Abtak Media Google News

ખાનપરમાં અનૂસૂચિત જાતિના સ્મશાનની જમીન મુદ્દે કલેકટર કચેરીમાં લાશની દફનવીધી કરવા માટે૧૦૦થી વધુ દલીતો પહોંચ્યા

મોરબીના ખાનપર ગામે અનુસૂચિત જાતિ સમાજ માટે સ્મશાનની જમીન ફાળવવામાં હાઇકોર્ટના આદેશ છતાં કલેકટર તંત્ર દ્વારા જમીન ફાળવણી ન કરવામાં આવતા અગાઉ આપેલી ચીમકી મુજબ ગામના આગેવાન દ્વારા જો મુદત વીત્યા બાદ સમાજના કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થશે તો લાશની દફનવિધિ કલેકટર કચેરીમાં કરવા જાહેર કર્યું હતું તેવામાં ખાનપરમાં અનુ.જાતિના એક વ્યક્તિનું મૃત્યુ નિપજતા જિલ્લા કલેકટરે સુપ્રિમકોર્ટની જેમ જ અડધી રાત્રે તાકીદની બેઠક યોજી નિર્ણય કરવા મજબૂર થવું પડ્યું હતું, જો કે બેઠક બાદ પણ નિવેડો ન આવતા આજે અનુજાતિ સમાજે મૃતદેહને કલેકટર કચેરીએ લાવવા અડધી રાત્રે જાહેર કરતા મામલો ગરમાયો છે.

Advertisement

Img 20180510 Wa0005મોરબીના ખાનપર ગામમાં દલિત સમાજના સ્મશાનની જમીન મુદ્દે પાંચ વર્ષ પહેલા વિવાદ થતા મામલો હાઈકોર્ટમા પહોંચ્યો હતો જેમાં  કોર્ટે પાંચ માસમાં ઉકેલ લાવવા આદેશ કર્યો હતો. પરંતુ તેમ છતાં સ્થાનિક કલેકટર તંત્રએ આજદિન સુધી સ્મશાન માટે જમીન ફાળવાવમાં ન આવતાં દલિત સમાજે કલેક્ટરને ૧૫ દિવસમાં જમીન ફાળવવામા નહીં આવે તો દલિત સમાજ દ્વારા કલેક્ટર કચેરી મા લાશ દફન કરવામા આવશે તેવી ચીમકી આપવામા આવી હતી. જેની મુદત પણ બુધવારે પુર્ણ થઈ હતી.

બીજી તરફ કલેકટર તંત્રની કરમની કઠણાઈ સર્જાતા આજના દિવસે ગામનાં ડાયાભાઈ પમાભાઈ પરમારનું મોત નીપજ્યું હતુ. અને સ્મશાનની જમીન ન મળતાં દલિત આગેવાનોએ અગાવ આપેલી ચીમકી મુજબ મોરબી કલેક્ટર કચેરીમાં લાશ દફનવવાનું જાહેર કરતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

આ સંદર્ભ અન્વયે અનુસૂચિત જાતિની ચીમકી ગંભીરતાથી લઈ સેન્સેટિવ મુદ્દે અડધી રાત્રે ૧ વાગ્યે જીલ્લા કલેક્ટરે આર.જે. માકડિયાની આગેવાનીમાં એક તાકીદની બેઠક બોલાવામાં આવી હતી. જે બેઠક મોડી રાત સુધી ચાલી હતી. આ બેઠકમાં અધિક કલેક્ટર કેતન જોશી, એએસપી અક્ષય રાજ મકવાણા, ભાજપ અગ્રણી રાઘવજી ગડારા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

વધુમાં આ મુદ્દે સમાધાન કરવા પ્રયાસ કર્યો હતા. જોકે સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં મોડે સુધી કોઈ નિર્ણય લેવાયો ન હતો. અને દલિત સમાજના આગેવાનોએ સવારે ગામના મૃતક વૃદ્ધની લાશને કલેકટર કચેરીએ લાવવાની મકમત્તા દર્શાવતા આજે નવા જુનીના એંધાણો મળી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.