Abtak Media Google News
  • ડો.કલાધર આર્ય હવે એ.સી. અને સિન્ડીકેટના પદેથી દુર થશે: કુલસચિવ
  • ઉપરાંત સી.એમ., પી.એમ. સહિતનાઓને રજુઆત કરતા આર્ય

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. ગીરીશ ભીમાણીએ મંગળવારે તબલા બોર્ડના સભ્યપદે અધરઘેન ચેરમેન પદે તેમજ પરફોમિંગ આર્ટસ વિધાશાખાના સભ્યેપદેથી દુર કરવાનો આદેશ કરતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે છ મહિના પૂર્વે પણ ભાજપના જ એક કોર્પોરેટરે ડો. કલાધર આર્ય સામે સવાલો ઉઠાવ્યા હતા. તેના પડધા ફરી પાછા પડયા હોય તેમ અને કુલપતિને જાણે 8 મહીના બાદ બ્રહ્મજ્ઞાન થયું હોય તેમ કલાધર આર્યને તાકીદે  સિન્ડીકેટ પદેથી દુર કરી દીધા છે.

જેને લઇને આજે ડો. આર્યએ સૌ. યુનિ.ના કુલસચિવ અને સી.એમ.પી. એમ.ને પણ લેખીતમાં રજુઆત કરી છે.ઉલ્લેખનીય છે કે જામજોધપુરના આંબરડી ગામના નંદાભાઇ પી. કડમૂલ નામના વ્યકિતએ ગત તા. 28/12/2022 ના રોજ સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિને લેખીતમાં રજુઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિ.ના એચઆરડીસીના ડાયરેકટર તરીકે ફરજ બજાવતા ડો. કલાધર આર્ય જેઓ ફિલોસોફીની ડીગ્રી ધરાવે છે. અને તેમાં પી.એચ.ડી. કરેલ છે.

તેમને અઘ્યાપક તરીકે માન્યતા યુનિવર્સિટીએ આપેલ નથી. આ વ્યકિતએ તત્કાલીન કુલપતિને ખોટા નિયમો બતાવીને તેમજ ગેરમાર્ગે દોરીને આ કલાધર આર્યએ પોતે પરફોમિંગ આર્ટસ ફેકલ્ટીના બોર્ડમાં સભ્ય તરીકે કુલપતિ દ્વારા પોતાનું નોમીનેશન કરાવી દીધું હતું. જે તદન ખોટુ અને સૌ. યુનિ. ના અધિનિયમ વિરુઘ્ધ હોવાથી કલાધર આર્યનું નિયમ વિરુઘ્ધ થયેલ નોમીનેશન તાત્કાલીક રદ કરી આગળની કાર્યવાહી  કરવી જેથી નિયમનો ભંગ અટકાવી શકાય.

જો કે હવે સમગ્ર મામલે ડો. કલાધર આર્ય અને કુલપતિ ભીમાણી સામ સામે આવ્યા છે. આગળની કાર્યવાહી શું થશે ? તે ચર્ચાએ ભારે જોર પડકયું છે.  વર્તમાન ઇન્ચાર્જ કુલપતિ ડો. ગીરીશ ભિમાણીએ તેમને સભ્ય તરીકે બંધ કરવાનો હુકમ કરાવતા અનેક સવાલો ઉઠયા છે. ડો. આર્યને સભ્ય પદેથી અને ફેકલ્ટીમાંથી દુર કરતા હવે એકેડમિક કાઉન્સીલ અને સિન્ડીકેટ સમીતીમાંથી આપો આપ દુર થઇ જશે.

રજુઆત ઘ્યાને આવતા નિર્ણય કરાયો: કુલપતિ ભીમાણી

સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ગીરીશ ભિમાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગત માસમાં આવી એક રજુઆત ઘ્યાનમાં આવી હતી અને આ રજુઆતના પગલે જ તાકીદે આ નિર્ણય કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં પણ કોઇની ભૂલો કે આવુ ઘ્યાનમાં આવશે તો ચોકકસથી પગલા લેવામાં આવશે. ઘણા સમયથી યુનિવર્સિટીમા જે ગેરકાયદેસર રીતે હોદાઓ ધરાવે છે. તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ તેઓએ અંતમાં જણાવ્યું હતું.

મારી નિમણુંક નિયમોનુસાર હોવાનું અગાઉ સ્પષ્ટ થયેલું છે: ડો. આર્ય

સૌ. યુનિ. ના સિન્ડીકેટ સભ્ય ડો. કલાધાર આર્યએ ‘અબતક’સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કાર્યકારી કુલપતિએ લીધેલા પૂર્વગ્રહયુકત નિર્ણયના આધારે મારુ સભ્યપદ દુર કર્યુ છે. મારી નિમણુંક નિયમોનુસાર જ થઇ હોવાનું છ મહિના પૂર્વે પણ સ્પષ્ટ થઇ ગયું છે. ત્યારે રજીસ્ટારે પણ યુનિવર્સિટી એકટ સ્ટેચ્યુસ અને ઓડીનન્સની જોગવાઇનું પાલન કરવાનું હોય છે તેઓ આવું કરી શકયા નથી માટે સત્તાના દુર ઉપયોગ મામલે જો રજીસ્ટ્રાર પોતાની ભુલ નહી સ્વીકારે તો તેની સામે પણ હું કડક કાર્યવાહી કરવાની ફરજ પાડીશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.