Abtak Media Google News

સલ્લુ અને આહિલની ગેલ ગમ્મતનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર

બોલીવૂડના ‘ભાઈજાન’ સલમાન ખાનને બાળકો ખૂબ ગમે છે. રક્ષાબંધનના દિવસે બહેન અર્પિતા પાસે સલ્લુ રાખડી બંધાવવા ગયો ત્યારે ફૂરસદની પળોમાં ભાંજે નાનકડા આહિલ સાથે ઘણી ગેલ ગમ્મત કરી હતી. મામા-ભાણેજનો આ વીડિયો વાયરલ થયો છે.આ કયૂટ વીડિયોમાં દેખાય છે કે અર્પિતાનો પુત્ર ટબૂકડો આહિલ મામુજાન સલમાન ખાનના ખંભા પર બેસીને ઘોડો ઘોડો રમે છે. સલમાનના ચહેરા ઉપર થોડુ કષ્ટ દેખાય છે. પણ આહિલને તો મજા પડી ગઈ જાણે કે મામા માંડ હાથમાં આવ્યા હોય.અર્પિતાએ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. બંને એકબીજાની કંપની એન્જોય કરતા વીયિમાં દેખાય છે. ઉલ્લેખનીય છે કે સલમાન ખાન અત્યારે ફિલ્મ ટાઈગર જીંદા હેના શુટિંગમાં વ્યસ્ત છે. આ તેની પાસે દબંગ-૩, રેમો ડીસુઝાની એક ફિલ્મ હાથ પર છે.છેલ્લે રજૂ થયેલી સલમાનની ફિલ્મ ટયૂબલાઈટ ફિલ્મ સમિક્ષકો અને દર્શકોને ખુશ કરવામાં નાકામ રહી હતી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.