Abtak Media Google News

અબતક, હેલ્થ વેલ્થ શોમાં રાજકોટના જાણીતા નામાંકિત પીડીયાટ્રીશન ડો. આયુષિ ચાવડા સાથેના સંવાદમાં ચોમાસાની શરુઆતમાં બાળકોને થતા રોગ તેનું નિદાન અને સારવાર ઉપરાંત પ્રેગનેન્સી દરમિયાન લેવાતી કાળજીમાં ખાસ કરીને ખોરાક ઉપર વિશેષ ઘ્યાનની સાથે સાથે નવજાત બાળકને પરંપરાગત આપવામાં આવતી ગળથુંથી ન આપવી અને 6 માસ સુધી બાળકને માતાના દુધનો આહાર આપવો અતિઉતમ તેમજ બાળકોને મ્યુકર માઇક્રોસીસ જેવી બીમારીની શકયતા ખરી કે કેમ? કોરોના તેમજ તેમાં આપવામાં આવતી રેમડેસીવી કેટલી ફાયદા કારક વગેરે બાબતોને આવરી લેતી ચર્ચાઓ સાથે સારવાર તેમજ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે.

પ્રશ્ન:- ચોમાસાની શરૂઆતમાં બાળકોને કેવા રોગો થાય છે?

જવાબ:- ચોમાસાની ઋતુમાં મચ્છર જન્યરોગો જેવા કે શરદી, તાવ, ઉઘરસ, મેલેરિયા, ડેગ્યુ, કમળો વગેરે જેવી બીમારી બાળકોમાં થોડું વધારે જોવા મળે છે.

પ્રશ્ન:- ઓરી- અછબડાની રસી આપ્યા બાદ પણ આ રોગો જોવા મળે છે તેનું કારણ શું?

જવાબ:- આ રસી ઓફસનલ રસી છે ઘણા બાળકોને અછબડાની રસી મૂકાતી નથી અને ઘણાને એ ખબર જ નથી કે અછબડાની રસી આવે છે આ રસી ઓફસનલ રસી હોવા છતાં એ રસી મૂકાવવી જરૂરી છે.

પ્રશ્ન:- કઇ કઇ ઉમરના બાળકોને કઇ કઇ રસી મૂકવામાં આવે છે..? જે ફરજીયાત લેવી જોઇએ

જવાબ:- ફરજીયાત રસીમાં નેશનલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ છે તેમાં છ જાતની રસીનો સમાવેશ કરાયો છે. તેમાં વધ-ઘટ થતી રહેતી હોય છે. ઘણી નવી રસીનો સમાવેશ કરવામાં આવે છે. જેમાં બાળકને જન્મતા જ બી.સી.જી. રસી આપે છે. પોલીયો માટે ઓ.પી.વી. ની રસી આપે છે. જેમાં બાળકોને છ થી સાત રસીઓ કે જે એન.ઇ. પ્રોગ્રામ હેઠળ સમાવાઇ છે તે રસી પ થી 6 વર્ષનું બાળક થાય ત્યાં સુધીમાં પુરૂ થઇ જાય છે. પરંતુ એ સિવાયની ઓફસનલ રસી જેમ કે ચીકન ગુનિયા, ચીકન પોકસ, ન્યુમોનિયા, ઇન્ફલુ એન્ઝા વગેરે મુકાવવી જોઇએ અને ઇમ્યુનીટી જે બાળકને જન્મતા વેંત શરુ થાય છે.

પ્રશ્ન:- ઘણા સમયથી ચાલી આવતી ગળથુથી પરંપરા વિષે….?

જવાબ:- ગળથુથી ખરેખર આપવી જ ન જોઇએ. કારણ કે ગળથુથીથી ઘણા બાળકો બીમારીનો શિકાર બને છે. પરંતુ પ્રથમ છ માસ બાળકને માતાનું દુધ આપવું જ ઉત્તમ છે.

પ્રશ્ન:- બાળકોમાં કયા નવા રોગ જોવા મળે છે…?

જવાબ:- મેન્ટલ હેલ્થ ધારે ખરાબા થતી જોવા મળે છે લોક ડાઉનના કારણ.ે બાળકો ઘેર જ હોય બાળકોમાં ડીપ્રેશન બાળકોને ગુસ્સો આવે ઓટીઝમ વગેરે વધી છે. મોબાઇલના કારણે આંખની તકલીફ વધે છે.

