Abtak Media Google News

સીબીઆઈના જોઈન્ટ ડાયરેકટર તથા સીઆરપીએફનાં એડિશનલ ડીજી અરૂણકુમાર શર્માની પરિવાર સાથેની હાજરી હજારો ખેલૈયાઓ માટે બની રહી ઉત્સાહવર્ધક

રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ તથા માર્કેટીંગ યાર્ડના ચેરમેન ડી.કે. સખીયા અને હરીવંદના કોલેજના ટ્રસ્ટી મહેશભાઈ ચૌહાણ પણ રહ્યા ઉપસ્થિત

નવમાં નોરતે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા: ‘વંદે માતરમ’ના ગીતે સજર્યો દેશ ભકિતનો માહોલ

રાજકોટના હાલચાલ બરાબર છે ને ?

Img 3047

‘અબતક’ સુરભી કા જવાબ નહીં

Img 3036

એ.કે. શર્મા ખુશખુશાલ

Img 3055

શર્મા દંપતી વાતોમાં મશગુલ

3S8A2660

કેવા સરસ રાસ રમે છે …

Img 3060

વાહ કેવો સરસ માહોલ છે

3S8A2655

નવલા નોરતાના અંતિમ દિવસે ગુજરાતના નં.૧ રાસોત્સવ ‘અબતક’ સુરભીના આંગણે અનમોલ અતિથિઓની પધરામણી થઈ હતી. જેને ખેલૈયાઓએ અવનવા તાલ સાથે ઝુમી અદકેરો આવકાર આપ્યો હતો. સીબીઆઈના જોઈન્ટ ડાયરેકટર અને સીઆરપીએફના એડિશ્નલ ડી.જી. અરૂણકુમાર શર્મા (આઈપીએસ)ની સહપરિવાર હાજરી ખેલૈયાઓ માટે ઉત્સાહવર્ધક બની રહેવા પામી હતી. હૈયે-હૈયુ દળાય તેવી મેદનીથી અલૌકીક માહોલ સર્જાયો હતો. આજે દશેરાના દિવસે મેગા ફાઈનલ રમાશે જેમાં ગુજરાતના નં.૧ રાસોત્સવમાં શ્રેષ્ઠ ખેલૈયાનું બિરુદ હાંસલ કરવા માટે એડી ચોટીનો જંગ જામશે. મહાનુભાવોના મોઢામાંથી પણ એવા ઉદગારો નીકળી રહ્યાં છે કે રાજકોટમાં ‘અબતક’ સુરભી રાસોત્સવની તોલે આવે તેવું કોઈ નથી. ખેલૈયાઓને પણ અહીં પારિવારીક માહોલ સાથે પોતીકી ભાવના મહેસુસ થઈ રહી છે.

Img 3160

‘અબતક’ સુરભી રાસોત્સવમાં રોજ મોંઘેરા મહાનુભાવોની વિશેષ હાજરી ખેલૈયાઓનો જોમ વધારી રહી છે. છેલ્લા નોરતે એટલે કે ગઈકાલે સીબીઆઈના જોઈન્ટ ડાયરેકટર અને સીઆરપીએફના એડીશનલ ડી.જી. અરૂણકુમાર શર્મા (આઈપીએસ) સહપરિવાર ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અને રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન ડી.કે.સખીયા તથા હરીવંદના કોલેજના ટ્રસ્ટી મહેશભાઈ ચૌહાણ સહિતના મહાનુભાવોની હાજરીથી જાણે સોનામા સુગંધ ભળી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. ખેલૈયાઓ અંતિમ નોરતે મન મુકીને ઝુમી ઉઠયા હતા. ગ્રાઉન્ડમાં એક પણ ખુણો ખાલી ન હતો. હૈયે-હૈયુ દળાતુ હોય તેવું લાગી રહ્યું હતું.વિશ્વ વિખ્યાત ગાયક કલાકારોના એક-એક ગીત પર નાના બાળકથી લઈ પ્રૌઢ સુધીના ખેલૈયાઓ મન મુકીને ઝુમતા નજરે પડયા હતા. વંદે માતરમ ગીત પર દેશભક્તિનો અભૂતપૂર્વ માહોલ જોવા મળ્યો હતો. ખેલૈયાઓના હાથમાં રાષ્ટ્રધ્વજી જાણે એવું લાગતું હતું કે, આજે જાણે કોઈ રાષ્ટ્રીય પર્વની ઉજવણી થઈ રહી હોય. સતત ૪ કલાક સુધી ખેલૈયાઓ રાસે રમ્યા હતા.

3S8A2513

‘અબતક’ સુરભીના આંગણે મહેમાન બનીને પધારેલા અનમોલ અતિથિઓને પણ જાણે ખેલૈયાઓ અદકેરો આવકાર આપતા હોય તેમ વિવિધ સ્ટેપ પર ઝુમ્યા હતા. અલગ અલગ ગ્રુપ અલગ અલગ થીમ સાથે મેદાનમાં આવ્યા હતા. કોઈ ગ્રુપ આદિવાસી પોશાકમાં તો કોઈ ગ્રુપ આર્મીના પોશાકમાં તો વળી કોઈ ગ્રુપે કાર્ટૂન કેરેકટરનો પણ રંગરૂપ ધારણ કર્યો હતો.

‘અબતક’ના વિશેષ આમંત્રણને માન આપી સીબીઆઈના જોઈન્ટ ડીરેકટર અને સીઆરપીએફના એડીશનલ ડી.જી. અરૂણકુમાર શર્મા (આઈપીએસ) સહ પરિવાર રાસોત્સવ માણવા પધાર્યા હતા અને તેઓએ પરિવાર સાથે સતત એક કલાકથી વધુ રાસોત્સવની મજા માણી હતી. અરૂણકુમાર શર્માએ પોતાની કારકિર્દીની શરૂઆત રાજકોટ જિલ્લાથી કરી હતી. રાજકોટને કર્મભૂમિ બનાવી હતી. સૌપ્રથમ તેઓ ગોંડલના ડીવાયએસપી તરીકે ફરજમાં જોડાઈને કારકિર્દીનો આરંભ કર્યો હતો.

3S8A2458

તેઓ સતત ૩ વખત રાજકોટમાં ડીસીપી તરીકે ફરજ બજાવી હતી અને આ દરમિયાન તેઓએ ખુબજ પ્રશસનીય કામગીરી કરી હતી. જામનગર જિલ્લા પોલીસવડા તરીકે તથા ગાંધીનગર રેન્જ આઈજી તરીકે પણ તેઓની કામગીરી ખરેખર કાબીલેદાદ રહી હતી. ‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા સાથે એ.કે.શર્મા પારિવારીક સંબંધો ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.