Abtak Media Google News

તાજાતરીન ફિલ્મ ‘જગ્ગા જાસૂસ’ની અભિનેત્રી બિદિશા (વિદિશા) બેઝબ‚આનું મોત નિપજયું છે. આ આસામી અભિનેત્રી કમ ગાયિકા ગઈ સાંજે તેના ગુડગાંવ સ્થિત નિવાસસ્થાને શંકાસ્પદ હાલતમાં મૃત મળી આવી હતી.

પોલીસે જણાવ્યું હતુ કે ગુડગાંવનો પોશ એરિયા સુશાંત લોકમાં બિદિશા રહેતી હતી. આ ભાડાનું મકાન છે. જયાં તે પંખા સાથે લટકીને ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા શંકાસ્પદ મૃત્યુનો કેસ દર્જ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આસામમાં બિદિશા ટોચની મોડેલ, એકટ્રેસ, ટીવી પર્સનાલીટી અને શો એન્કર હતી. તે થોડા મહિના પહેલાં જ ગુડગાંવથી મુંબઈ શિફટ થઈ હતી તે બોલીવૂડમાં કેરીઅર બનાવવાની તમન્ના ધરાવતી હતી.

બિદિશાના પિતાએ સૌ પ્રથમ પોલીસને ફોન કરી જાણ કરી હતી કે બિદિશા ખાસ્સા સમયથી ફોન ઉપાડતી નથી કંઈક અજુગતુ બની ગયું હોય તેમ લાગે છે. ત્યારબાદ પોલીસ બિદિશાના ઘરે પહોચી ત્યારે દરવાજો અંદરથી લોક હતો. દરવાજો તોડીને અંદર પ્રવેશતા અભિનેત્રી પંખે લટકતી હતી.

બિદિશાના પિતાએ પોલીસને જણાવ્યું કે તેમની દીકરીએ પ્રેમલગ્ન કર્યા હતા. તેના પતિની પૂછતાછ થશે ઉપરાંત બિદિશાના ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ, ટિવટર, વોટસ એપ, લિન્કડ ઈન જેવા સોશિઅલ મીડિઆ એકાઉન્ટની પણ જાંચ થશે. બિદિશામાં મોબાઈલ પર કોના કોના કોલ આવ્યા હતા તે જાણવા કોલ ડીટેઈલ મેળવાશે.

પોલીસને ઘટના સ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.