Abtak Media Google News

Table of Contents

રાજકોટ સમાચાર

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી નાણાંકીય વર્ષ માટે તૈયાર કરવામાં આવેલા અંદાજપત્રમાં શહેરના સર્વાંગી વિકાસની સાથોસાથ મુખ્યત્વે પીવાના પાણીની સુવિધા, સ્વચ્છતા અને પર્યાવરણ તેમજ અર્બન મોબિલિટી (શહેરી પરિવહન) જેવી સુવિધાઓ અને સેવાઓના માળખાને વધુ ને વધુ સુદ્રઢ બનાવવા પર ભાર મૂકયો છે .

  • વોટર પ્રોજેક્ટ સેલ :

    2U8A0348 1

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરમાં વોટર વર્કસના નવા પ્રોજેક્ટ તથા હાલ કાર્યરત પ્રોજક્ટ અંગે પ્લાનિંગ તથા અસરકારક અમલીકરણ કરવું, સતત સુપરવિઝન કરવું તેમજ નવી ટેકનોલોજીની મદદથી હયાત અમલીકરણમાં આવતી સમસ્યાઓનું નિરાકરણ માટે વોટર પ્રોજેકટ યુનિટ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.

 વોટર ઓપરેશન & મેઈન્ટેનન્સ સેલ :

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરમાં વોટર વર્કસની હયાત ઓપરેશન & મેઈન્ટેનન્સ કામગીરીનું સુપરવિઝન કરવું તેમજ તેમના ઉદભવતી સમસ્યાઓનું નવી ટેકનોલોજીની મદદથી નિરાકરણ લાવવાની કામગીરી માટે વોટર ઓપરેશન & મેઈન્ટેનન્સ યુનિટ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.

 જળ સંચય સેલ :

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પાણી માટે નવા જળસ્ત્રોત શોધવા તથા જળ સંચય માટે શહેરીજનોની સહભાગીદારી વધારવા તથા જાગરૂકતા લાવવા જળ સંચય યુનિટ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. જેમાં મુખ્યત્વે નીચે મુજબની કામગીરી હાથ ધરવામાં આવશે.

 નવા પાણીના સ્ત્રોત શોધવા સર્વે

રાજકોટ શહેરની વધતી જતી વસ્તી તેમજ હરણફાળ ભરી રહેલા વિકાસને ધ્યાને રાખીને રાજકોટ શહેરને પીવાના પાણી માટે સ્વનિર્ભર બનાવવા માટે નવા જળ સ્ત્રોત ઉભા કરવા જરૂરી બની રહે છે. રાજકોટ શહેરની આસપાસમાં સર્વે કરીને પીવાના પાણીના નવા સ્ત્રોત ઉપલબ્ધ થઇ શકે તે હેતુથી આ કામના સર્વે માટે કન્સલ્ટન્ટની નિમણુક કરીને પ્રિ-ફીઝીબીલીટી રીપોર્ટ તેમજ ડીપીઆર તથા તેને લગત આનુસંગિક કાર્યવાહી હાથ ધરવાનું આ વર્ષે આયોજન હાથ ધરેલ છે. જેમાં કન્સલ્ટન્ટ ફી પેટે રૂ. ૫૦.૦૦ લાખનો ખર્ચ થવાનો અંદાજ છે.

જનભાગીદારીથી જળ સંવર્ઘન :

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોટર રીચાર્જ માટે જાહેર સહભાગિતાને પ્રોત્સાહીત કરવા, જાગરૂકતા વધારવા, સામુદાયિક કાર્યક્રમો કરી ટકાઉ જળ સંરક્ષણના પ્રયાસો માટે આગામી વર્ષમાં જનભાગીદારીથી વોટર રીચાર્જ કરવા સોસાયટીઓ, બિલ્ડર્સ, ઉદ્યોગપતિ સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ વગેરેને સહભાગી કરી જળ સંરક્ષણ માટે સહીયારી જવાબદારીની ભાવના વધે તે મુજબ આગામી વર્ષમાં આયોજન કરી નીતી ઘડવામાં આવનાર છે.  આ માટે જો સંસ્થા દ્વારા ૧૦% ખર્ચ કરવામાં આવશે તો તેની સામે રાજકોટ મહાનગરપાલિકા એક પ્રોજેક્ટ દીઠ રૂ. ૧૦.૦૦ લાખની મર્યાદામાં ૯૦% ફાળો આપશે. આ માટે વર્ષ ૨૦૨૪-૨૫ માં રૂ. ૨૦૦.૦૦ લાખની બજેટ જોગવાઈ રાખવામાં આવશે.

