Abtak Media Google News

દુધ સાગર રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડમાં બનેલો બનાવ: સગીરાને શખ્સએ મોઢે ડુચો દઈ અપહરણ કરી પોતાના ઘરે લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો

રાજકોટ શહેરમાં આવલે પોપટપરામાં પુત્રીની ઉંમર કરતા નાની બાળકી સાથે જાતીય સતામણી કરનાર ઢગાને પોલીસે ઝડપી લીધાના બનાવની સાહી હજુ પોલીસ ચોપડે સુકાઈ નથી ત્યારે રાજકોટના થોરાળા પોલીસની હદમાં આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં વધુ એક સગીરા પર દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે.

આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ દુધ સાગર રોડ પર આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાટરમાં રહેતી ૪૦ વર્ષિય મહિલાએ થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેની પડોશમાં રહેતો તોફીક રફીક મહમદ નામનો મુસ્લીમ શખસ તેની સગીર વયની પુત્રીને મોઢે ડુમો દઈ અપહરણ કરી પોતાના ઘરે લઈ જઈ તેની સાથે બળજબરી કરી શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં સગીરાએ તેની માતાને જણાવ્યું હતુ કે અગાઉ ત્રણ મહિના પહેલા પણ તોફીકએ તેની સાથે વારંવાર બળજબરી કરી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જણાવતા થોરાળા પોલીસમાં શખસ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પીએસઆઈ આર.એમ. કોટવાલએ તપાસ હાથ ધરી દુષ્કર્મ કરનાર તૌફીક મહમદની ધરપકડ કરી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.