Abtak Media Google News

 ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી રશીદ લતીફ પાકિસ્તાનમાં માર્યો ગયો

Pathankot

આંતરરાષ્ટ્રીય ન્યુઝ

ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી રાશિદ લતીફને ઠાર કરવામાં આવ્યો છે. તે પાકિસ્તાનમાં છુપાયો હતો. તેને અજાણ્યા હુમલાખોરોએ ગોળી વાગી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. રશીદ લતીફ પઠાણકોટ હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો.

2 જાન્યુઆરી 2016ના રોજ પંજાબના પઠાણકોટમાં થયેલા હુમલાનો માસ્ટરમાઇન્ડ શાહિદ લતીફ હતો. આ સિવાય શાહિદ ઈન્ડિયન એરલાઈન્સના પ્લેનના હાઈજેકમાં સામેલ હતો

NIAએ શાહિદ વિરુદ્ધ UAPA હેઠળ કેસ નોંધ્યો હતો

Nia India

પઠાણકોટ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ શાહિદ લતીફને પાકિસ્તાનમાં ઠાર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, સિયાલકોટમાં અજાણ્યા હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. તમને જણાવી દઈએ કે આતંકી રાશિદ લતીફ ભારતમાં પણ મોસ્ટ વોન્ટેડ હતો. ભારત સરકારે તેને આતંકવાદીઓની યાદીમાં સામેલ કર્યો હતો. NIAએ તેમની સામે UAPA હેઠળ કેસ નોંધ્યો હતો. તમને જણાવી દઈએ કે વર્ષ 2016માં જૈશના આતંકીઓએ પઠાણકોટના એરબેઝ પર હુમલો કર્યો હતો. જેમાં સાત જવાનો શહીદ થયા હતા.

પાકિસ્તાની મીડિયા અનુસાર, સિયાલકોટની બહારની એક મસ્જિદમાં આતંકી શાહિદની હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરો મોટરસાઇકલ પર આવ્યા હતા અને ગોળીબાર કરીને ફરાર થઇ ગયા હતા. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.

પઠાણકોટમાં આતંકી હુમલા બાદ 72 કલાક સુધી ઓપરેશન ચાલ્યું હતું. જેમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. બાદમાં પાકિસ્તાને તેનો મૃતદેહ સ્વીકારવાનો પણ ઈન્કાર કરી દીધો હતો. તપાસ બાદ જાણવા મળ્યું કે શાહિદ લતીફે તે આતંકીઓને હથિયાર અને અન્ય મદદ પૂરી પાડી હતી. લતીફની પણ 1996માં ડ્રગ્સ સ્મગલિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તે જૈશનો આતંકવાદી હતો. મૌલાના મસૂદ અઝહરના આદેશ પર તેણે પઠાણકોટમાં હુમલાની યોજના તૈયાર કરી હતી.

2010માં તેને જેલમાંથી મુક્ત કરીને પાકિસ્તાનને સોંપવામાં આવ્યો હતો. તે દરમિયાન 20 અન્ય આતંકવાદીઓને પણ વાઘા બોર્ડર દ્વારા પાકિસ્તાનને સોંપવામાં આવ્યા હતા. આ પહેલા પણ આતંકીઓએ લતીફને બચાવવાનો પ્લાન બનાવ્યો હતો. કંદહાર પ્લેન હાઇજેક વખતે પણ આતંકીઓએ તેની મુક્તિની માંગ કરી હતી. તે સમયે 189 મુસાફરોના બદલામાં મસૂદ અઝહરને મુક્ત કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.