સ્વચ્છ સિટી યુનિટ :

 “સ્વચ્છ રાજકોટ, સુંદર રાજકોટ” ના સૂત્રને યથાર્થ ઠેરવવા રાજકોટ મહાનગરપાલિકા સોલીડ વેસ્ટની જુદી-જુદી કામગીરીનું અસરકારક રીતે પ્લાનિંગ તથા મોનીટરીંગ થઈ નીચે મુજબ સેલની રચના કરવાનું આયોજન છે :

19Bgmysurucleancity

પ્રોજેક્ટ સેલ :

પ્રોજેક્ટ RISE : “Rajkot Integrated Solid Waste Management Project to Enhance resource efficiency and circular economy” અંતર્ગત નીચે મુજબની કામગીરી કરવામાં આવનાર છે.

  • સોલીડ વેસ્ટ વિભાગ મેનેજમેન્ટની તમામ સેવાઓનું ઈન્ટીગ્રેશન કરી હયાત ત્રુટીઓનું નિરાકરણ કરવાની કામગીરી
  • ઘન કચરાના, પ્લાસ્ટિક વેસ્ટ અને C & D વેસ્ટના નિકાલ/વ્યવસ્થાપન માટે નવી આવિષ્કાર પામતી ટેક્નોલોજી, વૈજ્ઞાનિક અભિગમ અને સમગ્રલક્ષી મોનીટરીંગ જેવા મહત્વપૂર્ણ પરિબળો પર ધ્યાન કેન્દ્રિત કરશે
  • સરકારશ્રી તરફથી સ્વચ્છતા અન્વયે સ્વચ્છ ભારત મિશન યોજના, ૧૫ મુ નાણા પંચ અંતર્ગત કરવાની થતી કાર્યવાહીનું આયોજન તથા મોનિટરીંગ કરવાની કામગીરી
  • નાકરાવાડી ખાતે કરવામાં આવી રહેલ ઘન કચરાના પ્રોસેસિંગની કામગીરી કરવામાં આવે છે આ પ્રોજેક્ટને મોનીટરીંગની કરવાની કામગીરી
  • રાજકોટ શહેરમાંથી ઉત્પન્ન થતાં ૨૫૦ મેટ્રીક ટન ભીના કચરામાંથી બાયો સી.એન.જી. પ્લાન્ટ નાખવાનું કામ મંજુર થયેલ છે. આ પ્રોજેક્ટને મોનીટરીંગની કરવાની કામગીરી.

સ્વચ્છતા સર્વેક્ષણ સેલ :

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ, સ્વચ્છતાના પ્રચાર પ્રસારને લગત કામગીરી તથા સ્વચ્છતા અંગે જનજાગૃતિ અને સામાજીક પ્રશિક્ષણ (I.E.C.) પર પણ સવિશેષ ભાર મૂકવા માટે સ્વચ્છતા સર્વેક્ષણ સેલ બનાવવાનું આયોજન છે.

SWM સેલ :

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની દૈનિક સફાઈ કામગીરી જેમ કે ગાર્બેજ કલેક્શન, રસ્તાની સાફ–સફાઈ વગેરે કામગીરીના મોનીટરીંગ માટે SWM સેલ બનાવવાનું આયોજન છે.

Net Zero Transport (કાર્બન ઉત્સર્જનમુક્ત પરીવહન સેવા) :

રાજકોટ મહાનગરપાલિકા શહેરમાં વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા તથા શહેરની હવા શુદ્ધ બની રહે તે માટે કટિબદ્ધ છે અને આ માટે કાર્બન ઉત્સર્જનમુક્ત પરીવહન સેવા આપવા નીચે મુજબના આયોજન હાથ ધરવામાં આવશે :

અર્બન મોબીલીટી સ્ટ્રેટેજી પ્લાન :

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જળવાયું પરિવર્તન અન્વયે GIZ ટેકનીકલ સપોર્ટ અંતર્ગત SUM-ACA (સસ્ટેનેબલ અર્બન મોબીલીટી – એરક્વોલિટી, ક્લાઈમેટ એક્શન એન્ડ એક્સેસિબિલિટી) પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવનાર છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ શહેરમાં પર્યાવરણને અનુકુળ અને સામાજિક રીતે સંતુલિત પરિવહન પ્રણાલીને વિકસાવવાનું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત નીચે મુજબ આયોજન હાથ ધરવામાં આવશે.

