Abtak Media Google News

અબતક ચાય પે ચર્ચામાં દર વખતે સમાજ રાષ્ટ્ર અને માનવ સમાજને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થાય જેની માહિતી લોકોના જીવન પર અસર કરે તેવા મુદ્દાઓ ઉજાગર કરવામાં આવે છે આજે અબ તક ના આંગણે 21 મી સદીના આપણા દેશમાં ગામડું કેવું હોવું જોઈએ ?તેનું મોડલ બનાવનાર યુવા પ્રતિભા વિપ્ર ગોયલ દ્વારા મોઢેલ ગામ ની પરિકલ્પના અને તેના અમલની ચર્ચા કરવામાં આવી હતી

Advertisement

પ્રશ્ન: તમારી કલ્પના નું ગામડાનું આધુનિક મોડલ શું છે?

વિપ્ર ગોયલ: ભારતીય પ્રજાજનોની આકાંક્ષા અને સંપૂર્ણ ગામડાની પરિકલ્પના ના આધારે ગામડાનું આધુનિક મોડલ તૈયાર કરવામાં આવ્યું છે, હું જ્યારે ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલયમાં હતો ત્યારે અનેક રાજ્યો નો મેં પ્રવાસ કર્યો ત્યાં ગ્રામજન થી લઇ સરપંચ અને કલેક્ટર સુધીના સામાન્ય જનથી લઈ અધિકારી પદાધિકારીઓ સુધી મુલાકાત કરતા એક એવી વાત બહાર આવી કે આપણે આપણા ગામડાઓને સંપૂર્ણપણે સ્વનિર્ભર બનાવવા જોઈએ હવે એ સમય પૂરો થઈ ગયો છે કે એક ગામડું સરકારી ગ્રાન્ટ ની રાહ જોવે ગામડા પાસે પોતાના જ પુષ્કળ સંસાધન છે. ગામડા  સોળસો લાખ હેક્ટર ઉપજાવ જમીન છે જે વિશ્વમાં ક્યાંય નથી, 55 કરોડ પશુઓ છે, અને 92 કરોડથી વધુ ની માનવ શક્તિ ગામડામાં છે પરંતુ આ સંસાધનો નો અત્યારે યોગ્ય ઉપયોગ થતો નથી અને તેથી આજે ભારતના ગામડા ના ખેડૂતની સરેરાશ આવક માત્ર 11 રૂપિયા છે

જ્યારે G20 ના પ્રતિનિધિત્વ માં આપણે વિશ્વને આહવાન કર્યું છે કે આપણે સ્વચ્છ સુંદર અને હરિયાળુ ભવિષ્ય બનાવશું અને અમારા દરેક નિર્ણય અને કાર્યમાં પર્યાવરણનું જતન કેન્દ્રસ્થાને હશે સમગ્ર પૃથ્વીના સજીવોનું જતન સંવર્ધન કરીને વિકાસ કરવાની કલ્પના વિશ્વ સમાજને આપી છે.

રાજસ્થાનના નપાણીયા ગામોને પાણીદાર બનાવવાના અભિયાનમાં આત્મનિર્ભર ભારતના ભેખધારી વિપ્ર ગોયલ સફળ

દેશને આર્થિક મહા સત્તા બનવું હોય તો ગામડા સક્ષમ સધ્ધર અને સ્વાવલંબી બનવા જોઈએ

આપણે આ અંગે નો વિચાર તો રમતો મૂકી દીધો પરંતુ હકીકતમાં તેનો અમલ કેવી રીતે કરવો તે મનોમંથન આજના સમયની માંગ છે.

હવે આપણે એવું કામ કરવાનું છે કે જેનાથી દેશના ગામડાઓમાં વસતા સો કરોડ ભારતીયો નું જીવન બદલાઈ જાય.. અને ગામડાના મોડલમાં આજ પરિકલ્પના ને સાકાર કરવાનો પ્રયાસ છે, ભારત ની મોટાભાગની વસ્તી 6 લાખ ગામડાઓમાં વસે છે અને ભારતના પ્રત્યેક ગામડાને પાણી ઉર્જા અને રોજગારીમાં આત્મ નિર્ભર બનાવવાની જરૂર છે.

પ્રશ્ન: મોડેલ ગામ ની પરિકલ્પના માં દરેક ગામડા ને પાણી ઉર્જા અને રોજગારી માં કેવી રીતે સ્વાવલંબી બનાવી શકાય?

