Abtak Media Google News

શહેરી વિકાસ મંત્રાલય દ્વારા સ્વચ્છતા રેન્કિગ-૨૦૧૭ જાહેર: ઇન્દૌર દેશનું સૌથી ચોખ્ખુ અને ઉત્તર પ્રદેશનું ગોંડા સૌથી ગંદુ શહેર: પોરબંદર ૧૮૪માં સ્થાને

કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલયે ૨૦૧૭નો સ્વચ્છતા રેન્ક જાહેર કર્યો છે. જેમાં ચોખ્ખાઇના આગ્રહી ગણાતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર ‘તળીયે’ છે! ટોપ-૧૦માં ગુજરાતના બે શહેરો સુરત અને વડોદરા છે. કુલ ૪૩૪ શહેરોમાં આ સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. સરકારના મત મુજબ ઇન્દૌર દેશનું સૌથી ચોખ્ખુ અને ઉત્તર પ્રદેશનું ગોંડા સૌથી ગંદુ શહેર છે.

Advertisement

સરકાર મહાત્મા ગાંધીના સ્વચ્છતાના આગ્રહના રસ્તે ચાલી સ્વચ્છ ભારત અભિયાન ચલાવી રહી છે. પરંતુ બાપુની જ જન્મભૂમિ આ બાબતે ૧૮૪મું સ્થાન ધરાવે છે. જે ગુજરાત માટે શરમજનક બાબત ગણી શકાય. બાપુએ વર્ષ ૧૯૧૬થી ૧૯૨૦ દરમ્યાન અમદાવાદમાં સૌપ્રથમ સ્વચ્છતા અભિયાન શ‚ કર્યુ હતું. જેમાં ડો.હરિપ્રસાદ દેસાઇ અને સરદાર પટેલ પણ જોડાયા હતા. મહાત્મા ગાંધીની જન્મભૂમિ હોવાની ગરિમા ધરાવતું પોરબંદર તંત્રના પાપે ગંદુ-ગોબ‚ થઇ ગયું છે. અને સ્વચ્છતામાં ૧૮૪મા સ્થાને પછડાયું છે.

આ સર્વેક્ષણમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, કચરાનો નિકાલ, કચરો એકઠો કરવાની રીત અને નિયમીતતા, શૌચાલયોની સ્વચ્છતા, જાહેર રસ્તાઓની સ્વચ્છતા, સ્વચ્છતાને લઇને લોકોના માનસમાં થયેલુ પરિવર્તન, રેલ્વે લાઇન, બસ સ્ટેન્ડ, સોસાયટીઓ અને માર્કેટ વગેરે જેવી બાબતનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ મામલે પોરબંદરનું તંત્ર એકદમ નિંભર રહ્યું છે.

આ યાદીમાં ગુજરાત ૧૨ શહેરો સાથે પ્રથમ ક્રમે રહ્યું છે જ્યારે મઘ્યપ્રદેશ ૧૧ સ્થળો સાથે દ્વીતીય ક્રમે છે. તમીલનાડુના ૪, મહારાષ્ટ્રના ૩ શહેરોને આ યાદીમાં સ્થાન મળ્યું છે. ગત વર્ષે પ્રથમ સ્થાને રહેલું મૈસુર આ વર્ષે પાંચમા ક્રમાંકે પછડાયું છે. ઉત્તરપ્રદેશનું એકમાત્ર શહેર વારાણસી આ ટોપ-૫૦ની યાદીમાં સ્થાન પામી શક્યું છે. બીજી તરફ બિહાર, રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના એકપણ શહેરને ટોપ-૫૦માં સ્થાન મળ્યું નથી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.