Abtak Media Google News

સંવનન કાળનો આરંભ થતા હવે સિંહ દર્શન પર પ્રતિબંધ

ગીર નેશનલ પાર્કમાં વસતા વનરાજો આજથી કોઈની ખલેલ વગર ચાર માસનું વેકેશન ગાળશે, સિંહો નો જૂન માસથી ચાર માસનો સંવનન કાળ હોવાથી વનવિભાગ દ્વારા જંગલમાં તમામ પ્રવાસીઓ માટે પ્રવેશબંધી કરવામાં આવી છે. જો કે, પ્રવાસીઓ દેવળીયા પાર્કમાં સિંહ દર્શન કરી શકાશે અને દેવળીયા પાર્કમાં સિંહ દર્શન કરવા માટે પ્રવાસીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી સિંહ દર્શનનો લ્હાવો લઇ શકાશે.

વન વિભાગ દ્વારા ગીર નેશનલ પાર્કમાં આગામી તારીખ 16 જૂન થી 15 ઓકટોબર સુધી એટલે કે ચાર મહિના દરમિયાન પ્રવાસીઓના જંગલમાં સિંહદર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને કોઈ પણ પ્રવાસીને ગીર નેશનલ પાર્કમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં.ગીરના ડાલામથ્થા સિંહોનો આજ તા. 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સંવનન કાલ ગણવામાં આવે છે. અને આ સંવનન કાળ દરમીયાન સિંહ તથા સિંહણ વધુ આક્રમક જોવા મળે છે. તે સાથે આ સમય ચોમાસાનો પણ હોય અને જંગલના રસ્તાઓ વરસાદના કારણે ડેમેજ થયા હોય ત્યારે સિંહને સંવનન કાળ દરમીયાન કોઈ ખલેલ ન પહોંચે અને સંવનનમાં મસ્ત બનેલા અને ક્યારેક છંછેડાયેલા સિંહો કોઈ પ્રવાસીઓ ઉપર હુમલો ન કરે અથવા તો પ્રવાસીઓ જંગલમાં ખરાબ રસ્તાઓના કારણે ન અટવાય તે માટે વન વિભાગ દ્વારા દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે ગીર નેશનલ પાર્કમાં સિંહ દર્શન ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે અને કોઈ પણ પ્રવાસીને ગીર નેશનલ પાર્કમાં પ્રવેશ આપવામાં આવતો નથી. જો કે, પ્રવાસીઓ દેવળીયા પાર્કમાં સિંહ દર્શન કરી શકાશે અને દેવળીયા પાર્કમાં સિંહ દર્શન કરવા માટે પ્રવાસીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી સિંહ દર્શન કરી  લ્હાવો લઇ શકાશે.

,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.