સસ્ટેનેબલ પરીવહન માટેની વ્યૂહરચના :

આ સ્ટ્રેટેજી અંતર્ગત સસ્ટેનેબલ પરિવહન માટેની વ્યૂહરચના માટેનો એક અહેવાલ બનાવવામાં આવશે. જેમાં શહેરી પરિવહનની સમસ્યાઓ જેવી કે ટ્રાફિક, પાર્કિંગ અને જાહેર પરિવહન માટે કરવાના થતા મધ્યમ તથા લાંબાગાળાના અભિગમોની નોંધ તૈયાર કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે નીચે જણાવેલ પર્યાવરણને અનુકુળ ઓપ્શન પર કામ કરવામાં આવશે.

  •  ડીજીટલ સોલ્યુશનનો ઉપયોગ કરી કાર્યક્ષમ, ઝડપી અને સુલભ જાહેર પરિવહન
  • ફર્સ્ટ અને લાસ્ટ માઈલ કનેક્ટિવિટી (IPT – ઇન્ટીગ્રેટેડ પબ્લિક ટ્રાન્સપોર્ટ)
  • રાજકોટ શહેરના રહેવાસીઓ માટે બિનયાંત્રિક પરિવહન (NMT – નોન મોટરાઈઝ ટ્રાન્સપોર્ટ),
  • ચાલીને જનાર મુસાફરો માટે સલામત રસ્તાઓ (પેડેસ્ટ્રીયન વે)

સ્ટ્રીટ ટાયપોલોજી:-

શહેરના આંતરિક રસ્તાને હાઈવે થતા અટકાવવા તદુપરાંત એક ફરવાના સ્થળ તરીકે તથા આંતરિક એકબીજા વચ્ચે ઈન્ટરએક્શન વધારી શકાય તથા જરૂરી સ્ટ્રીટ ફર્નિચર સાથે જરૂરી રાહદારીઓની અવરજવરની સરળતાને ધ્યાને રાખી ફૂટપાથનો ઉપયોગ ફક્ત રાહદારીઓ કરે તથા સાયકલ ચલાવનારની અનુકૂળતાને ધ્યાને રાખી જરૂરી ગ્રીનબેલ્ટ અને રાહદારીઓને છાયો મળી રહે તેવા આયોજન સાથે ધંધા અને રોજગારને વધુ ઉતેજન મળે તે હેતુથી હયાત રસ્તાનું રીડિઝાઈન હાથ ધરવામાં આવશે.

નાણાંકીય વર્ષ ૨૦૨૪૨૫ માં બાકી રહેતી ડીઝલ બસને ઇલેક્ટ્રિક બસ તથા સી.એન.જી. બસની સુવિધામાં રૂપાંતરિત કરવામાં આવશે.Whatsapp Image 2023 09 06 At 11.16.05 Am 780X470 1

નવી ૧૭૫ ઈલે. બસ ફાળવવામાં આવશે :

રાજકોટ રાજપથ લી. દ્વારા પર્યાવરણની જાળવણીના ભાગરૂપે ગ્રીન મોબીલીટીને પ્રાધાન્ય આપીને ડિપાર્ટમેન્ટ ઓફ હેવી ઈન્ડસ્ટ્રીઝ (D.H.I) નવી દિલ્હીના સહયોગથી રાજકોટ શહેર માટે મંજુર થયેલ ૫૦ ઇલેક્ટ્રિક બસનાં પ્રોજેક્ટ તા. ૦૮/૧૦/૨૦૨૧ના રોજ શરૂ કરવામાં આવેલ. આ ઉપરાંત ડિપાર્ટમેન્ટ ઓફ હેવી ઈન્ડસ્ટ્રીઝની મંજુરીથી રાજકોટ રાજપથ લી. દ્વારા વધુ ૧૦૦ ઈલે. બસની ટેન્ડરીંગ પ્રક્રિયા પૂર્ણ કરીને આ કામની એજન્સીને કોન્ટ્રેક્ટ એવોર્ડ કરવામાં આવેલ છે. જે પૈકી ૨૫ બસ ની ફાળવણી પૂર્ણ થયેલ છે અને ૭૫ ઇલેક્ટ્રિક બસ આગામી સમયમાં ફાળવવામાં આવશે. આ ઉપરાંત PM ઈ-બસ સેવા યોજના અંતર્ગત મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા ૧૦૦ ઈલેક્ટ્રીક બસ રાજકોટ શહેરને ફાળવવામાં આવશે.

