Abtak Media Google News

કેટના કરોડો દીવાના છે પણ તેનું દિલ કોના માટે ધડકે છે?

અભિનેત્રી કેટરિના કૈફ એક ટબૂડિયા પર આફરિન થઈ ગઈ છે. રૂપ રૂપના અંબાર સમી બોલીવૂડની બાર્બી ડોલ કેટ ઉર્ફે કેટરિનાના કરોડો દિવાના છે. પરંતુ તેનું દિલ તો એક ટબૂડિયા પર આવી ગયું છે!!!

વાત જાણે એમ છે કે બડબોલી કેટરિના કૈફને કોઈ ‘માથાનું મળ્યું’ છે, ફિલ્મ ‘ટાઈગર ઝિન્દા હે’ના સેટ પર તેને એક ટબૂડિયા કો-સ્ટારની કંપની મળી રહી છે. ૨૦૧૧માંક કેટરિનાએ તેની સાથે ફિલ્મ ‘મેરે બ્રધર કી દૂલ્હન’માં કામ કર્યું હતુ.

ઉલ્લેખનીય છે કે ટાઈગર ઝિંદા હૈનું શુટિંગ મોટાભાગે ઈન્ડિયાની બહાર થયું છે. અબુધાબિ, ઓસ્ટ્રેલિયા અને મોરોકકોમાં શૂટિંગ થયું છે. અત્યારે અબુધાબીમાં શુટિંગ ચાલે છે.

કેટરિના કૈફની આગામી વધુ એક ફિલ્મનું નામ છે ‘ધ ઠગ્સ ઓફ હિન્દોસ્તા’ જેમા તે મહાનાયક અમિતાભ બચ્ચન અને આમીરખાન સાથે કામ કરી રહી છે. આ સિવાય દંગલ ગર્લ ફાતીમા સના શેખ તેની કો-સ્ટાર છે.

કેટરિનાએ તેના ટબૂડિયા કો-સ્ટાર સાથેની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેમાં તેણે લખ્યું છે કે મેરે બ્રધર કી દુલ્હન નો મારો કો-સ્ટાર હવે મોટો થઈ ગયો તેની સાથે વાતોના વડા કરવાની ખૂબજ મજા આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.