Abtak Media Google News

કેટલાક લોકો બિઝનેસ કરવામાં એટલા માહિર હોય છે કે આપણને એમ લાગે કે તે વ્યક્તિ શ્ર્વાસ લે તો તેમાંથી પણ બિઝનેસ થઇ શકે છે. આવી જ એક અભિનેત્રી છે. હુમા કુરેશી. સુંદરતાની સાથે- સાથે અભિનયમાં પણ કુશળ હુમા કુરેશીને બોલીવુડમાં પોતાને ગમતી સફળતાથી રાહ છે. પરંતુ તે પોતાની આવડત અને બિઝનેસ કુશળતાને લીધે પૈસા કમાવવાની બાબતમાં મોટા સ્ટાર કરતા પાછળ નથી.

તાજેતરમાં એક બહુ મોટા શોપિંગ મોલે હુમા કુરેશીને પોતાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. હુમા કુરેશી કઇ રીતે શોપિંગ કરે છે. અને મોલની અલગ-અલગ દુકાનોમાં હુમા ક્યા બ્રાન્ડેડ કપડા ખરીદે છે. એ જાણકારી માટે તેની સાથે એક ફોટોગ્રાફર રાખવામાં આવ્યો. હુમાના આ શોપિંગ કાંડને બીજા જ દિવસે મિડિયાએ રીલીઝ પણ કર્યુ. આના લીધે હુમાને પૈસાની સાથે-સાથે ઘણુ બધુ શોપિંગ પણ કરવા મળ્યુ. અને મોલવાળાનું સારુ માર્કેટિંગ થયુ એ તો અલગ. હુમા સુંદર હોવાને લીધે. તે પોતાની સુંદરતાને લાભ પણ લઇ લે છે. હાલમાં જ તેણે ફિલ્મી મેગેઝીન ફિલ્મ ફેર માટે ફોટોશુટ પણ કરાવ્યુ. આ ફોટોશુટમાં તે બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસમાં ખૂબ સુંદર દેખાય છે. તે સોશ્યલ મિડિયામાં પણ ચમકતી રહે છે. હુમા ક્યારેક શોર્ટ ફિલ્મોમાં તો ક્યારેક વિડિયો સોંગમાં પણ જોવા મળે છે. તેની છેલ્લી કેટલીક ફિલ્મો ફ્લોપ ગઇ હોવાથી તેને સારી ફિલ્મોનો ઇંતેજાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.