નવી ૧૦૦ CNG બસ આવશે :

શહેરની જાહેર પરિવહન સેવાને વધુ સુદ્રઢ અને વિસ્તરણ કરવાનાં ભાગ રૂપે આગામી સમયમાં શહેરમાં ૧૦૦ મીડી સી.એન.જી. બસને ગ્રોસ કોસ્ટ મોડેલથી શહેરી પરિવહન સેવામાં લાવવાનું આયોજન છે. જે માટે વહિવટી પ્રક્રિયા પૂર્ણ થયેલ છે. જે તમામ ૧૦૦ સી.એન.જી. બસ આગામી ઓડીટ વર્ષ ૨૦૨૪-૨૫ માં શહેરી પરિવહન સેવામાં ઉપયોગમાં લઇ શકાય તેવું આયોજન હાથ ધરેલ છે.

 બસ માટે ચાર્જીંગ સ્ટેશન અને ડેપો બનાવવાનું આયોજન :

પ્રધાનમંત્રી ઈ-બસ સેવા યોજના અંતર્ગત મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા રાજકોટ શહેરને ૧૦૦ ઈલેક્ટ્રીક બસ ફાળવવા માટે કાર્યવાહી હાથ ધરેલ છે. આ ૧૦૦ બસ માટે સ્માર્ટ સીટી એરિયામાં અટલ સરોવરની બાજુમાં આવેલ ફાઈનલ પ્લોટ નં. ૮૩ ઉપર અંદાજીત રૂ. ૧૬.૦૦ કરોડ ના ખર્ચે ઈ- બસ ચાર્જીંગ સ્ટેશન અને ડેપો બનાવવાનું આયોજન કરેલ છે.

CNG બસ માટે ડેપો બનાવવાનું આયોજન :

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧૦૦ મીડી CNG બસની વહિવટી પ્રક્રિયા પૂર્ણ થયેલ છે તેમજ આ ૧૦૦ બસ માટે સ્માર્ટ સીટી એરિયામાં અટલ સરોવરની બાજુમાં આવેલ ફાઈનલ પ્લોટ નં. ૮૩ ઉપર અંદાજીત રૂ. ૮.૦૦ કરોડ ના ખર્ચે ડેપો બનાવવાનું આયોજન કરેલ છે.

સિટી ટુરીઝમ સેલ :B3477178C89C0E92C0F58E8Af0Fff08A167272458285881 Original

શહેર પ્રવાસન ઝાંખી

રાજકોટ પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં સ્થિત એક એવું શહેર છે કે જેની પાસે સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો છે, જે તેને પ્રવાસીઓ માટે એક રસપ્રદ સ્થળ બનાવે છે. ગુજરાતનું ચોથું સૌથી મોટું શહેર હોવાને કારણે રાજકોટ હંમેશા કાઠિયાવાડી સંસ્કૃતિ અને તહેવારોનું કેન્દ્ર રહ્યું છે. રાજકોટમાં મુલાકાત લેવા માટે ઘણા પ્રવાસન સ્થળો છે. આ શહેરને “રંગીલુ રાજકોટ” તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે અહીંના લોકો સાંસ્કૃતિક ઉત્સવોમાં સામેલ થઈને તેને માણવાનું પસંદ કરે છે. રાજકોટ ચિત્ર નગરી માટે પણ જાણીતું છે જે શહેરની દિવાલોને  પેઈન્ટીગ્સથી સુશોભિત કરવાની સ્થાનિક સરકારની પહેલનો એક ભાગ છે.

શહેરી પ્રવાસનનું મહત્વ

UNWTO (United Nations World Tourism Organization) અનુસાર અર્બન ટુરિઝમ એ એક પ્રકારની પર્યટન પ્રવૃત્તિ છે જે શહેરી વિસ્તારમાં થાય છે જે બિન-કૃષિ આધારિત અર્થતંત્ર જેમ કે વહીવટ ઉત્પાદન, વેપાર અને સેવાઓ અને પરિવહનના નોડલ પોઇન્ટ્સ દ્વારા દર્શાવવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ અનુસાર વર્ષ ૨૦૧૫માં વિશ્વની ૫૪% વસ્તી શહેરી વિસ્તારોમાં રહેતી હતી અને વર્ષ ૨૦૩૦ સુધીમાં આ હિસ્સો ૬૦% સુધી પહોંચવાની અપેક્ષા છે. અન્ય મુખ્ય સ્તંભોની સાથે, પર્યટન એ અર્થતંત્ર, સામાજિક જીવન અને વિશ્વના ઘણા શહેરોની ભૂગોળમાં એક કેન્દ્રિય ઘટક છે અને તેથી શહેરોની વિકાસ નીતિઓમાં તે મુખ્ય તત્વ છે.