વિપ્ર ગોયલ: આખા દેશમાં આ ત્રણેય પરિબળોની પરિસ્થિતિ અલગ અલગ છે રાજસ્થાનમાં ભૂગર્ભજળ 140 ફૂટ નીચે ઉતરી ગયું છે આનું કારણ શું રાજસ્થાનના ગુગલના 90% સિંચાઈ માટે ઉલ્લેચી લેવાય છે તો અમે જળ સંરક્ષણ માટે દરેક ખેતરમાં ખેત તલાવડી બનાવવાનું આયોજન કર્યું અને ખેત તલાવડી પછી સૂર્ય ઉર્જા અને ગામડાને રોજગારીમાં આત્મનિર્ભર બનાવવાનું આયોજન કર્યું છે. ગામડાની પડતર જમીનનું નવસર્જન રોજગારી માટે ગામડાની પેદાશ દૂધ ગોબર શાકભાજી ફળફળાદી અને ખુરશી પેદાશો આધારે ઉદ્યોગ લગાવીને ગામડાને આત્મા નિર્ભર બનાવી શકાય

ગુજરાતમાં આ ક્ષેત્રે ખૂબ જ સારું કામ થઈ રહ્યું છે તેની સાપેક્ષમાં રાજસ્થાન ઘણું પાછળ છે ના રાજસ્થાન જેવા દેશના અનેક પછાત રાજ્ય છે કારણ કે ભારતમાં માત્ર બે ટકા વસ્તુનું જ મૂલ્ય સંવર્ધન થઈ શકે છે, જ્યારે અમેરિકા જેવા વિકસિત દેશો ઉત્પાદનના 98% માલનું મૂલ્ય સંવર્ધન કરી શકે છે સમગ્ર વિશ્વના કૃષિ બજારમાં ભારતનો માત્ર 2% જ ભાગ છે એટલે વિશ્વના 780 કરોડ લોકોની બજારમાં માત્ર બે ટકા જ બજાર ધરાવીએ છીએ અને આ માટે 6 લાખગામડાઓને સાથે લઈને ચાલવું પડે અને તેના માટે જ મોડેલ ગામની પરિકલ્પના બનાવવામાં આવી છે

પ્રશ્ન: મોડેલ ગામની પરિકલ્પનાની કામગીરી કયાં સુધી પહોંચી?

વિપ્ર ગોયલ: મોડેલ ગામ બનાવવાની શરૂઆત રાજસ્થાનથી કરવામાં આવી છે પાણીના કારણે રાજસ્થાનના જ ગામોમાંથ મોટા પ્રમાણમાં હિજરત થઈ છે અને ઘણા લોકો ગુજરાતમાં આવીને વસ્યા છે એટલે ગામડા તૂટતા બચાવવા માટે રાજસ્થાનમાં આ કામગીરી ને અગ્રતા આપવામાં આવી છે ,અને તમે એક ગામ મોડેલ બનાવ્યું છે જેમાં પ્રારંભિક તબક્કે એક કરોડ લિટર જળ સંરક્ષણ ક્ષમતા ખેતરોમાં વિકસાવી લીધી છે અને ખેતરે ખેતરે જળકુંડ બનાવી રહ્યા છીએ

દેશ આઝાદ થયું ત્યારે આપણા પાસે 75 લાખ કુવા હતા આજે આ સંખ્યા એક લાખ સુધી સીમિત થઈ ગઈ છે પ્રાચીન કુવાની સંસ્કૃતિ નષ્ટ થઈ રહી છે તો કેમ આપણે નવા કુવા ન બનાવીએ …દસ કરોડ ખેતરમાં 10 કરોડ કુવા બનાવીને વરસાદનું પાણી વહી જતું અટકાવવાનું આયોજન છે અમે એક એક ગામમાં 500 500 કુંડનું લક્ષ્ય રાખ્યું છે અને એક ગામમાં 25 ગુણ બનાવીને તૈયાર કર્યા છે.

અમારા આ અભિયાનને સાર્થક બનાવવા માટે એ બી ઈ એફ ની સ્થાપક ડોક્ટર નીલમ ગોયલ કે જેને પરમાણુ શૈલી ક્રાંતિના જનક તરીકે ઓળખવામાં આવે છે તેમણે આ અભિયાન હાથ ભર્યું છે અને તમારે તેમની પરમાણુ શૈલી આજે જલસેલી બની ગઈ છે

નીતિ આયોગ સરકારના સલાહકાર હવે એ બી ઈ એફ સહિતની જવાબદારી નું સફર કેવો રહ્યો?

