Abtak Media Google News

નિકાસકારો દ્વારા વિકાસ કરવામાં આવા કોઈવરોની ચકાસણી સરકારના નિયત કાયદા અને ધારા ધોરણ મુજબ હાથ કરવામાં આવે છે . કાયદાકીય પ્રક્રિયા તથા તેને આનુશાંગી ગતિવિધી બાબત કોઈપણ વિરોધ હોય શકે તેમ છતાં આ ચકાસણી પ્રક્રિયા અને હાથ ધરવામાં આવતી કાર્યવાહી નિકાસકારો માટે સમય વ્યય તથા આર્થિક રીતે ખૂબ જ નુકશાનકારક સાબીત થઈ રહી છે.

કસ્ટમ્સ વિભાગ દ્વારા આ પાચ પૈકી કોઈપણ એક  ક્ધટેઈનર ચકાસણી માટે પસંદ કરવામાં આવે ત્યારે નિકાસકારે તમામ પાંચે પાંચ ક્ધટેઈનરો ચકાસણી સમયે શીફટ  કરવા પડે છે. નિર્ધારીત ક્ધટેઈનરની ચકાસણી પુરી થયે તમામ પાંચ ક્ધટેઈનરો ક્ધટેઈનરો ટર્મીનલ સુધી પહોંચાડવા પડે છે. આ રીતે એક ક્ધટેઈનરની ચકાસણી પક્રિયા પૂર્ણ કરવા પાંચ ક્ધટેઈનરોનાં શીફટીંગનો  અસહય આર્થિક બોજો નિકાસકારે ભોગવવો પડે છે અને સમયનો પણ વ્યય થાય છે . આવી જટીલ ચકાસણી પ્રક્રિયાને કારણે નિકાસકારો તેમના ક્ધટેઈનર પૂર્વ નિર્ધારીત વેસલમાં મોકલી શકતા નથી જેથી તેઓએ હજારો રૂપિયા વિવિધ ચાર્જીસ જેવા કે ફેઈટ ચાર્જ / ડોકયુમેન્ટેશન ચાર્જ , દંડ વિગેરે સ્વરૂપે ચૂકવવા પડે છે . આ આર્થિક બોજો નિકાસકારે અગાઉ ગણતરીમાં લીધેલ ન હોવાને કારણે તેમને પોતે જ ભોગવવો પડે છે, એટલું જ નહીં ક્ધટેઈનરોની ડિલવરી પણ મોડી થવાના કારણે આંતરરાષ્ટ્રિય સ્તરે નિકાસકારોની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચે છે.

અસંખ્ય નિકાસકારોને  ભોગવવી પડતી આવી કાયમ માટેની મુશ્કેલીઓનું યોગ્ય નિરાકરણ લાવવા તેમજ શીપીંગ બીલમાં   સમાવિષ્ટ ક્ધટેનરો પૈકી જે કોઈ ક્ધટેઈનરની ચકાસણી કસ્ટમ વિભાગ દ્વારા નકિક કરવામાં આવે તો તેવા સંજોગોમાં માત્ર ને માત્ર પર જ ચકાસણી કરવી અને શીફ્ટીંગ કરવાની જોગવાઈ તાત્કાલીક દૂર કરવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા કેન્દ્રના વાણિજય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયેલજી તથા ગુજરાત ઝોન કસ્ટમ્સના ચીફ કમિરનર અજય ગણેશ ઈંબાલેજી સમક્ષ ભારપૂર્વક રજુઆત કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.