પ્રવાસન વિકાસ માટે મુખ્ય આધારસ્તંભો

પ્રવાસન એ વિશ્વના સૌથી મોટા ઉદ્યોગોમાંનું એક છે, તે અર્થતંત્રો અને વ્યવસાયો પર નોંધપાત્ર અસર કરે છે. નોકરીઓનું સર્જન કરે છે. આવક પેદા કરે છે અને સ્થાનિક અર્થતંત્રોને વેગ આપે છે. પ્રવાસન વિકાસ માટેના મુખ્ય ચાર આધાર સ્તંભ છે જેમાં, (૧) પ્રવાસન સ્થળો, (૨) પ્રવાસન માર્કેટિંગ, (૩) પ્રવાસન ઉદ્યોગ તથા (૪) પ્રવાસન સંસ્થાઓ અને માનવ સંસાધનનો સમાવેશ થાય છે.

પ્રવાસન સ્થળો

  • આકર્ષણ
  • પ્રવાસન સ્થળ સુધી જવા-આવવાની સુગમતા
  • ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય સુવિધાઓ
  • પ્રવાસન અંગે જાગૃત અને સ્વતંત્ર સમૂદાય
  • પ્રવાસન માર્કેટિંગ

  • પ્રવાસીઓ માટે માર્કેટ
  • ઈન્ટીગ્રેટેડ ટુરીઝમ કોમ્યુનિકેશન
  • પ્રવાસન સ્થળોના મનમોહક ચિત્રો / તસવીરો
  • ટુરિઝમ માર્કેટિંગ પાર્ટનરશીપ અથવા કો-પાર્ટનરશીપ
  • પ્રવાસન ઉદ્યોગ

  • પ્રવાસન ક્ષેત્રના વિકાસ અંગે પૂન:ગઠિત અને સહયોગી પ્રયાસો
  • સ્થાનિક ઉત્પાદનોને સાંકળી લઇ પ્રવાસન ઉદ્યોગના વિકાસ માટે પ્રયાસો
  • ગુણવત્તાસભર પ્રવાસન ઉદ્યોગના વિકાસ માટે આયોજન
  • વૈવિધ્યપૂર્ણ પ્રવાસન ઉદ્યોગને નવી ઉર્જા સાથે પૂન: એકટિવ કરવો.
  • પ્રવાસન સંસ્થાઓ અને માનવ સંસાધન

  • પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા સહયોગીઓ/ભાગીદારો વચ્ચે યોગ્ય સંકલન
  • પર્યાપ્ત માત્રામાં ગુણવત્તાયુક્ત માનવ સંસાધનો
  • ટુરીઝમ એજ્યુકેશન

પ્રવાસન વિકાસ સમુદાયના જીવન સ્તરને સુધારવા અને સ્થાનિક ઇતિહાસ, સ્થાનિક સંસ્કૃતિ અને સ્થાનિક આર્થિક ઉત્પાદન જેવા મૂલ્યોને પુનર્જીવિત અને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. નવા પ્રવાસન આકર્ષણોની સંભવિત સંખ્યાને ધ્યાનમાં રાખીને અને શહેરમાં હાલના પ્રવાસન આકર્ષણોના પુનઃ સુધારણાને ધ્યાનમાં રાખીને ચાર સ્તંભોના આધારે ક્રમિક પ્રવાસન વિકાસ કાર્યક્રમનો અમલ કરવો મહત્વપૂર્ણ જણાય છે. જેમાં મુખ્યત્વે લાયન સફારી પાર્ક, અટલ સરોવર, રેસકોર્સ – ૨ વગેરે જેવા પ્રોજેકટોનો સમાવેશ થાય છે.

