Abtak Media Google News

1917 ગ્લુકોમીટર અને 4142 કીટનું કરાયું ફ્રિમાં વિતરણ

રાજકોટ ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા રાજકોટમાં પાંચ સ્થળોએ મેગા ડાયાબીટીસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલા સત્યેન પટેલ અને સંકેત ગોંડલીયાએ વિશેષ વિગતો આપી હતી.

રાજકોટ ફાર્માસીસ્ટ એસોસિએશન દ્વારા જાહેર જનતાના હિતાર્થે ડાયાબિટીસ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવેલું હતું. જેની શરૂઆત તા.14/11 સોમવારના રોજ વિશ્ર્વ ડાયાબિટીસ દિવસથી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે રાજકોટ શહેરના મવડી ચોક, સોરઠીયા વાડી સર્કલ, પ્રેમ મંદિર કાલાવડ રોડ, કિશાન પરા ચોક, પેડક રોડ કુલ પાંચ જગ્યાએ ડાયાબિટીસ તપાસ, બ્લડ પ્રેશર તપાસની સાથે દરેક દર્દીને ઓટીસી કીટ 350 રૂ.ની ગ્લુકોસ્ટ્રીપ સાથે ગ્લુકોમીટર ફ્રી ડીસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા. જેમાં અંદાજીત 4142 લોકોએ લાભ લીધો હતો. 1917 જેટલા ગ્લુકોમીટરનું વિતરણ કર્યું હતું અને 4142 ફ્રી કીટનું તમામ લાભાર્થીને વિતરણ કરાયું હતું.

આ સાથે રાજકોટ ફાર્માસીસ્ટ એસોસિએશનની ટીમ સાથે ડાયાબિટીસ દિવસના આ વર્ષની થીમ “ડાયાબિટીસ એજ્યુકેશન: ટુ પ્રોટેક્ટ ટુમોરો” અનુસાર રાજકોટની બિ.કે. મોદી ફાર્મસી કોલેજ, એચ.એન.શુક્લ ફાર્મસી કોલેજ, સ્કૂલ ઓફ ફાર્મસી આર.કે.યુનિવર્સિટી, ફાર્મસી ડીપાર્ટમેન્ટ આત્મીય યુનિવર્સિટી, આર.ડી. ગાર્ડી ફાર્મસી કોલેજ, ફેકલ્ટી ઓફ ફાર્મસી મારવાડી યુનિવર્સિટી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા લોકોને ડાયાબિટીસ વિશે સંપૂર્ણ અને સચોટ માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રમુખ સત્યેન પટેલ, ઉપપ્રમુખ નિલેશ પટેલ, મનોજ બંસલ તેમજ મંત્રી હિતેશ ત્રાડા, કૌશિક કપુરીયાં, પ્રિયંક સખીયા, જયદીપ ડોડીયા, તેજશભાઇ ગણાત્રા તથા તમામ મેમ્બરોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ માહિતી મીડિયા ઇન્ચાર્જ સંકેત ગોંડલિયાની યાદીમાં જણાવાયું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.