હિંમતે મર્દા,તો મદદે ખુદા: માનવ કલ્યાણ મંડળ દ્વારા 300 ઓટો રીક્ષા મહિલાઓને આપવાનો અનોખો સંકલ્પ

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ.. સંઘર્ષ સાથે સિદ્ધિ હાંસિલ કરેલ અનેક મહિલાઓના કિસાઓ આપણી સમક્ષ આવ્યા છે ત્યારે રીક્ષા ચલાવી ને પરિવારનું ગુજરાન ચલાવતા મહિલાઓની જીવન ગાથા કંઈક અનોખી છે.મહિલાઓ પોતાના જીવનમાં અનેકવિધ સંઘર્ષ કરી ને આગળ આવી છે. કોરોનાના કપરા કાળમાં પણ હિંમત ન હારીને જાત મહેનતે અનેક પરિવારોનો આધાર બનેલી સ્ત્રીઓ સમાજ ને ઘણું શીખવી જાય છે. વાત કરીએ રાજકોટના મહિલા રીક્ષા ચાલક રેખાબેન જેઠવાની. રેખા બહેનને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. પતિના અવસાન બાદ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા રેખા બહેને કઠોર પરિશ્રમ કરી વિવિધ જગ્યાએ નોકરી કરી. કચરા વીણવાથી માંડી મોલમાં પણ રેખા બહેન કામ કરી ચુક્યા છે.

માનવ કલ્યાણ મંડળ છેલ્લા 25 વર્ષથી રાજકોટ શહેરમાં સેવાકીય પ્રવૃત્તિ કરે છે માનવ કલ્યાણ મંડળ ના ચેરમેન મુકેશભાઈ સહિતના ટ્રસ્ટીઓ પ્રમુખ અને અગ્રણીઓએ મહિલાઓ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી છે. ગુજરાતમાં સૌપ્રથમ જરૂરિયાત મહિલાઓને સીએનજી ઓટોરિક્ષા આપવાનો નિર્ણય માનવ કલ્યાણ મંડળે કરેલ. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સૌ પ્રથમ પાંચ ઓટો રીક્ષા જરૂરિયાત મહિલાઓને આપી અને બાદમાં સમગ્ર ગુજરાતમાં કુલ 31 સીએનજી રીક્ષા મહિલાઓને આપવામાં આવી.સૌ પ્રથમ ઓટો રીક્ષા ચલાવનાર રેખાબેન જેઠવા પોતાના પરિવારનું ગુજરાન હિંમતભેર ચલાવી રહી છે.

રીક્ષા ચલાવવા ઇચ્છુક મહિલાઓ ટ્રસ્ટનો સંપર્ક કરે, અમે રીક્ષા શીખવાડીશું અને આપીશું – મુકેશભાઈ મેરજા ( ચેરમેન, માનવ કલ્યાણ મંડળ )

માનવ કલ્યાણ મંડળ સંસ્થાના ચેરમેન મુકેશભાઈ મેરજાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ માત્ર એક જ દિવસ નહિ પરંતુ આખું વર્ષ આ દિવસની ઉજવણી કરવાનો સંકલ્પ કર્યો છે. સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધી 31 પિંક ઓટો રીક્ષા માનવ કલ્યાણ મંડળ આપી ચૂક્યું છે ત્યારે આવનારા એક વર્ષ સુધીમાં 300 ઓટો રીક્ષા આપી જરૂરિયાતમંદ મહિલાઓને પગભર કરવાનો અનોખો સંકલ્પ માનવ કલ્યાણ મંડળ આ તકે શાળાના આચાર્ય મનિષાબેન હિંગરાજીયા, યોગ કોચ ચેતનાબેન ગજેરા  વગેરેએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. તેમજ વધુ ને વધુ દીકરીઓ યોગ વર્ગનો લાભ લે તે માટે ટ્રેનર ડો. ખુશ્બુબેન ગરાળાએ અનુરોધ કર્યો છે.સભ્યોએ કર્યો છે. મુકેશભાઈએ જણાવ્યું હતું કે રીક્ષા ચલાવવા ઇચ્છુક મહિલાઓ માનવ કલ્યાણ ટ્રસ્ટનો સંપર્ક કરે, અમે રીક્ષા શીખવાડીશું અને આપીશું

પહેલા કચરો વિણતી , અત્યારે રોજના 600 કમાવ છું – રેખાબેન જેઠવા (રીક્ષા ચાલક)

મહિલા રીક્ષા ચાલક રેખાબહેને અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કચરો વીણવાથી માંડી અનેકવિધ કામો મેં કર્યા છે , માનવ કલ્યાણ મંડળ ના સહયોગ થી સીએનજી રીક્ષા મળી અત્યારે હું દરરોજ ના રૂપિયા 600 કમાઉ છું.છેલ્લા 25 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિમાં કાર્યરત માનવ કલ્યાણ મંડળ નામની સંસ્થાની મદદથી રેખા બહેનને પિંક ઓટો રીક્ષા મળી અને શરૂ થયો રેખા બહેનના જીવનનો એક નવો દોર.રેખાબેન જેઠવા એક જ માત્ર સંદેશો અન્ય મહિલાઓને આપવા માગે છે કે જીવનમાં કોઈ પણ વિકટ પરિસ્થિતિ હોઈ ક્યારે પણ આત્મહત્યા કરવાનો વિચાર ન કરવો જોઈએ. વિકટ પરિસ્થિતિનો હિંમતભેર સામનો કરીને સ્ત્રીઓ એક જગદંબાનું રૂપ છે એ ક્યારેય ન ભૂલવું જોઈએ.