  • મહાત્મા ગાંધી મ્યુઝિયમની આસપાસના વિસ્તારમાં યોગ્ય બ્યુટીફીકેશન :Download 1 1

રાજકોટ સાથે રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજીનો અનન્ય નાતો રહ્યો હતો. તેઓએ રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં શાળાકીય શિક્ષણ લઈ જીવનમૂલ્યો ગ્રહણ કર્યા હતા. પૂ. ગાંધી બાપુના જીવનને સ્મૃતિરૂપે સાચવવા માટે રાજકોટમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવેલ. ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે મહાત્મા ગાંધી સંગ્રહાલયનું લોકાર્પણ દેશના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વર્ષે ૨૦૧૮ માં ૩૦ સપ્ટેમ્બરે કરવામાં આવ્યું હતું. વર્ષ – ૨૦૧૮ થી ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં ૪૬ દેશોના ૧૫૦૦ જેટલા વિદેશી નાગરિકો સહીત કુલ ૨,૯૪,૮૭૮ મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી હતી.

મુલાકાતીઓ ટિકિટ લઈને સવારે ૧૦ કલાકથી સાંજે ૦૭ કલાક સુધી મ્યુઝિયમ તેમજ સાંજે ૦૭.૩૦ કલાકે લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળી શકે છે.

  • હાલ જે મુલાકાતીઓ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાતે આવે છે તેઓને મ્યુઝિયમની અંદર ખુબ સારો અનુભવ થાય છે. મુલાકાતીઓને મ્યુઝિયમની અંદરના અનુભવની જેમ જ બહારના એરિયામાં પણ સારો અનુભવ થાય તે માટે આ સંકુલની બહારના ભાગમાં કેટલાક સુધારાઓ કરવાની આવશ્યકતા જણાય છે.
  • આમ ઉપરોક્ત બાબતને ધ્યાનમાં રાખીને મહાત્મા ગાંધી મ્યુઝિયમની આસપાસના રોડ, સંલગ્ન રોડ, ફૂટપાથ, વગેરેમાં બ્યુટીફિકેશન સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે. જેનાથી મુલાકાતીઓ માટે આ મ્યુઝિયમની મુલાકાત યાદગાર અને ખુબ જ સારી બની રહેશે.
  • અર્બન પ્લાનિંગ સેલ :

હાલ ભારત સરકારશ્રીના રિફોર્મ્સ અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરેલ છે. જે પૈકી મુખ્ય કામગીરી નીચે મુજબના ક્ષેત્રોમાં થશે.

  • સરકારશ્રીના વહીવટને સંલગ્ન આ પ્લાનિંગને કેન્દ્ર સ્થાને રાખવું.
  • SMART/GREEN બિલ્ડીંગ અંગે કામગીરી
  • પર્યાવરણની જાળવણી માટેના પ્લાનિંગ
  • પાણી માટે વિશેષ આયોજન
  • ઉર્જા બચાવ માટે આયોજન
  • શહેરી વહીવટ માટે કામગીરી
  • આરોગ્ય અને શિક્ષણ માટે કામગીરી
  • સામાજિક પાસાઓને વણી લઈને માળખાકીય સુવિધાઓ આપવી.

ઉપરોક્ત પાસાઓને ધ્યાને રાખી ટી.પી. સ્કીમ ઉપરાંત અન્ય સવલતો આપવાનું આયોજન પણ કરવામાં આવશે. જેમાં મુખ્ય કામગીરીના ક્ષેત્ર નીચે મુજબ રહેશે.

  • માળખાકીય સુવિધાઓ
  • અર્બન મોબિલીટી
  • પબ્લિક હાઉસિંગ
  • એન્જી. પ્લાનિંગ એન્ડ કો ઓર્ડીનેશન
  • હેરિટેજ કલ્ચર અને રિક્રિએશન
  • અર્બન ડિઝાઈન અને રિફોર્મ્સ

આ પ્રોજેકટથી ઉપરોક્ત તમામ કામગીરી એક છત નીચે થઇ શકશે. આ માટે RUDA તથા રાજકોટ મહાનગરપાલિકા સંયુક્ત રીતે સંકલન કરી કામગીરી કરશે જેથી આયોજન વધુ સુદ્રઢ થશે અને શાખાઓની કામગીરીનું સંકલન અને સંયોજન વધુ સારી રીતે થઇ શકશે.

