતામર તકતીનો લાભ લઈને ઉત્સાહ    વધાર્યો હતો.

જીવદયા કળશનો લાભ વિશાળ મધુસુદન શેઠ  અને  કેસ્ટ્રોલવાલા પરિવારે લીધેલ.24 તીર્થકર નામાંકન ઘડિયાળ અલ્પ મૂલ્યનો લાભ હસુમતીબેન પોપટલાલ ધોળકીયા પરિવારે લીધેલ.

સમારોહ પ્રમુખ  દિલીપ ધોળકીયા,  તથા જગદીશ વોરા, વિનુ કપાસી, અરૂણ વોરા વગેરેએ શુભેચ્છા પ્રવચન કરેલ.

ડો.મનીષ અને ડો. અમીશીશાહ, ડો. હેતલ બેનાણી, વગેરેનું  સન્માન  કરાયું હતુ મંત્રી મેહુલ  ધોળકીયાએ  કાઠીયાવાડ ભવનની રૂપરેખા   રજૂ કરી  ડિસેમ્બર 2023માં  પૂર્ણ કરવાની બાંહેધરી આપી હતી  યુવા ટીમે જહેમત ઉઠાવી હતી અંતમાં સહુ  સ્માર્ટવર્ક કરોના ભાવથી ગૌતમપ્રસાદનો લાભ લઈ વિખરાય હતા.

પૂ.ગુરૂદેવ મણીનગરથી વિહાર કરી તા.8ને બુધવારે અલકાપુરી ઉપાશ્રય વડોદરા ખાતે સવારે 9.30 કલાકે પ્રવચન ફરમાવશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.