Abtak Media Google News
  • પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, પૂર્વ કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા, નીતીન જાની(ખજુરભાઇ)ની વિશેષ ઉ5સ્થિતિ
  • પાંચ મુસ્લિમ પરિવારની દિકરીઓ નિકાહ પઢશે

સ્વ. શૈલેષ રાદડીયા મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની સ્મૃતિમાં આગામી તા. પ જુન રવિવારની સાંજ રીયલ મેળાનું ગ્રાઉન્ડ, ગ્રીનલેન્ડ ચોકડી, રાજકોટ મુકામે સર્વજ્ઞાતિ સમુહ લગ્નનું જાજરમાન આયોજન કરેલ છે. આ અંગે ‘અબતક’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવેલા મુકેશભાઇ રાદડીયા, મીલન લીંબાસીયા, અલ્પેશ ખોખર, રવિ રાતોજાએ કાર્યક્રમની વિશેષ વિગતો આપી હતી. સમુહ લગ્નના અઘ્યક્ષ સ્થાને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, માર્ગદર્શક તરીકે પૂર્વ કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા અને વિશેષ ઉ5સ્થિતિ તરીકે નીતીન જાની (ખજુરભાઇ) રહેશે.

Advertisement

Rad

આ સમુહ લગ્નની વિશેષતા એ છે કે આ સમુહલગ્નમાં પાંચ જેટલી મુસ્લિમ સમાજની દિકરી પણ જોડાશે. મુસ્લિમ સમાજની જોડાનાર આ દિકરીઓના લગ્ન મુસ્લિમ સમાજની પરંપરા રીત રિવાજ ધર્મ મુજબ કરાશે. અને હિન્દુ દિકરીઓના લગ્ન હિન્દુ ધર્મ રીવાજ મુજબ કરાશે. આ સમુહ લગ્નને આર્શિવચન સ્વામી નારાયણ સરધારના નિત્યસ્વરુપદાસજી સ્વામી પધારશે.

તા. પ જુનના રવિવારના રોજ સાંજે 4 વાગ્યે જાન આગમન, સાંજે 6.30 કલાકે હસ્ત મેળાપ, રાત્રીના 7.30 કલાકે ભોજન સમારંભ, રાત્રીના 9.30 કલાકે જાન વિદાયના કાર્યક્રમો યોજાશે. સમુહલગ્નના આચાર્ય પદે બિલીયાવાળા શાસ્ત્રી અમીત અદા બિરાજમાન થશે. આ પ્રસંગે ખોડલ ધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ અને અતિથિ વિશેષપદે ડો. ભરતભાઇ બોધરા, સંસદસભ્ય મોહનભાઇ કુંડારીયા, રાજય સભાના સાંસદ રામભાઇ મોકરીયા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ખાસ ઉપસ્થિતરહેશે.

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના ઉદયભાઇ કાનગડ મેયર પ્રદીપ ડવ, ડે.મેયર ડો. દર્શીતાબેન શાહ સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર  પટેલ સહીતના રાજકીય સામાજીક, ધાર્મિક આગેવાનો ઉ5સ્થિત રહી સમુહ લગ્નનમાં જોડાનાર યુગલીોને આશિર્વાદ આપશે.

‘સર્વ ધર્મ સમભાવ’ થી સમુહ લગ્નનું આયોજન: મુકેશ રાદડીયા

Vlcsnap 2022 06 02 13H27M17S244

આગામી રવિવારે યોજાનાર સર્વજ્ઞાતિ સમુહ લગ્નોત્સવમાં 34 દિકરીઓ જોડાશે. આમાં પાંચ દિકરીઓ મુસ્લિમ સમાજની છે. આ મુસ્લિમ સમાજની દિકરીઓના લગ્ન મુસ્લિમ ધર્મના રીત-રીવાજ મુજબ નિકાહ પઢી કરાવાશે અને હિન્દુ ક્ધયાઓના લગ્ન હિન્દુ પરંપરા મુજબ સંપન્ન થશે. સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની સ્મૃતિમાં સ્વ. શૈલેષ રાદડીયા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આયોજીત આ સમુહ લગ્નમાં સી.આર. પાટીલ જયેશ રાદડીયા સહીતના રાજકીય, સામાજીક આગેવાનો ઉ5સ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.