પ્રશ્ન:- અધુરા માસે બાળકના કિસ્સા વધવાનું કારણ શું….?

જવાબ:- મોટી ઉમરે પ્રેગનેન્ટ થયું, માતાની લાઇફ સ્ટાઇલ, ખુબ જ નાની ઉમરે પ્રેગનેન્ટ થવું જો કે એ તો માતાની તંદુરસ્તી ઉપર આધાર રાખે છે. માતાને ડાયાબીટીસ, એકલેમ, પ્રેગેન્સી વખતે બી.પી. વધવું વગેરે તકલીફ ના કારણે આવું બને છે.

પ્રશ્ન:- મોટી ઉમરે જે માતા બને છે તેને કઇ ડેપીશીપન્સીની શકયતાઓ છે.

જવાબ:- ડેપીસીયન્સી તો ન કહી શકાય પરંતુ મોટી ઉમરે જે માતા પ્રેગનેન્ટ થાય છે. તેના બાળકોમાં જીનેટીક ડીઝીસ થવાના ચાન્સ વધી જાય છે.

પ્રશ્ન:- પ્રેગનેન્સી દરમિયાન માતાઓએ ખોરાક અંગે શું કાળજી લેવી જોઇએ.

જવાબ:- પ્રેગનેન્સી દરમિયાન માતાએ ઘરનું બનાવેલું બધો સાત્વીક દરેક ભોજન લેવું જોઇએ, બર્ગર, ચીઝ, પીઝા, વગેરે ઓછું ખાવું કારણ કે તેનાથી બી.પી., હાઇપર ટેન્સન વગેરે બીમારી થાય છે. જેથી માતા જેટલો હેલ્થી ખોરાક ખાશે તે બાળકને મળશે. સામાન્ય રીતે પ્રેગનેન્સી અને ત્યારબાદ બે વર્ષસુધી ખોરાકમાં ઘ્યાન રાખવું જરુરી છે. કારણ કે જન્મ પછી બે વર્ષ સુધી બાળકનું મગજ વધારે વિકાસ પામે છે.

પ્રશ્ન:- નાની ઉંમરમાં બાળકોને ભણતરનું પ્રેશર વધી રહ્યું છે તે અંગે ડોકટર તરીકે આપ શું સલાહ આપશો?

જવાબ:- બાળકને ભણતરનું પ્રેસરતો ન જ હોવું જોઇએ, અને બાળકોમાં ગુસ્સો, ડીપ્રેશન વગેરે આવે છે.

પ્રશ્ર્ન: સંયુકત કુટુંબમાં બાળકો રમતા અને તેની વાત વડીલો સમજી શકતા હાલ પતિ-પત્ની અને એક બાળક એ વિશે આપનું મંતવ્ય

જવાબ:- સંયુકત કુટુંબ વધારે સારૂ હતું તેમાં વડીલોના અનુભવો પરથી બાળકોને બધી જાતનું શિક્ષણ આપતા હાલ બાળકોને ભણતર આપીએ છીએ. પરંતુ ગણતર નથ. આપતા જેથી બાળકને જીવનમાં શું કરવું, શું શીખવું તેની જ તેને ખબર નથી હોતી વાલીઓનો કામનો સમય વધુ હોય બાળકો પર પુરતુ ઘ્યાન નથી આપી શકાતું બાળકને ભણતરના ભાર હેઠળ રમવાનો સમય નથી મળતો તેથી બાળકની તંદુરસ્તી પર આ બાબતો ખુબ અસર કરે છે.

પ્રશ્ન:- બાળક બોલતું ન હોવા છતાં તેનું નિદાન એ ડોકટરો માટે કેવા પડકાર છે?

જવાબ:- આ એક અધરી વસ્તુ છે પરંતુ બાળકની પહેલી ડોકટર  માતા છે અને તેને ખબર હોવી જોઇએ કે મારા બાળકને શું થાય છે. બાળક ખુબ જ રડતું હોય તો કેમ રડે છે વગેરે જાણવું અધરુ છે. નવજાત બાળક હોય તો તેના શરીરનું તાપમાન વધ-ઘટ થતું હોય ખુબ રડે અથવા તો શુસ્ત થઇ જાય તેના ઉપરથી બાળકની તકલીફ જાણી શકાય છે.

