Abtak Media Google News

હવે પ્રતિ કિલોગ્રામ 180ના બદલે રૂા.200 ચૂકવાશે: ગુજરાત મિલ્ક ફેડરેશનને ક્રિમ મિલ્ક પાવડર નિકાસ માટે પ્રતિ કિલોગ્રામ રૂા.50 પ્રમાણે સહાય ચૂકવવા 150 કરોડ મંજૂર કરાયા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના દૂધ ઉત્પાદકો અને પશુ પાલકોના વ્યાપક હિતમાં એક સંવેદનશીલ નિર્ણય લીધો છે. જેમાં મિલ્ક પાવડર નિકાસ માટે ચૂકવાતી સહાયમાં રૂા.20નો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનને ક્રિમ મિલ્ક પાવડરની નિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિ કિલોગ્રામ રૂા.50 પ્રમાણે સહાય આપવામાં આવશે. આ માટે 150 કરોડની મર્યાદા મંજૂર કરવામાં આવી છે.

Advertisement

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનને સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ માટે અપાતી રાજ્ય સરકારની નિકાસ સહાયમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી સમક્ષ ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન દ્વારા આ સંદર્ભમાં કરવામાં આવેલી રજૂઆતનો સાનૂકુળ પ્રતિસાદ આપતાં મુખ્યમંત્રીએ હવે, એફઓબી પ્રતિ કિ.ગ્રામ 180ને બદલે રૂા.ર00 આપવાનો નિર્ણય લીધો છે.

રાજ્યના પશુપાલકોના વ્યાપક હિતમાં રાજ્ય સરકાર સ્કીમ મિલ્ક પાવડરમાં દૂધ સંઘોને આંતરરાષ્ટ્રીય બજારોમાં થતા નાણાંકીય નુકશાનને સરભર કરવા આવી નિકાસ સહાય મંજૂર કરે છે.આ જોગવાઇ અનુસાર સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ કરવા પ્રતિ કિ.ગ્રામ રૂા.પ0 મહત્તમ નિકાસ સહાય 6 મહિનાના સમયગાળા માટે રૂા.1પ0 કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવેલી હતી.

રાજ્યના દૂધ સંઘોએ આ વર્ષે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ રજૂઆત કરીને એફઓબી (ફ્રેઇટ ઓન બોર્ડ) પ્રતિકિલો રૂા.180 થી વધારીને ર00 કરવા તેમજ યોજનાની અવધિમાં પણ વધારો કરવા વિનંતી કરી હતી.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તદઅનુસાર, 1 જુલાઇ-ર0ર1થી તા.31 ડિસેમ્બર-ર0ર1 સુધીના 6 માસ માટે રૂા.પ0 પ્રતિ કિ.ગ્રામ સહાય મંજૂર કરી છે.એટલું જ નહિ, એફઓબી ભાવ પરિવહન ખર્ચ સાથે રૂા.ર00 પ્રમાણે આપવાનો નિર્ણય તેમણે કર્યો છે.

મુખ્યમંત્રીએ એવું પણ સૂચવ્યું છે કે, જો સ્કીમ મિલ્ક પાવડરના એફઓબી ભાવમાં વધારો થાય તો આ વધારા જેટલી રકમની નિકાસ સહાયમાં ઘટાડો થશે. એટલે કે જો એફઓબી ભાવ રૂા.ર00થી વધીને ર10 થાય તો, નિકાસ સહાય રૂા.પ0 થી ઘટીને રૂા.40 થશે.

જો એફઓબી ભાવમાં ઘટાડો થાય તો પણ નિકાસ સહાય યથાવત એટેલે કે રૂા.પ0 પ્રતિ કિ.ગ્રામ જ રહેશે. આ સમગ્ર યોજના રૂા.1પ0 કરોડની નાણાંકીય મર્યાદામાં મંજૂર કરવાનો નિર્ણય પણ વિજયભાઇ રૂપાણીએ કર્યો છે.મુખયમંત્રીના આ નિર્ણયને પરિણામે સ્કીમ મિલ્ક પાવડરના ભાવમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં થતી વધ-ઘટથી થતું નુકશાન પશુપાલકો સરભર કરી શકશે અને તેમને આર્થિક રાહત પ્રાપ્ત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.