Abtak Media Google News

દુનિયામાં કુલ ૧૦ મિલ્યન લોકો આ રોગનો શિકાર છે. આ રોગ ઘાતક ની, પરંતુ વ્યક્તિની મૂવમેન્ટ એટલે કે હલનચલન પર અસર કરીને વ્યક્તિને મોટી ઉંમરે પરાવલંબી બનાવી દે છે. આ રોગમાં એની દવાઓ અત્યંત મહત્વપૂર્ણ છે અને એ દરરોજ લેવી ફરજિયાત છે. જ્યારે દવાઓ કામ ન કરે ત્યારે સર્જરીનો ઑપ્શન પણ છે. આજે જાણીએ આ રોગ, એનાં મહત્વનાં લક્ષણો અને એના ઇલાજ વિશે

આજે વર્લ્ડ પાર્કિન્સન્સ ડિસીઝ અવેરનેસ ડે છે. દુનિયામાં દસ મિલ્યન લોકો આ રોગ સો જીવે છે. મોટા ભાગે આ રોગ ૬૦ વર્ષની ઉંમર પછી જ આવે છે, પરંતુ યુવાન લોકોને પણ આ રોગ ઈ શકે છે. ઍવરેજ ૬૦ વર્ષી ઉપરના લોકોમાં એક ટકો વ્યક્તિઓને પાર્કિન્સન્સ ડિસીઝ ાય છે. આ રોગમાં વીસ પેશન્ટે એક પેશન્ટ ૪૦ વર્ષની ઉંમરનો હોય છે. બ્રિટિશ સજ્યર્ને જેમ્સ પાર્કિન્સને આ રોગનાં લક્ષણોને ઓળખી કાઢીને એને અલગ તારવ્યો હતો એટલે તેમના જન્મદિવસ ૧૧ એપ્રિલે દુનિયાભરમાં વર્લ્ડ પાર્કિન્સન્સ ડે તરીકે ઊજવાય છે. ઉંમર સો આવતો આ રોગ વ્યક્તિને મોટી ઉંમરે પરાવલંબી બનાવે છે અને તેની મૂવમેન્ટ કે હલનચલન બંધ કરાવી દે છે જેને લીધે વ્યક્તિ પોતાનું રોજિંદું કામ પણ કરી શકતી ની અને ક્વોલિટી ઑફ લાઇફ ઘટી જાય છે. આ રોગ મોટા ભાગે ઘાતક ની, પરંતુ એની સો જીવવું ઘણું જ કપરું છે. વળી આ રોગ વાનાં કારણો હજી સુધી સ્પષ્ટ યાં ની. ફક્ત એટલું જ કહી શકાય છે કે મોટા ભાગે ૬૦ વર્ષની ઉંમર પછી જ આ રોગ આવે છે.

રોગ

પાર્કિન્સન્સ મગજને લગતી બીમારી છે. આપણું મગજ સમગ્ર શરીર સો જોડાયેલું છે અને શરીરના કોઈ પણ ભાગમાંી ચેતાતંત્ર દ્વારા એનો સંદેશ મગજ સુધી પહોંચે છે અને એને અનુરૂપ મગજ પોતાનો સંદેશો શરીરના કોઈ પણ ભાગ સુધી પહોંચાડે છે. હવે આ સંદેશો ઝીલવાનું કામ મગજમાં ન્યુરો-ટ્રાન્સમીટર્સ કરે છે. આ ન્યુરો-ટ્રાન્સમીટર્સ મગજની સેન્ટ્રલ નવર્સ  સિસ્ટમમાં હોય છે. જ્યારે એ ખામીયુક્ત ાય ત્યારે મગજ એ સંદેશાઓ પરનો પોતાનો કાબૂ ગુમાવી બેસે છે. આ ન્યુરો-ટ્રાન્સમીટર્સ જ્યારે ૮૦ ટકા જેટલા ખામીયુક્ત બને ત્યારે પાર્કિન્સન્સ ડિસીઝનાં લક્ષણો દેખાવાનું શરૂ ઈ જાય છે. વળી ઉંમરની સો-સો એ વધતાં જાય છે.

