Abtak Media Google News

હનુમાન ચાલીસા પાઠ મહાઅભિયાનમાં સર્વે ગુરૂભકતોને જોડાવા અનુરોધ

પ.પૂ. રણછોડદાસજીબાપુ આશ્રમ, રાજકોટ દ્વારા ભાદરવા માસમાં તા. ર૦/૮ થી ૧૭-૯ સુધી નવ લાખ હનુમાન ચાલીસાના પાઠનું ભવ્ય આયોજન કરાયું છે. વિશ્વને કોરોના મુકત કરવા સર્વ જનમાનસને ઘેર રહી હનુમાન ચાલીસા પાઠ મહાઅભ્યિાનમાં જોડાવવા આશ્રમ વતી અનુરોધ કરાયો છે.

પ.પૂ. સદગુરુદેવ ભગવાન  રણછોડદાસજીબાપુ ને હનુમાનજી મહારાજ સદૈવ સાક્ષાત જ હતા. અને તેઓને ચાર વખત તેઓના સાક્ષાત્મક થયા છે. જેમાં ચિત્રકુટમાં કોટી દેવાંગના પરિક્રમા માર્ગમાં બહરા હનુમાનજી, ચિત્રકુટ  રામદાસ હનુમાનજી, અનંતપુર, ઉજજૈનમાં ઉજજૈનખેડા હનુમાનજીના દર્શન થયા હતા અને એટલે ગુરુદેવના હનુમાનજી આપણને આ કોરોના મહામારી તથા અનેક સમસ્યાઓથી જરુર બહાર કાઢશે.

એટલે જ પ.પૂ. રણછોડદાસજીબાપુ આશ્રમ (સદગુરુ સદન ટ્રસ્ટ) રાજકોટ દ્વારા ભાદરવા માસમાં નવ લાખ હનુમાન ચાલીસાના પાઠ કરવાનું મહાઅભિયાન કરેલ છે અને આ જનમાનસ અભિયાનમાં સર્વે પરિવાર, આજુબાજુમાં રહેતા લોકો, ગામડા તથા શહેર વિગેરે જગ્યાએ વસતા દરેક લોકો તથા ભારત બહાર વસતા દરેક ધર્મપ્રેમી ભાઇ-બહેનોને આ મહાઅભિયાનમાં જોડાઇને ઘરે રહીને હનુમાન ચાલીસાના પાઠ કરવા અને આ કરેલ હનુમાન ચાલીસના પાઠ મો. નં. ૯૫૮૬૩ ૦૮૧૭૮, ૮૪૬૦૯ ૨૮૫૦૮, ૦૨૮૧-૧૪૫૭૦૦૯ વોટસએપ મેસેજ દ્વારા અથવા ફોન કરીને જાણ કરવા યાદીમાં જણાવાયું છે.

ભાદરવા માસના અંતે વધારેમાં વધારે હનુમાન ચાલીસાના પાઠ કરનાર કુટુંબના એક દંપતિને ભાદરવા વદ-૩૦ તા. ૧૭-૯ ગુરુવારના રોજ યજ્ઞમાં યજમાન તરીકે બેસાડવામાં આવશે. તેઓન નવ લાખ હનુમાન ચાલીસા પાઠનું અમુલ્ય યજ્ઞ ફળ પ્રાપ્ત થશે. તથા તેઓને સંસ્થા દ્વારા ગુરુદેવના ફોટા સાથે સન્માન કરવામાં આવશે.

દરેક લોકોને પ.પૂ. સદગુરુદેવ ભગવાન રણછોડદાસબાપુ તેઓને સાક્ષાત્કાર થયેલા ચાર હનુમાનજી મહારાજ સાથેનો ફોટો આશ્રમેથી ફ્રીમાં આપવામાં આવશે. તથા વોટસએપમાં આ ફોટો દરેકને મોકલવામાં આવશે જેથી તેઓઆ ફોટાની પ્રિન્ટ કાઢી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.