Abtak Media Google News

માનવ શરીર માટે વાયરસ માત્ર નુકશાનકારક નહી પરંતુ, અનેક રીતે ફાયદાકારક પણ હોવાનું વૈજ્ઞાનિકોનું સંશોધન

વર્તમાન સમમાં કોરોના વાયરસના ચેપના કારણે વિશ્ર્વભરમાં લાખો લોકોના મૃત્યુ જયારે કરોડો લોકો સંક્રમિત થયા છે. જેથી સમગ્ર વિશ્વના લોકો વાયરસના નામથી ફફડવા લાગ્યા છે. અને દિવસે-દિવસે ભયનું બીજુ નામ વાયરસ બની ગયું છે. પરંતુ હકિકતમાં માનવ શરીર માટે વાયરસ ખૂબજ મહત્વપૂર્ણ છે. માનવ શરીરમાં લાખોની સંખ્યામાં વિવિધ પ્રકારના વાયરસો આવેલા હોય છે. આ વાયરસો આપણા શરીરની વિવિધ નિયમિત પ્રક્રિયાઓ ભાગ લઈને શરીરના વિકાસ માટે કાર્યરત હોય છે. જો આ વાયરસો શરીરમાં ન હોય તો મનુષ્ય જીવન આકય થઈ જાય તેમ છે.

લાંબા સમયથી વૈજ્ઞાનિકો માનવ શરીરના ડીએનએ પર સંશોધન કરી રહ્યા છે. તેઓએ શોધી કાઢ્યુંં છે કે ડીએનએમાં વાયરસ સક્રિય હોય છે માનવ જનીનમાં પણ લગભગ એક લાખ વાયરસ આવેલા હોય છે. તેમાંથી ડીએનએનો લગભગ ૮ ટકા ભાગ વાયરસ સિકવન્સથી બનેલો હોય છે. તેમ સ્ટેનફોર્ટના વાયરેત્લોજીસ્ટ જોન કેરેટે તેના સ્કોપ બ્લોગમાં જણાવ્યું છે કેટલાક વૈજ્ઞાનિકોના મત મુજબ માનવો ફકત વાયરસ દ્વારા નિયંત્રિત પ્રાણી છે. થોડા વર્ષો પહેલા સ્ટેન ફોર્ડના વૈજ્ઞાનિકોએ ૩ દિવસના માનવગર્ભનો અભ્યાસ કર્યો ત્યારે તેમાં આઠ કોષો જોવા મળ્યા હતા જેમાં તેના માતા પિતાના આનુવંશિક મટીરીયલ સાથે હયુમન એન્ડોજીનીયસ રેટરોવાયરસ કે (એચઈઆરવીકે) પણ જોવા મળ્યું હતુ.

આ એઈઆરવી કે વાયરસ માનવ શરીરનાં ડીએનએમાં બે લાખ વર્ષ પૂર્વેથી જોવા મળે છે. આ સેલ ભારે માત્રામાં વાયરસ પ્રોટીનથી બનેલા હોય છે. તેમ આ સંશોધન કરનારા વૈજ્ઞાનિકોમાના એક જોઅના યાસકાએ જણાવીને ઉમેર્યું હતુ કે આ કોષોમાં વાયરસ પ્રોટીન મટીરીયલ તરીકે ઓળખાતા વાયરસના ટુકડાઓ હોય છે. આ વાયરસ પ્રોટીન અન્ય વાયરસને ગર્ભમાં પ્રવેશતા અને નુકશાન પહોચાડતા અટકવે છે. જેમાં ફલુ જેવા રોગનો પણ સમાવેશ થાય છે. એવું માનવામાંવે છે કે આ પ્રોટીન વાયરસ નવજાત શિશુઓને કોરોના જેવા નવા વાયરસથી પણ સુરક્ષીત કરવામાં મદદ કરે છે. અગાઉ કેટલાક સંશોધકોએ એમ પણ જણાવ્યું હતુ કે વાયરસ પ્લેસેન્ટા બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સાથે સંશોધનકારો ત્વચા હાડકા કે અન્ય માનવ અંગો બનાવવામાં વાયરસની કોઈ ભૂમિકાછે કે કેમ? તે અંગેના સંશોધનમાં પણ રોકાયેલા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.