Abtak Media Google News

સફરજન, બદામ, અખરોટ, દાળ જેવી ચીજવસ્તઓ પર ભારત સરકારે વધારી ડયુટી

અમેરિકા દ્વારા ભારતીય ખેત ઉત્પાદનો સામે આયાત ઉપર લગાવવામાં આવેલી ડયુટીના જવાબમાં ભારતે પણ અમેરિકાથી આવતા ખાદ્ય ખોરાકમાં ડયુટી વધારવાથી ભારતને ૬૦૦૦ કરોડનો ફાયદો થશે. વાત કરવામાં આવે તો અમેરિકાથી હાલ બદામ, દાળ, સફરજન જેવી અનેક ચિજ-વસ્તુઓ ભારત દ્વારા આયાત કરવામાં આવી રહ્યું છે. ત્યારે એક રિપોર્ટ અનુસાર અમેરિકાથી કરવામાં આવતી આયાતથી ભારતને ૬૦૦૦ કરોડનો ફાયદો થશે.

વાત કરવામાં આવે તો ગયા વર્ષે ભારતે અમેરિકાથી આવતી બદામ, સફરજન, અખરોટ અને દાળ પર આયાત ડયુટી વધારી હતી. જેને લઈ અમેરિકી પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમીનીયમની ચિજ-વસ્તુઓ પર આયાત ડયુટી લગાડી હતી. ત્યારે ભારત એકમાત્ર એવો દેશ છે જે ડયુટી વધારવા માટે મોડુ કરી રહ્યું છે. જેને લઈ ડયુટી વધારવાનું એલાન છ માસ પૂર્વે જ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે ગયા વર્ષના ઓકટોમ્બર મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ટેરીફ કિંગ ગણાવ્યા હતા અને તેઓએ આરોપ પણ લગાવ્યો હતો કે, ભારતે અમેરિકાથી આવતી વસ્તુઓ પર આયાત ડયુટી લગાવી છે.

જણાવી દઈએ તો ચીન, કેનેડા, યુરોપ યુનિયન, સાઉદી અરબ અને ટર્કીએ પણ અમેરિકી ખાદ્ય ખોરાક વસ્તુઓ પર ડયુટી લગાડવાની ઘોષણા કરી છે. આ તમામ દેશોએ અમેરિકાના કૃષિ ઉત્પાદનો ઉપર આયાત શુલ્ક વધારી દીધો છે. ૨૩ માર્ચ ૨૦૧૮ના રોજ યુનાઈટેડ સ્ટેટે સ્ટીલના આયાત પર ૨૫ ટકા અને એલ્યુમીનીયમના આયાત પર ૧૦ ટકા ટેકસ લગાવ્યો હતો. જેના પ્રત્યુત્તરમાં ઘણા ખરા દેશોએ અમેરિકાથી આવતી ચિજ-વસ્તુઓ ઉપર ડયુટી પણ વધારી દીધી છે જેને લઈ ટ્રમ્પ સરકાર આ તમામ દેશો સાથે વાતચીત પણ કરી રહી છે અને અનેક વખત આયાત ડયુટી લગાડવાની તારીખને પણ બદલી આપવામાં આવી છે જે હવે ૩૧ જાન્યુઆરી ૨૦૧૯થી લાગુ કરવામાં આવશે.

ભારત સરકારે અમેરિકાથી આવતા સફરજન ઉપર ૩૦ ટકા આયાત ડયુટી લગાવી છે જેના જવાબમાં અમેરિકી સરકારે વ્યાપાર સહયોગ પેકેજનું એલાન કરી જે ડયુટી ભારત સરકાર દ્વારા લગાડવામાં આવી છે તેને મહદઅંશે ઓછી કરવાનો પ્રયાસ હાથ ધરી રહી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, આયાત ડયુટી વધારવાથી અમેરિકી સરકાર કેટલા અંશે પોતાની ડયુટી જે સ્ટીલ અને એલ્યુમીનીયમ પર લગાવી છે તેને ઓછી કરી શકે છે કે કેમ તે આવનારો સમય જ જણાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.