Abtak Media Google News

આગામી લોકસભાની ચૂંટણીમાં સપાબસપા ભાજપને હરાવવાની તૈયારી કરશે: માયાવતી અખિલેશની પત્રકાર પરિષદમાં જીતનો ફુંકયો શંખનાદ

લોકસભાની ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોનો માહોલ પણ ગરમાવા લાગ્યો છે લખનઉમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીના ગઠબંધનને લઇ માયાવતી અને અખિલેશ યાદવે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યુ હતું જેમાં ગઠબંધનની તાકાત વિષે જણાવતા કહ્યું કે એસ.પી. બી.એસ.પી. નું ગઠબંધન ઉત્તર પ્રદેશના ભાજપને લોકસભાની ચુંટણીમાં ટકકર આપશે. વધુમાં માયાવતીએ જણાવ્યું ક. ૧૯૯૩ માં ગઠબંધનને ભાજપને પરાજય આપ્યો હતો. અને અમારું આ ગઠબંધન રાજકારણમાં ક્રાંતિ લાવશે તેમજ ઉંઘ ઉડાડશે.

Advertisement

સપા-બસપાના ગઠબંધનને લઇ યોજાયેલી પત્રકાર પરિષદમાં માયાવતીએ જણાવ્યું કે જે રીતે બોફોર્સમાં કોંગ્રેસે સત્તા પરથી ઉતરી જવું પડયું હતું. તેવી રીતે રાફેલમાં ભાજપ પણ જશે. દેશ અને ઉત્તર પ્રદેશ પર કોંગ્રેસે લાંબો સમય શાસન કર્યુ પરંતુ હવે બસ… સત્તા પર ભાજપ કે કોંગ્રેસ આવે પણ જનતાને તેનો કોઇ ફાયદો થતો નથી. ભાજપે કોઇ ચુંટણી તક્ષી વાયદા પુરા કર્યા નથી. માટે હવે સપા-બસપા કેન્દ્રમાંથી ભાજપને દુર કરશે. જનહિત માટે સુચારુ શાસન લાવશે.

સપા-બસપાના ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરતા અખિલેશ યાદવે જણાવ્યું કે, રામજન્મ ભૂમિના નામે ભાજપે યુપીમાં અત્યાચાર કર્યો છે. આ સાથે ભાજપે ભગવાનના નામે, જ્ઞાતિ વાદના નામે લોકોમાં ઝેર ફેલાવવાનું  કામ કર્યુ છે. વધુમાં અખિલેશ કહ્યું કે દેશનાં યુવાનો ભાજપના ખોટા વચનોથી નિરાશ થયા છે. લોકોને સહાય કરતા પહેલા તેમની જાતિ પુછાય છે. કોંગ્રેસના સમયમાં જે રીતે ઇમરજન્સી લાગુ કરાઇ હતી. તેવી રીતે ભાજપના શાસનમાં ઔઘોગિક ઇમરજન્સી લાગુ કરાઇ છે. જીએસટી નોટબંધી જેવા તઘલખી વિચારો ને કારણે ભાજપે ગરીબો અને ખેડુતોની કપરી સ્થિતિ થઇ ગઇ છે. અમારું મહાગઠબંધન ગુરુ-ચેલાની ઉઘ હરામ કરી નાખશે. સપા આવનાર ચુંટણીના ૩૮ બેઠકો પરથી અને બસપા ૩૮ બેઠકો પરથી લડશે. જયારે અમેડી અને રાયબરેલી ની બેઠક કોંગ્રેસ માટે છોડી દીધી છે તેવું માયાવતીએ જણાવ્યું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.