Abtak Media Google News

વાવાઝોડાના પગલે ગુજરાત એસટી નિગમ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ જતી બસોને રદ કરવામાં આવી છે. તેમજ કેટલાક રૂટ ટૂંકાવામાં આવ્યા છે. જેમાં સોમનાથ, મહુવા, દિવ, પોરબંદર, વેરાવળ, માંગરોળ જતી અંદાજિત 300થી 350 બસો રદ કરવામાં આવી છે, જ્યારે 60 જેટલી બસોના રૂટ ટૂંકાવ્યા છે. આગામી 16મી જૂન સુધી બસોને રદ કરવાનો અને રૂટ ટૂંકાવામાં આવ્યો છે.

Advertisement

ગુજરાત રાજ્ય એસટી નિગમના મેનેજિંગ ડાયરેક્ટર દ્વારા દરિયાઈ વિસ્તારમાં આવતા તમામ ડિવિઝનના ડેપો મેનેજર સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરીને સૂચના આપી હતી. જેમાં જામનગર, અમરેલી, કચ્છ, જૂનાગઢ, રાજકોટ અને ભાવનગર ડિવિઝનમાં બસોના રૂટ ટૂંકાવાની તેમજ બસોની ટ્રીપ રદ કરવામાં આવી છે. મુસાફરોને મેસેજ મારફતે રિઝર્વેશનમાં સૌરાષ્ટ્ર તરફ જતી બસોને રદ કરવાની માહિતી આપવામાં આવી છે. હાલમાં દ્વારકા, ખંભાળિય, દિવ, ઉના, સાવરકુંડલા, મુંદરા, માંડવી, નલિયા, ગાંધીધામ, વેરાવળ, પોરબંદર, માંગરોળ, મોરબી અને મહુવા તરફ જતી બસોની ટ્રીપ રદ કરવાનો અને રૂટ ટૂંકાવામાં આવ્યો છે.

અમદાવાદ ખાતે આવેલા કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી તમામ બસો પર જીપીએસ અને જીઓ ફેન્સ મારફતે ટ્રેકિંગ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ડીઝલનો પૂરતો જથ્થો રાખવા માટે દરેક ડેપોને સૂચના આપવામાં આવી છે. દરિયાઈ વિસ્તારના ડિવિઝનના નજીકના ડેપો સુધી બસ જશે. દ્વારકા, ગાંધીધામ, ભૂજ, નલિયા, અમરેલી સહિતના ડિવિઝનમાં હોર્ડિંગ્સ ઉતારવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.