Abtak Media Google News

ઓગષ્ટ 2022 સુધીમાં કામગીરી પૂર્ણ કરવાના લક્ષ્યાંક સાથે એરપોર્ટ ઓથોરીટી સાથે સંકલન કરી કાર્યવાહી કરવા કલેકટર અરૂણ મહેશ બાબુની સુચના

રાજકોટ નજીક નિર્માણ પામી રહેલા હિરાસર ઇન્ટરનેશનલ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ પ્રોજેકટની પ્રગતિ અંગેની કામગીરીની સમીક્ષા આજે રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયાના હિરાસર પ્રોજેકટના જી.એમ. લોકનાથ પાધેએ ફેઝ-1 અને ફેઝ-2 ની કામગીરી પુરઝડપે થઇ રહી છે, તેની માહિતી આપી હતી.

Advertisement

ઓગષ્ટ-22 સુધીમાં કામગીરી પૂર્ણ કરવાના લક્ષ્યાંક સાથે રાજ્ય સરકારના વિવિધ વિભાગો  કચેરીઓને ફાળે આવતી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા કલેકટરએ માર્ગદર્શન આપ્યું હતું. હાઇ-વે પર એરપોર્ટ પર જવા સર્વિસ રોડ, એપ્રોચ રોડ અને ફલાયઓવર બ્રીજની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ મીટીંગમાં ખાસ જમીન સંપાદન અધિકારી  પ્રજાપતિ, નાગરિક ઉડ્ડયન વિભાગના અધિકારીઓ તેમજ નેશનલ હાઇવેના  મકવાણા, ડી.એલ.આર. લાડુમોર તેમજ મામલતદાર સહિતના અધિકારીઓ  ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.