Abtak Media Google News

હાલ પોર્ટની લિકવિડ કાર્ગો હેન્ડલિંગ કરવાની ક્ષમતા 2 એમએમટી, જેને વધારીને 5.2 એમએમટી કરી દેવાશે

સૌરાષ્ટ્રના મહત્વના એવા પીપાવાવ બંદરે 720 કરોડના ખર્ચે લિકવિડ કાર્ગોની ક્ષમતા અઢી ગણી કરાશે. હાલ પોર્ટની લિકવિડ કાર્ગો હેન્ડલિંગ કરવાની ક્ષમતા 2 એમએમટી, જેને વધારીને 5.2 એમએમટી કરી દેવાશે તેવુ જાહેર કરાયુ છે.

Advertisement

પીપાવાવ ખાતેના એપીએમ ટર્મિનલે જાહેરાત કરી છે કે  બંદર પર નવી લિક્વિડ બર્થ સેટ કરવા માટે રૂ. 720 કરોડનું રોકાણ કરવામાં આવશે. પોર્ટ પાસે હાલ 2 એમએમટી લિક્વિડ બલ્ક કાર્ગો હેન્ડલ કરવાની હાલની ક્ષમતા છે.  નવી બર્થ સાથે, પોર્ટની લિક્વિડ બલ્ક હેન્ડલિંગ ક્ષમતા અઢી ગણીથી વધીને 5.2 એમએમટી થઈ જશે.

એપીએમ ટર્મિનલ્સ પીપાવાવના મેનેજિંગ ડિરેક્ટર ગિરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે, આ વિસ્તરણથી વેપાર અને વાણિજ્યને વેગ આપીને ગુજરાત રાજ્યના અર્થતંત્ર પર હકારાત્મક અસર થવાની અપેક્ષા છે.  ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કાર્યરત થવાથી અને સરકાર કાર્ગો પરિવહન માટે રેલવેના ઉપયોગ પર ભાર મૂકે છે, એપીએમ  ટર્મિનલ્સ પિપાવાવ અમારા બંદર પરથી માલસામાનની ટકાઉ, ઝડપી અને ખર્ચ-કાર્યક્ષમ અવરજવર માટે ગ્રાહકોની જરૂરિયાતોને ઉકેલવા માટે સારી સ્થિતિમાં છે.

એપીએમ ટર્મિનલ્સ પીપાવાવ એ ભારતના કેટલાક એવા બંદરોમાંનું એક છે કે જે બંદરની અંદર એલપીજી રેલ સાઇડિંગ ધરાવે છે જે લગભગ 1,200 એમટી એલપીજી કાર્ગો વહન કરતી સંપૂર્ણ ટ્રેનને સમાવી શકે છે.

ઉલ્લેખનીય છે કે પીપાવાવ પોર્ટમાં મોટા પ્રમાણમાં લિકવિડ કાર્ગોનું હેન્ડલિંગ થાય છે. હવે તેની ક્ષમતામાં વધારો થવાના કારણે સૌરાષ્ટ્રને તેનાથી ઘણો ફાયદો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.