Abtak Media Google News

જેક્લીન ફર્નાન્ડિસ અને સલમાન ખાન ટુંક સમયમાં રેમો ડિસુસાની ફિલ્મ ‘રેસ-૩’ની સાથે જોવા મળશે. આ સમાચારની જાણકારી તમને મળી ચુકી છે. હવે નવી જાણકારી અનુસાર ‘રેસ-૩’માં અમિતાભ બચ્ચનનું નામ પણ જોડાયેલું.

જી..હા..સુત્રોના અનુસાર અમિતાભ બચ્ચન પણ આ ફિલ્મમાં મહત્વની ભુમિકા ભજવશે. જ્યારે બિગ બી એ ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળી ત્યારે તેઓ ખુબ ખુશ હતા. રેસ ફિલ્મએ રહસ્યમય-રોમાંશ ફેન્ચાઇઝ ફિલ્મ છે. આ વખતે ફિલ્મ મોટા પાયે બનાવવામાં આવી રહી છે. આ રીતે બીગ-બીએ પોતાની સંમતિ આપી છે. જો કે ફિલ્મ નિર્માતા રમેશ તૌરાની પોતાના વતી માત્ર સલમાન ખાન અને જેક્વેલિનના નામો પર સીલ મુકી દીધી છે. અમિતાભનું નામ સત્તાવાર રીતે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.

આ ઉપરાંત સલમાન ખાને અમિતાભ બચ્ચન સાથે તુસી ગ્રેટ હો ભગવાન, બાબુલ જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતું. અને આ પછી બંનેએ ક્યારેય સાથે મળીને કામ કર્યુ નથી. અભિષેક બચ્ચન અને ઐશ્ર્વર્યા રાય બચ્ચનના લગ્ન પછી બચ્ચન પરિવાર સલમાન ખાન સાથે કામ કરવાથી ટાળી રહ્યા હતા.

જણાવી દઇએ કે ૨૦૦૮માં અબ્બાસ-મસ્તાન નિર્દેશિત રેસ ફેન્ચાઇઝી શ‚આત થઇ હતી. જેમાં પ્રથમભાગમાં સૈફ અલીખાન, અક્ષય ખન્ના, બિપાશા બાસુ, કેટરિના કૈફ, અનિલ કપુર અને સમીરા રેડ્ડી લીડ રોલ્સમાં હતા. અને બીજા ભાગમાં સૈફ અલીખાન, જ્હોન અબ્રાહમ, દીપીકા પાદુકોણ, જેક્લિન ફર્નાન્ડિઝ, અનિલ કપુર અને અમિષા પટેલ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.