Abtak Media Google News

એલ.સી.બી.એ દરોડો પાડી 4452 બોટલ શરાબ અને મીની ટ્રક મળી રૂ. 24.16 લાખનો મુદામાલ કબ્જે

હળવદ મોરબી માળિયા ચોકડી પાસે  સાંદિપની પેટ્રોલ પંપની સામે રોડ પરથી બંધ બોડીની મિનિ ટ્રક ક્ધટેનર માંથી ઇંગ્લીશ દારૂની   કુલ. 4452 ઈંગ્લીશ દારૂની બોટલ,કુલ 19.16.160 નો ઈંગ્લીશ દારૂનો જથ્થો એલ.સી.બી. ઝડપી પાડયો હતો.

Advertisement

મળતી માહિતી મુજબ હળવદ માળીયા  ચોકડી પાસે આવેલ સાંદિપની પેટ્રોલ પંપ ની સામે મીની ટ્રક ક્ધટેનર ટ્રક નંબર જીજે 6 ડડ 9920  બંધ બોડી નું ક્ધટેનર ઊભું છે જે ક્ધટેનરમાં ચેક કરતા ગેરકાયદે રીતે  ઇંગલિશ દારૂ જથ્થો ભરેલ તેવી ચોક્કસ હકીકતના આધારે રેડ કરતા ટ્રકમાંથી જુદી જુદી ઇંગલિશ દારૂની બ્રાન્ડ ની બોટલો મળી   કી.રુ 19.16.160 અને મિનિ ટાટા ટ્રક રૂ.5.00.000 તથા અન્ય કુલ મુદ્દામાલ રૂ.24.16.160 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ માલ ક્યાંથી આવતો હતો કોનો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો અને આ બાબતની વધુ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. સમગ્ર મિશન પાર પાડવા મોરબી એલસીબીના પી આઈ  ડી.એમ ઢોલ, અને પીએસઆઇ કે જે ચૌહાણ,   સ્ટાફ પરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનિશિયન ની ટીમ આ કામગીરીમાં જોડાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.