Abtak Media Google News

કાલથી બે દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી: સવારથી વાદળછાયું વાતાવરણ

ચોમાસાની સીઝન હવે વિદાય લેવા તરફ આગળ ધપી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં મંગળવારે પણ મેઘરાજાએ હેત વરસાવ્યું હતુ બાબરામાં દોઢ ઈંચ જયારે બરવાળા અને લખતરમાં સવા ઈંચ વરસાદ પડયો હતો.

હવામાન વિભાગ દ્વારા ગૂ‚વારથી સમગ્ર રાજયનાં બે દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાતાવરણમાં પલટો આવી ગયો છે. અને વાદળ છાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે આજે સવારે પૂરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં અમરેલી જીલ્લાના બાબરામાં ૩૯ મીમી બોટાદ જીલ્લાના બરવાળામાં ૩૨ મીમી, સુરેન્દ્રનગર જીલ્લાના લખતરમાં ૩૦ મીમી અમરેલી શહેરમાં ૧૫ મીમી, સાવરકુંડલામાં ૧૦ મીમી, લાઠીમાં ૮ મીમી વરસાદ પડયો હતો.

આ ઉપરાંત રાજયનાં આણંદમાં ૪૮ મીમી, પેટલાદમાં ૪૬ મીમી મોડાસામાં ૩૮ મીમી, દાહોદમાં ૩૫ મીમી, ફતેપૂરામાં ૨૭ મીમી, કવોટમાં ૨૫ મીમી, સનખેડામાં ૨૪ મીમી, ગલતેશ્ર્વરમાં ૨૩ મીમી, ધનસુરામાં ૨૦ મીમી અને ડેડીયાપાડામાં ૧૮ મીમી વરસાદ પડયો હતો.

આવતીકાલથી દક્ષિણ ગુજરાત અને દાદરાનગર હવેલીમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.