સેન્ટર ફોર એક્સીલેન્સ ફોર અર્બન મેનેજમેન્ટ :

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સેન્ટર ઓફ એકસેલન્સ (COE) ની યોજના ભારત સરકારશ્રીના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા દર્શાવેલ માર્ગદર્શિકાઓનુ પાલન કરતી પરિવર્તનકારી પહેલ છે. જે રાષ્ટ્રીય ઉદેશ્યો સાથે સંરેખિત શહેરી આયોજન, કૌશલ્ય વિકાસ અને ડેટા મેનેજમેન્ટમાં મુખ્ય ભૂમિકા ભજવશે. ગ્રાહક-કેન્દ્રિત હબ તરીકે કાર્યરત, COE અનન્ય ઉકેલો પ્રદાન કરવા, વ્યવસાયિક લાભો વધારવા અને સ્થાનિક સમુદાયમાં નોંધપાત્ર યોગદાન આપવા માટે ઉપયોગી છે.

COE એ એક મજબૂત ડેટાબેઝનું નિર્માણ, વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ (DPRs) અને ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના સહિત બહુપક્ષીય જવાબદારીઓ હાથ ધરશે. ડેટાબેઝ એક વ્યાપક ભંડાર તરીકે સેવા આપશે, જે શહેરી આયોજન અને સંબંધિત ડોમેન્સમાં જાણકારીસભર નિર્ણય લેવાની સુવિધા આપશે. ઇન્ક્યુબેશન સેન્ટર, એક મુખ્ય ઘટક, નવીનતા અને ઉદ્યોગસાહસિક સાહસોને પ્રોત્સાહન આપશે. આ દ્વારા, COE નો ઉદ્દેશ્ય સ્ટાર્ટ અપ્સ માટે સહાયક ઇકોસિસ્ટમ બનાવવા તરફના પ્રયત્નોને ચેનલ કરવાનો છે, જેનાથી આર્થિક વૃદ્ધિ અને સ્થાનિક વિકાસમાં યોગદાન મળે. આ ઉપરાંત પ્રશિક્ષણ કાર્યક્રમો મોખરે રહેશે, જેમાં શહેરી આયોજનમાં વ્યક્તિઓને વિશેષ તાલીમ આપવામાં આવશે. નવી તકનિકો અને ઉદ્યોગની શ્રેષ્ઠ પદ્ધતિઓનો સમાવેશ કરવામાં આવશે. આ સંશોધન અને વિકાસ માટે COE ની પ્રતિબદ્ધતા એકીકૃત થાય છે, જેનો હેતુ નવીન ઉકેલો અને ટકાઉ વ્યવસાય દરખાસ્તોનો પ્રસાર કરવાનો છે. ઉન્નત કૌશલ્ય વિકાસ, સમૃદ્ધ નવીનતા, હોલેસ્ટિક ઇકો સિસ્ટમ અને અર્થપૂર્ણ સહયોગ જેવી અપેક્ષિત સિદ્ધિઓ COE દ્વારા પ્રાપ્ત થવાથી રાષ્ટ્રીય સ્તરે પણ એક અભિન્ન ઓળખ પ્રાપ્ત થશે.

ઇનોવેટીવ આઈડિયા એવોર્ડ :

રાજકોટ મહાનગરપાલિકા શહેરના વિકાસમાં સૌની સામેલગીરી હોય તે બાબત પર ભાર મૂકતા શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓને શહેરના વિકાસમાં સહભાગી બનાવી શહેરના વિકાસ માટે અમલીકરણ થઈ શકે તેવા શ્રેષ્ઠ સૂચનો મંગાવવામાં આવશે. આથી  શહેરની યુવા પેઢી શહેરના વિવિધ પ્રશ્નો વિશે અવગત થશે અને શહેરના વિકાસ માટે શ્રેષ્ઠ સૂચનો આપી શકશે. શહેરના વિકાસ માટે અમલીકરણ થઈ શકે તેવા શ્રેષ્ઠ સૂચન આપનારને યોગ્ય પ્રોત્સાહન આપવામાં આવશે.

સુકન્યા સમૃધ્ધિ યોજના અંતર્ગત મ્યુનિસિપલ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓ માટે :

રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની પ્રાથમિક શાળાઓમાં આભ્યાસ કરતી જે કન્યાઓના વાલી દ્વારા સુકન્યા સમૃધ્ધિ યોજનામાં રૂ. ૧૦૦૦/- જમા કરાવવામાં આવશે તે કન્યાઓના સુકન્યા સમૃધ્ધિ યોજનામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ રૂ. ૧૦૦૦/- જમા કરાવવામાં આવશે.

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.