પ્રશ્ન:- કેટલી ઉમરના બાળકોને પીડીયાટીક ડકોટરની જરૂર પડે…?

જવાબ:- ખરેખર 18 વર્ષ સુધીના બાળકોને પીડીયાટ્રીક એઇજ ગ્રુપમૉ ગણવામાં આવે છે.

પ્રશ્ન:- કોરાની ત્રીજી લહેર આવશે ખરી…?

જવાબ:- ત્રીજી લહેર આવવાની શકયતા પુરેપુરી છે વિદેશોમાં ત્રીજી લહેર આવી હોવાના સમાચારો પણ મળી રહ્યા છે. પરંતુ બાળકોને અસર કરતી ત્રીજી લહેર આવશે. તેવું જરુરી નથી. કોઇપણ પેન્ડીમીક લહેરથી જ પુરી થાય છે.

પ્રશ્ન:- ત્રીજી લહેરને અનુલક્ષીને પીડીયાટ્રીકસ તરીકે તમે શું તૈયારીઓ કરી છે?

જવાબ:- પીડીયાટસકનું એસો છે તે દ્વારા અલગ અલગ બેઠકો થતી રહી છે. તેમાં બાળકોને કયા લક્ષણો હશે વગેરે અને તેમાં પણ આ બાબતની તાલીમ અંગે પણ એસો. દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે.

પ્રશ્ન:- બાળકોને કોરોનાથી દુર રાખવા શું કરવું જોઇએ?

જવાબ:- બાળકોને કોરોનાથી દુર રાખવા એ ખુબ જ અધરી વાત છે બાળકોને માસ પહેરાવવું અધરું છે. તેને સોશ્યલ ડીસ્ટન્ટ વગેરે ખુબ જ અધરુ કામ છે પરંતુ બાળકોને શકય ત્યાં સુધી ઘરમાં જ રાખવા અને તેની સાથે રમવું બાળકોની રમતમાં સહયોગી થવું વગેરે…

પ્રશ્ન:- કોરોની બીજી લહેરમાં બાળકો પણ સંક્રમિત થયા હતા. બાળકોમાં કયા લક્ષણો જોવા મળ્યા ? અને તેની દવા શું?

જવાબ:- બાળકોમાં કોરાનાના લક્ષણો મોટાભાગે જોવા નથી મનતા, પરંતુ સરકારની ગાઇડ લાઇન મુજબ જ બાળકોનું નિદાન અને સારવાર કરવામાં આવે છે.

પ્રશ્ન:- માતાની હેલ્થ નવજાત શિશુના ઘડતર માટે કેટલી જરૂરી?

જવાબ:- સ્વસ્થ માતા સ્વસ્થ બાળકને જન્મ આપી શકે જેથી માતાએ ખોરાકમાં જ ઘ્યાન રાખવું જોઇએ માતાની તંદુરસ્ત સારી નહી હોય તો બાળકને પણ અસર કરશે.

પ્રશ્ન:- 18 વર્ષના બાળકોને મ્યુકર માઇકોસીસની શકયતા ખરી…?

જવાબ:- એના ચાન્સીસ ખુબ જ ઓછા છે જેનામાં એમ્યુનીટી ખુબ જ ઓછી હોય તેને વધારે ચાન્સ હોય છે. આવો રોગ યુવાનોમાં ખુબ જ ઓછો જોવા મળે છે.

પ્રશ્ન:- જે બાળકોમાં સંક્રમણ વધુ હોય તેને રેમડેસીવર ઇન્જેકશન આપવા યોગ્ય છે?

જવાબ:- જો કે રેમડીસીવર ન આપીએ તો પણ તકલીફ અને આપીએ તો સાઇડ ઇફકેટ થાય છે પરંતુ બાળકની પરિસ્થિતિ જોઇને તે બાબતે નિર્ણય લેવાતો હોય છે.

પ્રશ્ન:- કોરોનાની ત્રીજી લહેરથી બચવા માતાએ કેવા પગલા લેવા જોઇએ?

જવાબ:- નાના બાળકને બહાર ન જવા દેવું બીજાના સંપર્કમાં બાળક ન આવે તેનું ઘ્યાન રાખવું બાળકને ખોરાક સારો આપવો જરુરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.