Abtak Media Google News

ઇન્ડિયા ગ્રીન બિલ્ડીંગ કાઉન્સીલ દ્રારા જાહેરાત કરાઈ:ઉદિત અગ્રવાલ

ઇન્ડીયા ગ્રીન બીલ્ડીંગ કાઉન્સીંલ (આઇજીબીસી) મારફત ઓગષ્ટ ૨૦૧૯માં રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો માસ્ટર પ્લાન, આઇજિબીસી ગ્રીન  સીટીઝ રેટીંગ સીસ્ટમની માર્ગદર્શિકા મુજબ ગ્રીન સીટી સર્ટીફિકેશન મુજબ, માસ્ટર પ્લાન તૈયાર થયેલ હોવા અંગેનું સર્ટીફિકેટ મલ્યુ છે. રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી.  ઇન્ડીયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા રાજકોટ સ્માર્ટ સીટીનાં  પ્રોજેક્ટનાં પ્લાનિંગને ફાઇન્લ સર્ટીફીકેશન રીવ્યુ બાદ ટોટલ ૮૧ માંથી ૮૧ પોઇન્ટસ મળેલ છે , તથા આઇ.જી.બી.સી. દ્વારા ગ્રીન સીટી સૌથી વધુ રેટીંગ  પ્લેટીનિયમ લેવલ આપવામાં આવેલ છે. જે ભારતનું પ્રથમ ગ્રીન રેટેડ પ્લેટિનિયમ લેવલ સ્માર્ટ સિટી થશે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

ભારત સરકાર દ્વારા સ્માર્ટ સીટીમાં રાજકોટ શહેરની પસંદગી કરેલ હોય સ્માર્ટ સીટી પ્રોજેક્ટને વિના વિલંબે ત્વરીત અમલમાં મુકી શકાય તે માટે જાયભશફહ ઙીિાજ્ઞતય ટયવશભહય ની રચના તાત્કાલિક કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જરૂરી પ્રક્રિયા કરી સરકાર દ્વારા તા.૨૧/૦૮/૨૦૧૭નાં રોજ મંજુર કરીને, રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી.ને લીમીટેડ કંપની તરીકે રજીસ્ટર/ઇનકોર્પોરેશન જાહેર કરવામાં આવી હતી. સ્માર્ટ સીટી અંતર્ગતના તમામ પ્રોજેકટનું અમલીકરણ રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી.  દ્વારા કરવામાં આવે છે.

રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. મારફત કુલ ૯૩૦ એકર નો, માસ્ટર પ્લાન આઈએનઆઈ ડીઝાઈન સ્ટુડીયો લેડ ક્ધસોર્ટિયમ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. જેમા ટી.પી. સ્કીમ  ૩૨ રૈયા તૈયાર કરી સરકાર મારફત મુસદ્દારૂપ યોજના મંજુરી મળેલ છે.  આ કારણે રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી.ને ૧૮ મીટર થી ૬૦ મીટર સુધીનાં કુલ ૨૧ કી.મી.નાં રસ્તાઓનાં કબજા મળેલ છે. માસ્ટર પ્લાનમાં નોન – મોટોરાઈઝ ટ્રાન્સપોર્ટ નેટવર્ક અને લાસ્ટ માઈલ કનેક્ટિવિટી ની પણ યોજના છે, તેમજ હયાત ત્રણ તળાવને જાળવી રાખી તેનું નવીનીકરણ કરી તેમને એકબીજા સાથે જોડેલ છે. આ પ્લેટીનિયમ લેવલ સર્ટીફીકેશન દર્શાવે છે કે રાજકોટ સ્માર્ટ સીટીનું  પ્લાનિંગ, ઇકોલોજી તથા પ્રેઝર્વેશન, સીટીઝન વેલફેર, એફિશિયન્ટ લેન્ડ યુઝ પ્લાનિંગ, ગ્રીન ટ્રાન્સપોર્ટેશન, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર મેનેજમેન્ટ જેવા ઇનોવેશનથી એન્વાયરોનમેન્ટલ કેટેગોરીઝનાં પ્લાનિંગમાં આગેવાની ધરાવે છે. આ પ્રોજેક્ટનું સફળતાપૂર્વક અમલીકરણથી સમગ્ર ભારતમાં રાજકોટ સ્માર્ટ સીટી એક મોડેલ ગ્રીન સીટી તથા સ્માર્ટ ગ્રીન સીટીનું  હબ બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.