વિપ્ર ગોયલ: મારુ પ્રારંભિક શિક્ષણ આઇઆઇટી ખડકપુર મા જ્યારે મારું ખરું ઘડતર લોક સંવાદ અને સરપંચ સહિત સહિતના કલેકટર અને સરકારી સંસાધનો સાથે સંકલનમાં રહીને મારું ઘડતર થયું છે કોઈની ભૂલ કાઢ્યા વગર શિખામણ આપ્યા વગર કોઈને નડતર કર્યા વગર  આપણું કામ આગળ વધારવા નું અમે શીખ્યા છીએ.. મહાભારતમાં અર્જુન જ્યારે પરિવાર સામે શસ્ત્ર વાપરવા અટકાયા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું કે અત્યારે લક્ષ્ય ધ્યાનમાં રાખવો આ રીતે અમે પણ દેશ હિતનું લક્ષ્ય રાખીને આગળ વધી રહ્યા છીએ.. સીતા માતા ને પણ અગ્નિ પરીક્ષા આપવી પડી હતી.

ધર્મ શું છે?

ધર્મ એટલે આપણા અસ્તિત્વ ટકાવવા અને આગળ વધારવા માટે જે નિયમ બનાવવામાં આવે છે તેને ધર્મ કહેવાય આજના યુગમાં હવે ભૂગર્ભજળ ખતમ થઈ રહ્યું છે

હાલના સમયમાં  પ્રદુષણ ખૂબ વધી રહ્યું છે. માનવ જીવન પણ હાલ સંકટમાં છે. પ્રદૂષણમાં ઘટે તે માટે તમામે પ્રયત્ન કરવા જોઇએ

ધર્મમાં પણ પ્રકૃતિ અંગે વાત કરવામાં આવી છે. સમય મુજબ પરંપરામાં પણ ફેરફાર થયો છે. ભારત દેશ વિકાસમાં હરણફાળ પ્રગતિ કરી રહ્યો છે. ત્યારે G20 ની શરૂઆત આવનર ભવિષ્ય માટે ખૂબ જ અસરકારક નીવડશે.

આજના યુવાનોના અનેક પ્રશ્ર્નો છે.  કંપનીઓમાં નોકરી કરવા છતાં પણ ખુશ નથી તેવું કહેતા હોય છે. ગામડાઓમાં પણ અનેક ઉદ્યોગ થય શકે છે. જે ગ્રામ્ય વિસ્તારમાં ધાન્ય કે અન્ય વધુ ઉત્પાદન થતું હોય તેમાં પ્રયત્ન કરી. ગ્રામ્ય વિસ્તારમાં કંપની સ્થાપી અનેક રોજગારીની સવલતો ઉભી કરી શકાય છે. ગ્રામ્ય વિસ્તાર દૂધનું વધું ઉત્પાદન થતું હોય છે તો દૂધ ઉત્પાદક મંડળી સ્થાપી તેના મારફત અનેક લોકોને રોજગારી મળશે. ગાયના ગોબર માંથી બાયોગેસ પ્લાન્ટ કરી શકાઈ છે ગ્રામ્ય વિસ્તાર માં નાના એવા ઉદ્યોગ સ્થાપી યુવાનોને રોજગારી આપવી શકાઈ છે.  રાજસ્થાનમા 11 લાખ થી વધું રોજગારી અપવવાનો પ્રયત્ન છે.  એટોમિક પાવર ઇવોલ્યુસન અવરનેશ ફાઉન્ડેશન જેની સ્થાપના પરમાણુ ક્રાંતિના ઉદ્દેશ માંટે થય હતી.  નાના માં નાની બાબત પણ ક્યારેક વિશાળ બની જાય છે. એક નાનો પ્રયત્ન આવનાર ભવિષ્યમા ફાયદારૂપ નીવડે છે. અમારો પ્રયત્ન ગામ પૂરતો સીમિત નથી. ભારતમા સાળા ત્રણ લાખ કરોડ રૂપિયા ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે સરકાર ફાળવે છે.  આ બધા પૈસા રોડ રસ્તા, શૌચાલય, સ્વછતામાં વપરાય છે. તેમાંથી અડધા પણ પૈસા આજીવિકાના વિકાસ માટે ઉપયોગ થાય તો અનેક લોકોને રોજગારી મળી શકે છે. જેથી ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ, આરોગ્યની સુવિધા સૂદ્રઢ થશે.

રાઈટ બંધુઓએ જ્યારે પહેલું પ્લેન બનાવ્યું હતું ત્યારે તેનામાં જુસો હતો કઈક કરવાનો તો તે જ ગ્રામ્ય વિસ્તારના યુવાનોને યોગ્ય માર્ગદર્શન આપી જીવનમાં આગળ વધે તે માટેના પ્રયત્ન કરવા જોઈએ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.