ઇલાજ

૧૯૬૦ સુધી આ રોગ માટેની કોઈ ખાસ દવાઓ આપણી પાસે હતી નહીં. એ સમયે આ રોગ ધરાવનાર વ્યક્તિ રોગની શરૂઆતી લઈને ફક્ત નવ વર્ષ જીવી શકતી હતી. આજે એના સ્પેશ્યલિસ્ટ ડોક્ટરો, અકસીર દવાઓ, લોકોમાં જાગૃતિ અને વ્યવસ્તિ ટ્રીટમેન્ટને કારણે એના પેશન્ટ્સની જેટલી ઉંમર છે ત્યાં સુધી તે ઘણી સારી જિંદગી જીવી શકવા સક્ષમ બની શકે છે. આ બાબતે સમજાવતાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના ન્યુરોસાયન્સ ડિપાર્ટમેન્ટના હેડ અને મૂવમેન્ટ ડિસઑર્ડર એક્સપર્ટ ડોકટર કહે છે, આ એક એવો રોગ છે જે નાબૂદ ઈ શકતો ની. જે રીતે બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ જેવા રોગ એક વાર ાય તો જિંદગીભર દવાઓ લેવી પડે એમ જ પાર્કિન્સન્સનું છે. આમ એને ક્ધટ્રોલમાં રાખી શકાય છે, પરંતુ નાબૂદ કરી ની શકાતો. દવાઓ ન લો તો પણ આ રોગમાં બિલકુલ ચાલે જ નહીં. દવાઓ જ એનો ૯૦ ટકા ઇલાજ છે. બાકીના દસ ટકામાં એક્સરસાઇઝ અને ડાયટ વગેરે આવે છે. જ્યારે દવાઓ વ્યક્તિ પર અસર ન કરે ત્યારે બ્રેઇન સ્ટિમ્યુલેશન સર્જરી કરી શકાય, જે ખૂબ અસરકારક છે.

સર્જરી

ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન સર્જરી વિશે સમજાવતાં સાયન હોસ્પિટલના અસિસ્ટન્ટ પ્રોફેસર અને લ્ય્સ્ હોસ્પિટલ-ગોરેગામના ન્યુરોસજ્યર્ના ડોકટર કહે છે, મગજના જે ભાગમાં અસર ઈ હોય અવા તો જે ભાગમાં પ્રોબ્લેમને કારણે વ્યક્તિને પાર્કિન્સન્સ છે અને તકલીફો ઊભી ઈ છે એ ભાગમાં એક ડિવાઇસ ગોઠવવામાં આવે અને એ ડિવાઇસ ગોઠવીને એ ભાગને ઇલેક્ટ્રિકલ સિગ્નલ મોકલવામાં આવે. ડિવાઇસના ઇલેક્ટ્રોડ્સ મગજની ખૂબ અંદર ગોઠવવામાં આવે છે. જેવી રીતે હાર્ટનું પેસમેકર હોય છે એ જ રીતે આ ડિવાઇસ કામ કરે છે જેની મદદી ન્યુરો-સ્ટિમ્યુલેટર એની ઇલેક્ટ્રિક પલ્સ વાપરીને મગજની ઍક્ટિવિટી ચાલુ રાખે છે. આ ઇલેક્ટ્રિકલ સિગ્નલનો કરન્ટ વધારવા કે ઘટાડવા માટે દરદીને એક ક્ધટ્રોલર પણ આપવામાં આવે છે, જેને દરદી પોતાની જરૂરિયાત મુજબ શરીરની બહારી ઑપરેટ કરી શકે છે. આ સર્જરી બ્રેઇનની બીજી સર્જરીઓ કરતાં ઘણી સેફ ગણાય છે અને એના કી મગજના કોઈ બીજા ભાગને નુકસાન તું ની. ઊલટું એનાી દરદીની લાઇફ ઘણી સુધરી જાય છે અને તે પોતાનાં રૂટીન કામ સરળતાી કરી શકે છે.

મોટર ચિહ્નો

પાર્કિન્સન્સ ડિસીઝમાં દરેક વ્યક્તિનાં ચિહ્નો સરખાં જ હોય એવું જરૂરી ની. વળી મોટા ભાગના લોકો પ્રારંભિક ચિહ્નોને અવગણે છે. એવું પણ બને છે કે ચિહ્નો શરીરમાં એક તરફ એટલે કે જમણી કે ડાબી બાજુના ભાગમાં ઉદ્ભવે છે અને ધીમે-ધીમે બન્ને બાજુ ફેલાય છે. બન્ને બાજુ ફેલાઈ ગયા પછી પણ જ્યાંી એ શરૂ ાય છે એ ભાગમાં વધુ અસર કરતાં રહે છે. પાર્કિન્સન્સ જેના માટે જાણીતો છે એ મોટર ચિહ્નો એટલે કે હલનચલનને લગતાં ચિહ્નો વિશે જાણીએ ડોકટર પાસેી.

ધ્રુજારી :પાર્કિન્સન્સનું આ ટિપિકલ લક્ષણ છે જે મોટા ભાગે હા કે આંગળીઓી શરૂ ાય છે. વળી આ ધ્રુજારી જ્યારે હા કંઈ કામ ન કરતો હોય ત્યારે પણ આવે છે અને એ સમયે વધુ ઓળખાય છે. દિવસ કે રાતમાં એ કોઈ પણ સમયે આવે અને પછી બંધ ઈ જાય છે.

ધીમી મૂવમેન્ટ :પાર્કિન્સન્સ ડિસીઝ તમારી મૂવમેન્ટ પર અસર કરે છે જેને લીધે તમે ધીમા ઈ જાઓ છો. એને લીધે સામાન્ય વસ્તુઓ કરવામાં પણ ખૂબ જ વાર લાગે છે અને કરવી અઘરી લાગે છે. જેમ કે તમે ચાલો તો તમારાં પગલાં પહેલાં કરતાં ઘણાં નાનાં ઈ જાય; એટલું જ નહીં, જ્યારે તમે ચાલતા હો તો તમને લાગે કે તમે તમારા પગને પરાણે ઢસડી રહ્યા છો કે પછી તમે ખુરસી પર બેઠા હો તો ઊભા વાનું મુશ્કેલ બને અને ધીમે-ધીમે ઊભા ઈ શકો.

સ્નાયુ એકદમ અકળાઈ જાય :

આમ તો શરીરના કોઈ પણ સ્નાયુમાં એ ઈ શકે અને એને કારણે તમે એ સ્નાયુનો ઉપયોગ હલનચલન માટે ન કરી શકો અવા તો કહીએ કે એ મોશનને અવરોધે જેી પેઇન વાની શક્યતા રહે.

તમારું પોસ્ચર અને બેલેન્સ બન્ને બગડે : પાર્કિન્સન્સમાં વ્યક્તિ ોડું આગળ તરફ ઝૂકી જાય કે વળી જાય છે અને ચાલવામાં કે ઊભા રહેવામાં બેલેન્સ-પ્રોબ્લેમ્સ આવી શકે છે. એને લીધે તે પડી જાય કે તેને ફ્રેક્ચર વાનું રિસ્ક પણ વધી જાય છે.

ઑટોમેટિક મૂવમેન્ટ બંધ

આપણા શરીરમાં આપણી જાણ બહાર પણ ઘણી મૂવમેન્ટ તી હોય છે જેને આપણે સહજ પ્રકારનું હલનચલન કહી શકીએ. જેમ કે આંખ પટપટાવવી, હસવું કે ચાલતી વખતે એની મેળે હા પણ હલવા વગેરે. આ મૂવમેન્ટ આ દરદીઓમાં હોતી ની. એને લીધે તેમનો ચહેરો એકદમ એક્સપ્રેશન વગરનો લાગે છે. જાણે કે તેમણે ચહેરા પણ માસ્ક પહેયોર હોય એમ લાગે.

સ્પીચમાં બદલાવ

પાર્કિન્સન્સને કારણે વ્યક્તિની સ્પીચ પણ બદલાઈ જાય છે. એને લીધે વ્યક્તિનો અવાજ ધીમો ઈ જાય, ઝડપી બોલાઈ જાય, બોલવામાં ગરબડ ઈ જાય અને બોલતાં પહેલાં તે ખચકાય.

લખવામાં બદલાવ

પાર્કિન્સન્સના દરદી માટે લખવું ખૂબ જ અઘબરું છે. જો તે લખે તો તેના અક્ષર એકદમ નાના ઈ જાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.